Gujarat Election 2022: ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદારે વોટિંગ કર્યું, શું તમે મતદારોને અપીલ કરતું ગીત સાંભળ્યું?

Gujarat Election 2022: આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે. ત્યારે ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારએ અમદાવાદમાં મતદાન કર્યું છે. ગુજરાતી સિંગર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે.

Gujarat Election 2022: ગુજરાતી સિંગર એશ્વર્યા મજમુદારે વોટિંગ કર્યું, શું તમે મતદારોને અપીલ કરતું ગીત સાંભળ્યું?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠક પર એટલે કે કુલ 182 બેઠકમાંથી 51 ટકા બેઠકો પર મતદાન શરૂ થયું છે. છેલ્લે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74 ટકા મતદાન થયું છે.

આજે મતદાનના દિવસે અલગ અલગ હસ્તીઓએ અલગ અલગ જગ્યાએ મતદાન કર્યું છે. ત્યારે ગુજરાતની જાણીતી સિંગર એશ્વર્યા મજમુદારએ અમદાવાદમાં મતદાન કર્યું છે. ગુજરાતી સિંગર અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠકની મતદાર છે. દર વખતે ચૂંટણીમાં એશ્વર્યા મજમુદાર મુંબઈથી મતદાન કરવા માટે અહીં આવે છે. તેણે પણ આજે મતદાન કરીને એક ગીત ગાયું છે અને મતદારોને અપીલ કરતું ગીત ગાઈને લોકોને જાગૃત કર્યા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deeceepaps (@deeceepaps)

અત્રે ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 39 ટકા અને સૌથી ઓછું મહીસાગર જિલ્લામાં 29 ટકા મતદાન થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news