શાહરૂખ ખાનના નામ પર આ મહિલાને વિદેશમાં મળી મદદ, જાણો શું છે ઘટના

શાહરૂખ ખાનના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં હાજર છે. લોકો તેની કેટલી ઇજ્જત કરે છે, તેનું એક ઉદાહરણ હાલમાં જોવા મળ્યું છે. 

શાહરૂખ ખાનના નામ પર આ મહિલાને વિદેશમાં મળી મદદ, જાણો શું છે ઘટના

નવી દિલ્હીઃ હોલીવુડના કિંગ ખાન કહેવાતા સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં હાજર છે. તે જ્યાં પણ જાય છે તેની એક ઝલક મેળવવા માટે હજારો લોકો ભેગા થઈ જાય છે. વિદેશોમાં પણ ભારતને 'શાહરૂખ ખાનનો દેશ' પણ બોલે છે. આવું એક ઉદાહરણ હાલમાં જોવા મળ્યું છે. 

જાણો શું છે ઘટના
હકીકતમાં હાલમાં પોતાના દેશથી સાત સમુદ્ર પાર બેઠેલી એક મહિલાને માત્ર શાહરૂખ ખાનના નામથી મદદ મળી ગઈ. રસપ્રદ વાત છે કે તેમની મદદ કરનાર વ્યક્તિ કિંગ ખાનનો ફેન છે અને તેથી તેણે મહિલાની મદદ કરી, કારણ કે તે ભારતથી છે, જ્યાં શાહરૂખ ખાન રહે છે. 

— Ashwini_Deshpande (@AshwDeshpande) December 31, 2021

આ ઘટનાની માહિતી મહિલા પ્રોફેસર અશ્વિની દેશપાંડા નામની એક મહિલાએ પોતાના ટ્વીટ દ્વારા આપી છે. 

મહિલાએ સંભળાવ્યો કિસ્સો
અશ્વિનીએ પોતાના ટ્વીટમાં લખ્યું- મિસ્ત્ર (ઇજિપ્ત) માં એક ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના હતા, પરંતુ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી આવી રહી હતી. તેણે કહ્યું- તમે શાહરૂખ ખાનના દેશમાંથી છો. હું તમારા પર વિશ્વાસ કરુ છું. હું તમારૂ બુકિંગ કરી આપું છું, તમે બાદમાં મને પૈસા આપી દેજો. બાકી કોઈ માટે આ ન કરી શકુ, પરંતુ શાહરૂખ ખાન માટે ગમે તે કરી શકું... અને તેણે બુકિંગ કરી દીધું... શાહરૂખ ખાન કિંગ છે. 

ફેન્સે શેર કર્યા ઘણા કિસ્સા
હવે આ મહિલાનું ટ્વીટ થોડી વારમાં વાયરલ થઈ ગયું હતું. લોકો સતત તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. 

— Sam (@SuriHolmesC) January 1, 2022

— Lalita Pulavarti (@Lalita_Pulavart) January 1, 2022

કેટલાક લોકો શાહરૂખની પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલાકે પોતાની સાથે થયેલા કિસ્સા પણ શેર કર્યાં છે. આ સિવાય ઘણા લોકોએ જણાવ્યું કે, વિદેશોમાં શાહરૂખ ખાનની દીવાનગી વધુ છે. 

આ ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ
શાહરૂખ ખાનના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે ઘણા સમયથી યશરાજ બેનરની મોસ્ટ અવેડેટ ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં છે. 

આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ નજર આવશે. પઠાણથી શાહરૂખ ફરી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 2018માં આવેલી ઝીરો હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news