Umreth Gujarat Chutani Result 2022 ઉમરેઠમાં આ વખતે કોણ થશે વિજેતા? જાણો જીતનું ગણિત
Umreth Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Umreth Gujarat Chunav Result 2022: ઉમરેઠ વિધાનસભા બેઠક પર 2012માં NCPના જયંત બોસ્કી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2017માં પરિણામ પલટાયું અને ભાજપના ગોવિંદ પરમાર ધારાસભ્ય બન્યા. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું હોવાના કારણે કોંગ્રેસે પોતાના ઉમેદવાર નથી ઉતાર્યા. પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હોવાના કારણે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ થશે.
ઉમરેઠ વિધાનસભા બેઠકઃ -
ઉમરેઠ આણંદ જિલ્લાનો તાલુકો છે અને તે રાજ્યના ચરોત્તર પ્રદેશના મધ્યભાગમાં આવેલો છે. સાડીઓની દુકાનોથી પ્રચલિત ઉમરેઠને સિલ્ક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં મમરા અને પૌઆની બહોળી માત્રામાં ફેક્ટરીઓ આવેલી છે. ઉમરેઠમાં મૂળેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, બદ્રિનાથ મહાદેવ વગેરે પ્રાચીન શિવમંદિરો છે. ઉપરાંત વિષ્ણુ, ગણપતિ વગેરે વેદમાન્ય પંચદેવોના મંદિરો પણ છે તથા સંતરામ મંદિર, ગિરિરાજધામ પણ અનેરું ધાર્મિક મહત્વ ધરાવે છે. ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં બોરસદ વિધાનસભા બેઠક 111માં ક્રમાંકે છે.
સ્થાનિક મુદ્દાઃ-
ઉમરેઠમાં એકાએક પાણીની સમસ્યા સર્જાતા નાગરિકોને પરેશાની થઈ રહી છે. જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉમરેઠ શહેરમાં ટ્રાફિક, રોડ રસ્તાની સમસ્યા પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આ તમામ સમસ્યાને દૂર કરવાની માગ કરી રહ્યા છે.
2022ની ચૂંટણી: -
ઉમરેઠ બેઠક પર ત્રિપાંખિયો જંગ
પક્ષ ઉમેદવાર (હેડર)
ભાજપ ગોવિંદભાઈ પરમાર
NCP જયંતભાઈ પટેલ બોસ્કી
આપ અમરીશ પટેલ
2017ની ચૂંટણી: -
ઉમરેઠ વિધાનસભા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર કપિલાબેન ચાવડાને જંગી બહુમતીથી હરાવીને જીત મેળવી હતી. એ સમયે NCPના ઉમેદવાર જયંત બોસ્કીને માત્ર 19.8 ટકા જ વોટ મળ્યા હતા. જ્યારે વિજેતા ઉમેદવાર ગોવિંદ પરમારને 38.6 ટકા અને કોંગ્રેસના કપિલાબેનને 37.5 ટકા વોટ મળ્યા હતા.
2012ની ચૂંટણી: -
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCPએ જીત મેળવી હતી. NCP નેતા જયંત પટેલ બોસ્કીએ ભાજપ ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને હરાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે