GUJARAT માં વિકરાળ થતો કોરોનાનો આંકડો, આજના આંકડા સાંભળીને હાજા ગગડી જશે
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત મોટો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 1259 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 151 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત 8,19,047 નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 7,46,485 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. રાજ્યમાં આજથી 15-18 વર્ષના વ્યક્તિઓનું પણ રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. જેના પગલે 4,94,317 રસીના ડોઝ તરૂણોને આપવામાં આવ્યા હતા.
એક્ટિવ કેસનો સતત મોટો થતો આંકડો...
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 5858 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટિલેટર પર છે. 5842 નાગરિકો સ્ટેબલ છે. 8,19,047 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10123 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 3 નાગરિકોનાં મોત થયા છે. જે પૈકી જામનગરમાં કોર્પોરેશનમા 2 તથા નવસારીમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું.
રસીકરણનાં મોરચે પણ સરકારની મજબુત કામગીરી...
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 28 ને રસીનો પ્રથમ, 334 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6641 નાગરિકોને રસીનો પ્રથમ 28719 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 138174 નાગરિકોને રસીનો પ્રથમ અને 78272 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના 474317 તરૂણોને રસીના ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં 7,46,485 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,04,35,373 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
નવા નોંધાયેલા કેસમાં અમદાવાદનો અડધો અડધ હિસ્સો...
આજે નોંધાયેલા 1259 કેસ પૈકી 631 અમદાવાદ, 216 સુરત કોર્પોરેશન, 67 વડોદરા કોર્પોરેશન, 40 વલસાડ, 37 રાજકોટ કોર્પોરેશન, 29 આણંદ, 24 ખેડા, 24 રાજકોટ, 18 ગાંધીનગર કોર્પોરેશન, 17 ભાવનગર કોર્પોરેશન, 16 ભરૂચ, 16 નવસારી, 13 અમદાવાદ, 12 મહેસાણા, મોરબી અને સુરત, કચ્છ 11, ગાંધીનગર 10, જામનગર 9, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 7, મહીસાગર 6, ગીર સોમનાથ 5, સાબરકાંઠા 4, અમરેલી સુરેન્દ્રનગર અને તાપીમાં 3-3, દેવભૂમિ દ્વારકા 2, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જુનાગઢ અને પોરબંદમરાં 1-1 કેસ નોંધાયા છે.
ઓમિક્રોનનાં નવા નોંધાયેલા તથા હાલમાં એક્ટિવ કેસની વિગત...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે