...આ રીતે સુરતના લગ્ન સમારંભમાં બનશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

ગુજરાતના સુરત શહેરમાં 5 ફેબ્રુઆરીએ 2500 જોડીઓ એકસાથે સાત ફેરા ફરશે

...આ રીતે સુરતના લગ્ન સમારંભમાં બનશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

સુરત : કોઈ પણ વ્યક્તિ માટે લગ્ન જીવનનો ખાસ અસર હોય છે. આ પ્રસંગની ઉજવણી કરવા માટે પારંપરિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોકે લગ્નને સાંકળીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાતના સુરત શહેરમાં. સુરતમાં 5 ફેબ્રુઆરીએ 2500 જોડીઓ એકસાથે લગ્નના સાત ફેરા ફરશે અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરશે. 

હાથમાં લગાવી મહેંદી
4 ફેબ્રુઆરીના દિવસે આ લગ્ન માટે ઉત્સુક તમામ 2500 કન્યાઓના હાથમાં મહેંદી લગાવવામાં આવી છે. આ લગ્નના દરેક સમારોહને ગિનેસ બુક ઓફ વર્લ્ડ ઓફ રેકોર્ડસમાં સ્થાન મળે એ માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ મહેંદી કાર્યક્રમ દરમિયાન આર્ટિસ્ટોને નારંગી રંગના અને દુલ્હનોને લીલા રંગના કપડાં પહેરાવવામાં આ્વ્યા હતા. 

— ANI (@ANI) February 4, 2018

મળતી માહિતી પ્રમાણે લગ્નના દિવસે તમામ જોડીઓ એકસમાન કપડાં અને ઘરેણાં પહેરશે. આ પહેલાં અત્યાર સુધી આવો કોઈ રેકોર્ડ નથી બન્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news