એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં... ગુજરાતમાં દર કલાકે 37 લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે
Trending Photos
- રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયા
- ગત 19 માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જેને હવે એક વર્ષ પૂરુ થવા આવ્યું
ઝી મીડિયા/બ્યૂરો :ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને જોતા અમદાવાદમાં આઠ વિસ્તારોમાં રાત્રિ બજાર હોટલ રેસ્ટોરન્ટ વગેરેને 10 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાનું એપી સેન્ટર બની ગયેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ દર્શકો વગર મેચ રમાડવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે અમદાવાદી (ahmedabad) ઓનું કહેવુ છે કે, નિયમ અલગ અલગ ન હોવો જોઈએ. અમદાવાદના તમામ વિસ્તારોમાં 10 વાગ્યા બાદ બજારો બંધ (curfew) કરવામાં આવે તેવી માંગ છે. તો સાથે જ અમદાવાદીઓ ટી ટ્વેન્ટી મેચ પણ હવે દર્શકો વગર રમવાની છે તે નિર્ણયને આવકારી રહ્યા છે. પરંતુ સાથે જ કહે છે કે, સરકારે કોરોના સામે હજુ યોગ્ય પગલાં લેવા જોઈએ, તો જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે.
આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેકોર્ડબ્રેક મુસાફરો નોંધાયા, ગીરના સિંહોને જોનારા વિઝીટર્સ પણ વધ્યા
ગુજરાતમાં પરિસ્થિતિ એક વર્ષ બાદ ફરી બગડી
રાજ્યમાં કોરોના વાયરસ (gujarat corona uptate) નો કહેર વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં નવા 890 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ (corona case) 4700ને પાર થઈ ગયા છે. ત્યારે ફરી એકવાર ગુજરાત દિવાળી સમયની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં દૈનિક કેસમાં 60 ટકાનો વધારો થયો છે. આંકડા મુજબ, દર કલાકે 37 લોકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ગત 19 માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જેને હવે એક વર્ષ પૂરુ થવા આવ્યું છે. ત્યારે એક વર્ષમાં હતા ત્યાંના ત્યાં આવ્યા છે. ત્યારે આ મામલે ઝી 24 કલાકે અમદાવાદીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો. લોકો માની રહ્યા છે, સરકારે (gujarat government) નિર્ણય પહેલા લેવા જોઈતા હતા. ખાસ કરીને મેચમાં ભીડ મામલે પહેલા જ ધ્યાન રાખવું જોઈતુ હતું.
- એક અમદાવાદીઓએ કહ્યું કે, સરકારનો મેચ બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. મેચમાં પબ્લિક બંધ કરાવવી જ જોઈએ. રેસ્ટોરન્ટમાં કંઈ એટલા લોકો આવતા નથી. પણ મેચમાં બહુ જ ભીડ હોય છે. ત્યાં કોઈ માસ્ક પણ પહેરતુ નથી. મોટા સમારોહ આવે ત્યારે કોઈ રોકટોક હોતી નથી, પણ નાના વેપારીઓના ધંધા બંધ કરાવાયા છે. મેચ બંધ કરવાનો નિર્ણય પહેલેથી જ લેવાવો જોઈતો હતો.
- બીજા અમદાવાદીએ કહ્યું કે, સરકારે રાત્રિ કરફ્યૂ હજી બે મહિના ચાલુ રાખવું જોઈએ. 10 વાગ્યા સુધી ચાલુ રાખે તો ધંધા પણ સારી રીતે ચાલી શકે.
- ત્રીજા અમદાવાદીએ કહ્યું કે, સરકારના નિર્ણયો સમયાંતરે બદલાતા હોય છે. સરકારી કાર્યક્રમમાં છૂટ અપાય છે, પણ લગ્નમાં ઓછા માણસો બોલાવાય છે. માત્ર વેપારીઓને જ દંડ કેમ થાય છે. મેચ પહેલા કેમ બંધ ન કરાવાઈ. વેપારીઓને પણ છૂટ હોવી જોઈએ. લગ્ન પ્રસંગમાં પણ 50 માણસો મામલે છૂટ આપવી જોઈએ. પબ્લિક ભેગી કરો ત્યાં કોરોના નથી, અને જમવા જાય તો કોરોના આવે, સરકારનું આ તે કેવુ બેવડુ વલણ.
- ચોથા અમદાવાદીએ કહ્યું કે, સરકારે દંડના નિયમો પણ હળવા કરવા જોઈએ. ગાડીમાં બેસેલા વ્યક્તિને પણ દંડ કરે છે. તે માટે છૂટછાટ આપવી જોઈએ.
- પાંચમા અમદાવાદીએ કહ્યું કે, સરકારે જે પગલા 6 મહિના પહેલા લીધા હતા, તે ફરીથી લેવા જોઈએ. લોકડાઉનના નિયમો ખોટા છે. ગાડીમાં પણ માસ્કનો નિયમ ખોટો છે.
આ પણ વાંચો : ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારા બાળકને જીવાડવા થોડી મદદ કરો... લાચાર માતાપિતાની અપીલ
અમદાવાદમાં 8 વિસ્તારોમાં 10 વાગ્યા પછી બધુ બંધ
અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી પાનના ગલ્લા, ચાની કિટલીઓ, આઈસક્રીમ પાર્લર, બરફના ગોળા, પાણીપુરીવાળા સહિતના તમામ ધંધાકીય એકમો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેથી હવે આજ રાતથી 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાનના ગલ્લા બંધ રહેશે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી તમામ હોટલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી તમામ રેસ્ટોરેન્ટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે 10 વાગ્યાથી તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદના 8 વૉર્ડમાં રાત્રે બરફના ગોળા, આઈસક્રીમ પાર્લર પણ બંધ રાખવાં પડશે. રાત્રે 10 વાગ્યા પછી માણેકચોક અને રાયપુર બજાર પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નવો આદેશ ના આવે ત્યાં સુધી રોજ રાત્રે 10 વાગ્યા પછી અમદાવાદના 8 વૉર્ડમાં ખાણીપીણીની દુકાનો સહિત તમામ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. થલતેજ, મણિનગર, ગોતા, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, પાલડી અને ઘાટલોડિયામાં રાત્રે 10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ 8 વૉર્ડમાં તમામ દુકાનો બંધ અને 2 ખાણીપીણીનાં બજાર બંધ રહેશે. તો સાથે જ માણેકચોક અને રાયપુર બજાર રાત્રે 10 વાગ્યા પછી બંધ રહેશે. અમદાવાદમાં કોરોના વકરતાં નિયંત્રણો વધારે કડક બનાવાયાં છે.
દેશમાં કોરોનાની બીજી લહેરનો ખતરો છે. દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત હાલ કોરોના વાઇરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. માટે હવે પહેલાની જેમ જ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આશરે ત્રણ મહિના બાદ ભારતમાં કોરોના વાઇરસના નવા 26,291 કેસો સામે આવ્યા છે. 85 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. જેને કારણે પ્રશાસન એલર્ટ થઇ ગયું છે અને રાજ્યોને સતર્ક રહેવાની ચેતવણી પણ અપાઇ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી શકે છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં ત્રણ મહિનામાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવ્યા છે. જે 26 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે તેમાં 78 ટકા માત્ર પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુના છે. જ્યારે છ રાજ્યો કે જ્યાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં દરરોજના 400થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે