'મેં ભરૂચનું પાણી પીધું, અહીંની ધૂળ ખાધી, હું તમારા સુખ-દુઃખમાં સાથે છું, કોંગ્રેસે આદિવાસીઓની મજાક ઉડાવી'

Gujarat Election 2022: ભરૂચ જિલ્લાના જંબુસરમાં પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધી. પીએમ મોદીએ કહ્યું હું પહેલાં દરરોજ ભરૂચ આવતો હતો. ભરૂચ સાથે મારો જૂનો સંબંધ છે. દેશમાં કોઈ એવો પ્રધાનમંત્રી તમને મળે કે જેમને જંબુસર ક્યાં આવ્યું હોય, ઝઘડિયા ક્યાં આવ્યું એ ખબર હોય?

'મેં ભરૂચનું પાણી પીધું, અહીંની ધૂળ ખાધી, હું તમારા સુખ-દુઃખમાં સાથે છું, કોંગ્રેસે આદિવાસીઓની મજાક ઉડાવી'

ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ. પીએમ મોદીએ સુરેન્દ્રનગર બાદ ભરૂચ જિલ્લાના જંબુસરમાં ચૂંટણી સભા ગજવી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, ભરૂચ સાથે મારો જૂનો સંબંધ છે. પહેલાં હું દરરોજ ભરૂચ આવતો હતો. અહીંની ગલીઓમાં હું સાઈકલ ઉપર ફર્યો છું. મેં ભરૂચના ગામોનું પાણી પીધું છે, મેં ભરૂચના ગામોની ધૂળ ખાધી છે. હું તમારા બધાનો આભારી છું. મને તમારા આશીર્વાદ આપજો. અને આ ચૂંટણીમાં દરેક પોલિંગ બુથ પર કમળ ખિલે તેનું ધ્યાન રાખજો. અને આદિવાસીઓનું અપમાન કરનાર આદિવાસીઓની મજાક ઉડાવનાર કોંગ્રેસને જવાબ આપજો.

પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યુંકે,જેમને ગુજરાતની આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યની ગેરેંટી જોઈએ છે તેવી જનતા ચૂંટણી લડી રહી છે. ભરૂચના જંબુસરના નાગરિકોને હું પ્રણામ કરું છું. દેશમાં કોઈ એવો પ્રધાનમંત્રી તમને મળે કે જેમને જંબુસર ક્યાં આવ્યું હોય, ઝઘડિયા ક્યાં આવ્યું. એે ખબર જ ન પડે કે ઝઘડિયા નામ છે કે ઝઘડિયા સ્વભાવ છે. એને ખબર જ ન પડે, એને તમારા સુખ-દુખની ખબર જ ન પડે. હું તમારા સુખ-દુખમાં તમારી સાથે છું.

  • ભરૂચમાં છોકરું જન્મે તો પહેલાં કરફ્યુનું નામ શિખતો હતો. આજે શાંતિ આવી. વિકાસ આવ્યો. ભરૂચમાં શિક્ષણ અને સિંચાઈનો વિકાસ થયો. ઈજનેરી કોલેજો આવી, નર્મદાના નીરનો લાભ મળ્યો બધાને. છેલ્લાં 20 વર્ષમાં ભરૂચમાં 3 ગણો વિકાસ થયો. ઉદ્યોગમાં એકલો ભરૂચ જિલ્લો ભારતના નાના-નાના રાજ્યો કરતા પણ આગળ વધ્યો છે. 
  • સૌથી મોટું ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ભરૂચમાં છે. કરોનામાં મોત માથે લટકલું હતું ત્યારે આ સરકાર સૌ કોઈને વહારે આવી હતી. સરકારે બધાને દવા આપી અને ઘેર-ઘેર રાશન પહોંચાડ્યું
  • આદિવાસી મા કહેતી કે મારો દિકરો દિલ્લીમાં બેઠો છે માં ને ભૂખી નહીં રહેવા દે. આ મોદી સરકારે 
  • પહેલાં હું ભરચમાં અહીં સાઈકલ પર આવતો હતો. ભરૂચ સાથે મારો જૂનો સંબંધ છે.
  • હું અહીં પાંચ બત્તી પાસે દરરોજ પહેલાં આવતો હતો. હું ભરૂચ જિલ્લામાં ખુબ ફર્યો. હું પહેલાં ભરૂચ જિલ્લામાં દરરોજ આવતો હતો. 
  •  મારી માતાઓ-બહેનોને દરેક તકલીફોમાંથી મુક્તિ અપવવા માટેનું મેં અભિયાન ઉપાડ્યું તો મને એમના આશીર્વાદ મળ્યાં.
  • દેશમાં આદિવાસીઓ છે એની કોંગ્રેસને ખબર જ નહોંતી. રામ, કૃષ્ણ, શિવાજી, રાણા પ્તતાપ, 1857ની લડાઈમાં આદિવાસી હતા. પણ કોંગ્રેસને એની ખબર જ નહોંતી. વર્ષો સુધી આદિવાસીઓ માટે મંત્રાલય જ નહોંતું. અટલજીની સરકારે પહેલીવાર આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બનાવ્યું. 
  • કોઈ મને આદિવાસીઓનો જેકેટ પહેરાવે કે વસ્ત્રો પહેરાવી સન્માન કરે તો કોંગ્રેસવાળા મજાક ઉડાવતા હતાં. કોંગ્રેસે આદિવાસીઓને બેહાલ કરીને એમના નસીબ પર છોડી દીધાં હતાં. અમે આદિવાસીઓના સ્વાસ્થ્ય, શિક્ષણ અને તેમના વિકાસ માટે કામ કર્યું. અમે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીઓના કલ્યાણ માટે વિવિધ કામો કર્યા. 
  • અમે આદિવાસીઓના ગૌરવ માટે યોજનાઓ બનાવી. ભિલોડા પાસે જલિયાવાલા બાગ જેવી ઘટના બની હતી કોંગ્રેસને યાદ ન આવી. ભાજપ સરકારે આદિવાસીઓનું સન્માન વધાર્યું. અમે આદિવાસી પટ્ટામાં 10 હજારથી વધારે શાળાઓ બનાવી. એકલવ્ય કેન્દ્ર બનાવ્યાં. છાત્રાલય બનાવ્યું. 20 વર્ષ પહેલાં કોઈ વ્યવસ્થા નહોંતી. વનબંધી કલ્યાણ યોજના દ્વારા એક લાખ કરોડ રૂપિયા ખર્ચાયા ગુજરાતમાં. 
  • ભગવાન બિરસા મુંડાની કોંગ્રેસે અવગણના કરી. અમારી સરકારે યોગ્ય સન્માન આપ્યું. અમારી સરકાર ઈમાનદારીથી આદિવાસીઓના વિકાસનો પ્રયાસ કરી રહી છે. 

 

 

ઘોઘા-દહેજ ફેરી સર્વિસ શરૂ કરીને અમે સૌરાષ્ટ્ર સાથે ભરૂચને જોડવાનું કામ કર્યું. દહેજ-હઝિરા સિક્સલેન રોડ બનાવ્યો. અંકલેશ્વર એરપોર્ટ. અમે તમારું ભાગ્ય બદલવાનું કામ કર્યું. આગામી સમયમાં તમારું જય જય કાર થશે. દરેક પોલિંગ બુથમાંથી કમળ ખિલવું જોઈએ. હું ભરૂચમાં આવ્યો છું આટલાં બધા ગામનું પાણી પીને મોટું થયો છું, આટલાં બધા ગામની મેં ધૂળ ખાધી છે. હવે મારું કામ વધી ગયું છે, હું બધાને ઓળખું છું પણ બધાને મળી નથી શકતો. તમેં યાત્રાએ જતા હોય તો કહો છોને કે મારા વતી ભગવાનના દર્શન કરજો. તમે મતદારોને મળવા જાવ તો એ પણ એક તીર્થયાત્રા છે. મતદાતા આ દેશની લોકશાહીને બચાવે છે. મારું એક કામ કરશો. મતદાતાઓને મળો ત્યારે બધાને મારા વતી હાથ જોડીને કહેજો, નરેન્દ્રભાઈ જંબુસર આવ્યાં હતા તેમણે તમને પ્રણામ કરજો. મારા વતી આ બધાને નમસ્તે કરજો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news