Gujarat CM Bhupendra Patel Oath Taking Ceremony : ભુપેન્દ્ર પટેલ બીજીવાર ગુજરાતના નાથ, 16 મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી

Gujarat CM oath ceremony : ભૂપેન્દ્ર પટેલ બીજી વખત લેશે મુખ્યમંત્રીપદના શપથ.... પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સમારોહનું આયોજન...

Gujarat CM Bhupendra Patel Oath Taking Ceremony : ભુપેન્દ્ર પટેલ બીજીવાર ગુજરાતના નાથ, 16 મંત્રીઓએ શપથ લીધા, ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી

Gujarat CM swearing Ceremony : ગુજરાત ભાજપ માટે આજે મોટો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા કરતા વધુ પરિણામ આપ્યું. ગુજરાતની જનતાએ ભાજપ પર મતોનો વરસાદ કર્યો. ત્યારે લોકલાડીલા ભુપેન્દ્ર પટેલ આજે ફરીથી ગુજરાતના નાથ બન્યાં છે. તેઓ આજે બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ત્યારે ભુપેન્દ્ર પટેલ સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે તેમના શપથ બાદ સભાગૃહ તાળીઓનો ગડગડાટ થયો હતો. તમામ લોકોએ સર્વાનુમતે વધાવ્યા હતા. તો હવે અન્ય મંત્રીઓ શપથ લીધા. નવી કેબિનેટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. તો જૂની કેબિનેટના અનેક મંત્રીઓને કાપવામાં આવ્યા છે. જેમાં જીતુ વાઘાણી અને પૂર્ણેશ મોદીનું પત્તુ કપાયુ છે. 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા. ત્યારે કેબિનેટમાં એકમાત્ર રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાનુબેન બાબરીયાનો મહિલા મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. આમ, આગામી પાંચ વર્ષ માટે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના કેપ્ટન અને બાકીના મંત્રીઓ ટીમ બનીને ગુજરાત પર રાજ કરશે.

મંત્રીમંડળમાં આ નેતાઓને મળ્યું સ્થાનકનુ દેસાઈ

કેબિનેટ કક્ષાના મંત્રી
કનુભાઈ દેસાઈ, પારડી બેઠક
બલવંતસિંહ રાજપુત, સિદ્ધપુર બેઠક
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ઋષિકેશ પટેલ, વીસનગર
કુંવરજી બાવળિયા, જસદણ
મૂળુભાઈ બેરા, ખંભાળિયા બેઠક
કુબેર ડિંડોર 
ભાનુબેન બાબરિયા, રાજકોટ ગ્રામ્ય બેઠક 

રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા
હર્ષ સંઘવી, મજુરા બેઠક
જગદીશ વિશ્વકર્મા (પંચાલ), નિકોલ બેઠક 

રાજ્ય કક્ષાના મંત્રીઓ
પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય બેઠક
બચુભાઈ ખાબડ, દેવગઢ બારીયા
મુકેશ પટેલે, ઓલપાડ બેઠક
પ્રફુલ પાનસેરિયા, કામરેજ બેઠક
ભીખુસિંહ પરમાર, મોડાસા બેઠક
કુંવરજી હળપતિ, માંડવી બેઠક

11 મંત્રીઓને રિપીટ ના કર્યા
ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં દક્ષિણ ગુજરાતના બ્રાહ્મણ ચહેરા તરીકે કનુ દેસાઈએ શપથ લીધા છે. સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે રાઘવજી પટેલે શપથ લીધા. તો ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ચહેરા તરીકે બળવંતસિંહ રાજપૂતે શપથ લીધા. નવા મંત્રી મંડળમાં જૂના 11 મંત્રીઓને રિપીટ ના કરાયા. જેમાં જિતુ વાઘાણી અને પૂર્ણેશ મોદીનુ પત્તુ કપાયું છે. તો કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનિષા વકીલ, નિમિષા સુથારને પણ સ્થાન ન મળ્યું. તો ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા, દેવા માલમની પણ બાદબાકી કરાઈ. તો બીજી તરફ, કુંબેર ડિંડોરને રાજ્યકક્ષામાંથી કેબિનેટ મંત્રી તરીકે સ્થાન અપાયું. 

કોણ કોણ છે આજના ખાસ મહેમાન
થોડીવારમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ બીજી વખત શપથ ગ્રહણ કરવાના છે. ભાજપની ઐતિહાસિક જીત બાદ ભુપેન્દ્ર પટેલના શપથ સમારંભને ખાસ બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ શપથ સમારંભમાં હાજર રહેશે. તો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારંભમાં સામેલ થવા આવી ગયા છે. આ સાથે સાધુ-સંતો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ પણ આ શપથ સમારંભમાં ઉપસ્થિત છે. સમારંભને ભવ્ય બનાવવા માટે 10 હજારથી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સમારંભ માટે ખાસ ત્રણ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પહેલા સ્ટેજ પર મુખ્યમંત્રી અને શપથ લેનારા મંત્રીઓ સ્થાન ગ્રહણ કરશે. તો બીજા સ્ટેજ પર પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ હાજર રહેશે. જ્યારે ત્રીજા સ્ટેજ પર સાધુ-સંતોને સ્થાન આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે ભાજપે આ વખતે તમામ રેકોર્ડ તોડી ઐતિહાસિક જીત મેળવી છે. ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે 182માંથી 156 બેઠક પર ભવ્ય જીત મેળવી છે. કોંગ્રેસ સહિત વિપક્ષના સુપડા સાફ થઈ ગયા છે. જેના કારણે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news