કોરોનાની ગાઇડલાઇન, રાજ્યમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન ફરજીયાતઃ DGP

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ એક વીડિયો સંદેશ જારી કરી રાજ્યમાં કોવિડના તમામ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. આ સાથે લગ્ન સમારહો માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. 

કોરોનાની ગાઇડલાઇન, રાજ્યમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન ફરજીયાતઃ DGP

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો કોરોના સંક્રમણને રોકવા માટે પણ અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તો રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ એક વીડિયો સંદેશમાં કોરોનાની નવી ગાઇડ લાઇનનું પાલન કરવા માટેની વાત કરી છે. કોરોના પ્રતિબંધોમાં હવે લગ્ન સમારહો માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવું પડશે.
 
હવે લગ્ન માટે રજીસ્ટ્રેશન ફરજીયાત
રાજ્ય સરકારે લગ્ન સમારહો માટે 50 લોકોની છૂટ આપી છે. હવે જ્યાં લગ્ન હશે તે પહેલા તમામ લોકોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. Digital gujarat પર જઈને તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. હવે લગ્ન સમારહો પર પોલીસની ચાંપતી નજર રહેશે. જે શહેરમાં રાત્રી કર્ફ્યૂ છે ત્યાં રાત્રે લગ્ન સમારોહનું આયોજન થઈ શકશે નહીં. લગ્નના આયોજકો તથા પાર્ટી પ્લોટે પણ વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. જો નિયમનો ભંગ કરશો તો કાર્યવાહી કરવામાં આવશે. 

કર્ફ્યૂનું પાલન કરો
રાજ્યના પોલીસ વડાએ કહ્યુ કે, ચાર મહાનગરો સહિત જે 20 શહેરમાં કર્ફ્યૂ લાગુ છે. ત્યાં લોકો રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી બહાર નિકળે નહીં. જો લોકો નિયમનો ભંગ કરશે તો તોની સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે, જે સરકારની એસઓપી છે, તેનું ખાસ પાલન કરવું પડશે. 

રાજ્યના ડીજીપીએ કહ્યુ કે, રેમડેસિવિર અને ટોસિમીઝુબેમ દવાઓની કાળાબજારીની ગટનાઓ સામે આવી છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે મેડિકલ એમઆરપી કરતા વધુ ભાવ લેશે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ દવાઓનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યું હોય તો રાજ્યની પ્રજા 100 નંબર પર ફોન કરીને જાણ કરી શકે છે. રાજ્યના પોલીસ વડાએ લોકોને ખાસ અપીલ કરી છે. 
 

ઉનાળામાં કોરોનાથી બચવા ઘરમાં આ ખાસ વસ્તુનું રાખો ધ્યાન, કોવિડ ટાસ્ક ફોર્સની લોકોને સલાહ  

ખોટી અફવાઓથી દૂર રહો
રાજ્યના પોલીસ વડાએ કહ્યુ કે, સોશિયલ મીડિયા પર અફવાઓછી દૂર રહો. આવા મેસેજ કરવા પણ નહીં તથા તેને ફોરવર્ડ પણ ન કરવા. જે વ્યક્તિ સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news