Corona: રાજ્યમાં નવા કેસ અને મૃત્યુઆંકે બનાવ્યો રેકોર્ડ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

રાજ્યમાં કોરોના સંક્રમણે ચિંતા ઉભી કરી દીધી છે. આજે રાજ્યમાં એક દિવસમાં નવા કેસનો રેકોર્ડ બન્યો છે. 
 

Corona: રાજ્યમાં નવા કેસ અને મૃત્યુઆંકે બનાવ્યો રેકોર્ડ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસે હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13105 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 137 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 5010 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 4 લાખ 53 હજાર 836 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને કારણે અત્યાર સુધી 5877 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 78.41 ટકાએ પહોંચી ગયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 23 દર્દીના મોત થયા છે. તો સુરતમાં 22, રાજકોટ શહેરમાં 10, વડોદરા શહેરમાં 10, સુરત ગ્રામ્ય 5, મહેસાણા 3, જામનગર શહેર 5. બનાસકાંઠા 5, જામનગર ગ્રામ્ય 4. કચ્છ 4. વડોદરા ગ્રામ્ય 4, પાટણ 3, ભરૂચ 2 અને ભાવનગર શહેરમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 5142 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 1958, રાજકોટ શહેરમાં 697, વડોદરા શહેરમાં 598, સુરત ગ્રામ્યમાં 518, મહેસાણા 444, જામનગર શહેર 336, બનાસકાંઠા 236, જામનગર ગ્રામ્ય 228, કચ્છ 214, વડોદરા ગ્રામ્યમાં 183 કેસ સામે આવ્યા છે. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 92 હજાર 84 થઈ ગઈ છે. જેમાં 376 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 3 લાખ 55 હજાર 975 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે 5877 લોકોના નિધન થયા છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 78 ટકા થઈ ગયો છે. તો રાજ્યમાં આજે વધુ 1 લાખ 42 હજાર 537 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news