વિધાનસભાની વાતઃ વિજાપુર આ વખતે કઈ પાર્ટી બનશે વિજેતા? પુનરાવર્તન કે પરિવર્તન શું છે સમીકરણો?

Gujarat Elections 2022/વિધાનસભાની વાત: મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકના જાતિગત સમીકરણની વાત કરીએ તો અહીંયા પાટીદાર મતદારોની સંખ્યા 37.7 ટકા, 16.2 ટકા ઠાકોર, 11.6 ટકા ક્ષત્રિય મતદારો, 11.5 ટકા દલિત મતદારો, 13.8 ટકા ઓબીસી મતદારો અને 4 ટકા બ્રાહ્મણ મતદારો છે. આ સીટ પર લગભગ 70,000 પાટીદાર મતદારો છે. જે આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

વિધાનસભાની વાતઃ વિજાપુર આ વખતે કઈ પાર્ટી બનશે વિજેતા? પુનરાવર્તન કે પરિવર્તન શું છે સમીકરણો?

Gujarat Elections 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં રાજકીય પક્ષો પ્રચાર  કરી રહ્યા છે. આ ચૂંટણીના દોરમાં અમે તમને મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક વિશે જણાવીશું. ખાસ વાત એ છે કે અહીંયા મતદારોનું વલણ કોઈએક રાજકીય પાર્ટી તરફ નથી. જોકે છેલ્લી ચૂંટણીમાં પાટીદાર આંદોલન હોવા છતાં બીજેપીને અહીંયા જનતાના આશીર્વાદ મળ્યા હતા. વિજાપુર વિધાનસભા બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં જોવાનું એ રહેશે કે પાટીદાર આંદોલન પછી વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામો પર શું અસર પડશે. જોકે હાર્દિક પટેલ હવે બીજેપીમાં જોડાઈ ગયો છે. જેના કારણે પાટીદાર મતદારો ભાજપ તરફી બને તો નવાઈ નહીં.

બેઠક પર મતદારો:
વિજાપુર બેઠક પર 1 લાખ 99 હજાર 713 મતદારો છે. જેમાં 1 લાખ 2 હજાર 795 પુરુષ મતદારો અને 96,912 મહિલા મતદારો છે.

બેઠક પર જાતિગત સમીકરણ:
મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠકના જાતિગત સમીકરણની વાત કરીએ તો અહીંયા પાટીદાર મતદારોની સંખ્યા 37.7 ટકા, 16.2 ટકા ઠાકોર, 11.6 ટકા ક્ષત્રિય મતદારો, 11.5 ટકા દલિત મતદારો, 13.8 ટકા ઓબીસી મતદારો અને 4 ટકા બ્રાહ્મણ મતદારો છે. આ સીટ પર લગભગ 70,000 પાટીદાર મતદારો છે. જે આ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

2012નું પરિણામ:
2012માં કોંગ્રેસના પ્રહલાદ પટેલની જીત થઈ હતી. તેમણે ભાજપના કાંતિલાલ પટેલને 8759 મતથી પરાજય આપ્યો હતો.

2017નું પરિણામ:
2017માં ભાજપના રમણભાઈ પટેલને 72,326 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નથાભાઈ પટેલને 71,162 મત મળ્યા હતા. જોકે અપક્ષમાં ઉભા રહેલા ઉપેન્દ્રસિંહ વિહોલને 1555 મત મળ્યા હતા. જેના કારણે કોંગ્રેસના નથાભાઈ પટેલનો માત્ર 1264 મતથી પરાજય થયો હતો.

2022માં કોની-કોની ટક્કર:
વિજાપુર બેઠક પર આ વખતે ભાજપના રમણભાઈ પટેલની ટક્કર કોંગ્રેસના ડૉ.સી.જે.ચાવડા અને આમ આદમી પાર્ટીના ચિરાગભાઈ પટેલ વચ્ચે થવાની છે.

 

વિજાપુર બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર           પક્ષ

1962  ગંગારામ રાવલ         કોંગ્રેસ
1967  ગંગારામ રાવલ         કોંગ્રેસ
1972  ગંગારામ રાવલ         કોંગ્રેસ
1975  પટેલ અમૃતભાઈ       અપક્ષ
1980  પટેલ અમૃતભાઈ       ભાજપ
1985  નરેશકુમાર રાવલ       કોંગ્રેસ
1990  નરેશકુમાર રાવલ       કોંગ્રેસ
1995  પટેલ અમૃતભાઈ       BJP
1998  નરેશકુમાર રાવલ       કોંગ્રેસ
2002  પટેલ કાંતિભાઈ         BJP
2007  પટેલ કાંતિભાઈ         BJP
2012  પટેલ પ્રહલાદભાઇ       INC
2017  પટેલ રમણભાઈ            BJP

બેઠકની સમસ્યા:
વિજાપુર વિધાનસભા બેઠકની સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીંયા 10 વર્ષ પહેલાં નહેરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે હજુ સુધી પૂરું થયું નથી. આવી સ્થિતિમાં ખેડૂતો ખેતી છોડવા મજબૂર થઈ રહ્યા છે. ખેડૂતો પાસે ખેતી સિવાય બીજો કોઈ રોજગારનો વિકલ્પ નથી. બીજીબાજુ કૃષિ પેદાશોના યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો સરકારથી નારાજ છે. સાથે જ ખેડૂતો અને ત્યાંના લોકો પાણી સિવાય વીજળીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

 

Trending news