સ્ટેચ્યુ ઓફ યુનિટી

શ્રમીકો બન્યાં સંપન્ન: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાનિકો માટે ખોલી રોજગારીની ઉજળી તકો

કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ કેવડિયાના સંકલિત વિકાસ માટે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના દૂરંદેશીસભર આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેને પરિણામે આજે કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.

Dec 29, 2020, 09:04 PM IST

વિશ્વનું સૌથી મોટુ સ્ટેચ્યું બનાવી વાહવાહી ઉઘરાવનાર BJP પર હવે સરદાર મુદ્દે જ ધોવાઇ રહ્યા છે માછલા

* અમદાવાદ એરપોર્ટ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન 
* કોંગ્રેસ સરકારે જે સવલત ઉભી કરી તેના મલિક જનતાને બનાવ્યા: ચાવડા 
* અમદાવાદ એરપોર્ટનું નામ સરદારના નામે અપાયું ત્યારે ભાજપે વિરોધ કરેલો: ચાવડા 
* એરપોર્ટનું નામ બદલવાની ભાજપની મનસા હતીઃ ચાવડા 
* ખાનગીકરણ કરીને ભાજપે અંતે એરપોર્ટનું નામ બદલ્યું: ચાવડા 

Dec 12, 2020, 06:20 PM IST

ફરીથી ગુજરાત આવશે અમિતાભ બચ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કરશે પ્રચાર

બોલિવુડના ખલનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાતમાં ટુરિઝમ (gujarat tourism) ના પ્રચાર માટે એડનું શૂટિંગ કરવા આવશે. આ વખતે અમિતાભ બચ્ચન (amitabh bachchan) સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર પણ કરશે. ટુરિઝમ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી બે માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડ ફિલ્મોમાં તેઓ કામ કરશે. ત્યારે હવે બિગબીના મોઢે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી નહિ દેખા તો કુછ નહી દેખા...’ના શબ્દો ફરી એકવાર સાંભળવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ગુજરાત કે ભારત નહિ પણ સમગ્ર વિશ્વમાં વ્યાપક પ્રચાર અને પ્રસાર કરી શકાય એ પ્રકારની એડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. 

Nov 19, 2020, 03:11 PM IST

બે દિવસ સી પ્લેન ઉડાન નહિ ભરે, તારીખ જાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્લાનિંગ કરજો

સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ બાદ મુસાફરો પણ તેનો લાભ લઇ રહ્યા છે. આજે અમદાવાદથી ઉડાન ભરનારી સી પ્લેનની બે ફ્લાઇટ મસાફરોથી ફૂલ થઈ ગઈ હતી

Nov 3, 2020, 01:52 PM IST

સી પ્લેનના ટિકીટ ઘટાડા વિશે સ્પાઈસ જેટના CMDએ કહી મોટી વાત

 • અજય સિંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, હવે કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે. લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઇકાલથી અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટીકીટ માટે ઇન્કવાયરી કરી. 

Oct 31, 2020, 03:46 PM IST

નર્મદા નદીમાંથી ટેકઓફ થયેલું સી પ્લેન 50 મિનીટમાં સાબરમતીમાં લેન્ડ થયું, પીએમ મોદીએ દેશને કર્યું સમર્પિત

 • કેવડિયાથી સી પ્લેન લઈને નીકળ્યા પીએમ મોદી, 50 મિનીટમાં અમદાવાદ પહોચ્યા 
 • જેની કલ્પના કોઈ ભારતવાસીએ કરી ન હતી, તે વિચાર આજે સાકાર થયો છે  

Oct 31, 2020, 01:00 PM IST

સિવિલ સર્વિસની નવી બેચના અધિકારીઓને પીએમ મોદીએ કહ્યું, ‘આજની તારીખ ડાયરીમાં લખી રાખો...’

 • તેઓએ સિવિલ સર્વિસની નવી બેચને કહ્યું કે, સંકલ્પથી સિદ્ધિનું એક શાનદાર ઉદાહરણ એ છે કે, તમે ભારતના જે કાળખંડમાં તમે છો, જે સિવિલ સેવામાં તમે આવ્યા છો તે વિશેષ છે

Oct 31, 2020, 12:33 PM IST

પીએમ મોદીના આગમનને લઈને અમદાવાદના આ રોડ આજે રહેશે બંધ

 • અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.
 • પીએમ મોદીના આગમનને પગલે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પોલીસનો કાફલ તૈનાત છે. તેમજ કેટલાક રોડ બંધ કરાયા છે

Oct 31, 2020, 11:08 AM IST

‘હુ વિવાદોથી દૂર રહી આરોપો સહન કરતો રહ્યો...’ વિરોધીઓ પર PM મોદીએ કર્યા શાબ્દિક પ્રહાર

 • એકતા દિવસ (ekta divas) પર ભારત અને ભારતીયોની એક્તાના વખાણ કર્યા હતા. તો સાથે જ દેશની વિવિધતાને જે રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભારતની આતંકી પીડાની ખૂલીને વાત કરી હતી.

Oct 31, 2020, 10:30 AM IST

ક્ષમતા હોવા છતાં સરદાર પટેલ પ્રધાનમંત્રી ન બની શક્યા, જેની પાછળ છુપાઈ છે નાની-મોટી કહાની

સરદાર પટેલની કોંગ્રેસ સરકારમાં એટલી ચર્ચા ક્યારેય થતી નથી, જેટલી મોદી સરકારમાં આવ્યા બાદ થાય છે. આપણે પુસ્તકોમાં માત્ર તેઓને લોખંડી પુરુષના નામથી જ વાંચ્યા છે

Oct 31, 2020, 09:00 AM IST

PM બોલ્યા, દુનિયાના ટુરિઝમ મેપ પર છવાઈ જશે કેવડિયા, ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું 

સરદાર પટેલની 145 મી જન્મજયંતી પર દેશભરમાં આજે એક્તા દિવસ ઉજવાઈ રહ્યો છે. ત્યારે લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપવા પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યા હતા. અહી તેઓએ સરદારની પ્રતિમાને નમન કર્યું, જેના બાદ એક્તા પરેડની શરૂઆત થઈ હતી 

Oct 31, 2020, 08:16 AM IST

સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને વંદન કરીને ગુજરાત પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ કરશે PM મોદી

 • પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. સવારે 8 વાગ્યે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરશે.

Oct 31, 2020, 07:31 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પહેલા જાણી લો કેટલો થશે ખર્ચ? આ રહી તમામ માહિતી

* 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ સી પ્લેન દ્વારા સ્ટેચ્યુઓફ યુનિટી જવા માટે
* એક દિવસમાં તમામ સ્થળો ફરી શકાય નહી તે માટે જો રાત્રી રોકાણ કરો તો ટેન્ટનું ભાડુ 5500 રૂપિયા
* જો બસ દ્વારા તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ છો તો અલગ અલગ ભાડા રખાયા છે

Oct 30, 2020, 07:01 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસ કરશે પરેડ

પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 

Oct 30, 2020, 05:51 PM IST

PM એ ડાયનેમિક ડેમ લાઇટિંગ, ગ્લો ગાર્ડન, સફારીપાર્ક, ક્રુઝ અને કેક્ટસ ગાર્ડનનું કર્યું ઉદ્ધાટન

પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે, પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા. જ્યા તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. જેના અમદાવાદથી સીધા જ તેઓ કેવડિયા જવા રવાના થયા હતા. તેઓ હીરાબાને મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં તેઓ વિવિધ 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાનાં છે.

Oct 30, 2020, 04:43 PM IST

ચિલ્ડ્રન પાર્કમાં બાળક બની ગયા પીએમ મોદી, ટ્રેનમાં બેસીને તમામ સ્ટેશન ફર્યાં, Photos

પીએમ મોદીને બાળકો સાથે હંમેશા લગાવ રહ્યો છે, તેથી તેમના માટે આ ખાસ પાર્ક બનાવ્યો છે. અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે

Oct 30, 2020, 03:27 PM IST

ઘરેબેઠા તસવીરો દ્વારા માણો આરોગ્ય વનની મજા, પ્રકૃતિનો પર્યાય છે આરોગ્ય વન

માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. 

Oct 30, 2020, 03:15 PM IST

કનોડિયા બંધુઓની તસવીરને પુષ્પ ચઢાવીને PM બોલ્યા, ‘અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા’

 • કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જ્યાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આઁખ ભીની થઈ ગઈ હતી.

Oct 30, 2020, 02:37 PM IST

કેવડિયાથી Live : 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, પળેપળની માહિતી માટે જોતા રહો ZEE 24 કલાક

 • તેઓ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.

Oct 30, 2020, 11:58 AM IST

આજે હીરાબાને ન મળી શક્યા પીએમ મોદી, પ્રવાસના અંતે ઘરે આવે તેવી શક્યતા

 • પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસના શિડ્યુલ સતત ચેન્જ થતા રહ્યા છે. અગાઉ તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુભાઈના નિધન થતા તેઓના કાર્યક્રમમાં બદલાવ થયો હતો.

Oct 30, 2020, 11:38 AM IST