ગુજરાત કોને બનાવવા માંગે છે મુખ્યમંત્રી? જાણો ભાજપના ભૂપેન્દ્ર પટેલ અને AAP ના ઈસુદાન વિશે શું છે જનતાનો મત
Gujarat Election 2022: ગુજરાતમાં લોકો કોને મુખ્યમંત્રી તરીકે પસંદ કરે છે એ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન વિશે લોકોનો શું મત છે? સરવેમાં ઈસુદાનને કેટલાં મત મળ્યાં જાણો વિગતવાર...
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે. સરકાર બનાવવાની દોડમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે કોણ મુખ્યમંત્રી બનશે એ મુદ્દો પણ ચર્ચામાં રહે છે. એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરવામાં આવતા હોય છે. આ સરવેના આધારે કેટલોક અંદાજ પણ ચૂંટણી અંગે તમે લગાવી શકો છો. આ વખતે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગમાં સામેલ થઈને તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ બનાવી દીધો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને સૌથી રસપ્રદ બનાવવાનો દાવો કરી રહી છે. કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં તેના મુખ્યમંત્રી ચહેરાની પણ જાહેરાત કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી માંથી ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. ભાજપ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યું છેકે, સીએમ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. જ્યારે કોંગ્રેસે સીએમ પદનો ચહેરો જાહેર કર્યો નથી. આવી સ્થિતિમાં ગુજરાતમાં લોકો સીએમ તરીકે કોને જોવા માંગે છે એ અંગેનો સરવે આવ્યો સામે.
ગુજરાતમાં ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ પહેલા વિવિધ ન્યૂઝ ચેનલોના સર્વેમાં જનતાના મૂડનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ટીવી-મેટરાઈઝના સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે તેઓ ગુજરાતમાં સીએમ તરીકે કોને પસંદ કરે છે. ચાલો જોઈએ કે તેમનો શું જવાબ હતો.
મુખ્યમંત્રી તરીકે કયા ચહેરાને પસંદ કરે છે ગુજરાત? શું કહે છે ઈન્ડિયા ટીવી-મેટરાઈઝનો સરવે
1) ભૂપેન્દ્ર પટેલ - 32 ટકા
2) ઇસુદાન ગઢવી - 7 ટકા
3) શક્તિસિંહ ગોહિલ - 6 ટકા
4) ભરતસિંહ સોલંકી - 4 ટકા
સર્વેના અંદાજો પરથી સ્પષ્ટ થાય છે કે ઇસુદાન ગઢવી માત્ર સાત ટકા લોકોની સીએમ પસંદગી છે. જોકે સાચુ પરિણામ 8મીએ પરિણામ આવશે ત્યારે ખબર પડશે. ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જેને પગલે હવે મુખ્યમંત્રી કોણ બને છે મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે