એ સત્યાગ્રહ જેના લીધે બારડોલીના વલ્લભભાઈ બની ગયા દેશના સરદાર! આપણો 'વલ્લભ' જ આપણો 'સરદાર'

બારડોલી દિવસ/સત્યાગ્રહ વિશેષઃ તે સમયે સૌથી વધુ ગીત ફૂલચંદ શાહે લખ્યાં હતાં. તેમના રચાયેલ કાવ્યોએ સત્યાગ્રહીઓમાં જુસ્સો ભરવાનું કામ કર્યુ. સત્યાગ્રહ અને સરદાર પટેલ વિશે અનેક કવિઓએ લખ્યું હતું.

એ સત્યાગ્રહ જેના લીધે બારડોલીના વલ્લભભાઈ બની ગયા દેશના સરદાર! આપણો 'વલ્લભ' જ આપણો 'સરદાર'

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજનો દિવસ એટલેકે, 12 જૂન ગુજરાત અને દેશના ઈતિહાસમાં એક મહત્ત્વની તવારીખ છે. કારણકે, આજના દિવસે જ વર્ષ 1928માં સ્વતંત્રતાની ચળવળના ભાગરૂપે બારડોલી સત્યાગ્રહની લડતનો પ્રારંભ થયો હતો. 12 જૂન 1928ના રોજ બારડોલી લડતની શરૂઆત થઈ હોવાથી આ દિવસે બારડોલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને કદાચ આજના દિવસના કારણે જ દેશને સરદાર મળ્યા હતાં. બારડોલી સત્યાગ્રહ થકી જ ગુજરાતના વલ્લભભાઈ પટેલ દેશમાં સરદાર તરીકે ઉભરી આવ્યાં. આજે બારડોલી દિનના 95 વર્ષ થયા. આપણો વલ્લભ જ આપણો સરદાર! આ ઉક્તિ આજના દિવસના કારણે જ પ્રસ્થાપિત થઈ.

ઉલ્લેખનીય છેકે, ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે ગુજરાતને બારડોલી સત્યાગ્રહમાંથી યુદ્ધગીત મળ્યાં હતાં. 50થી વધુકવિ બારડોલી સત્યાગ્રહ વખતેકવિતા-ગીતો લખવા પ્રેરાયા હતા. ગુજરાતીમાં યુદ્ધગીતો લખાયાનું પ્રદાન બારડોલી સત્યાગ્રહને કારણે જ છે. બારડોલી સત્યાગ્રહ વિશે આ યુદ્ધગીતોએ સાબિત કર્યું હતુંકે, આ લડતનો કેટલો પ્રભાવ છે. તે સમયે સૌથી વધુ ગીત ફૂલચંદ શાહે લખ્યાં હતાં. તેમના રચાયેલ કાવ્યોએ સત્યાગ્રહીઓમાં જુસ્સો ભરવાનું કામ કર્યુ. સત્યાગ્રહ અને સરદાર પટેલ વિશે અનેક કવિઓએ લખ્યું હતું.

સત્યાગ્રહની અહિંસક લડતની સફળ પ્રયોગશાળા બારડોલી રહે છે એવું કહેવામાં પણ કોઈ અતિશ્યોક્તિ નથી. ખેડુતો માટે સત્યાગ્રહની પ્રયોગશાળા બનેલું બારડોલી “ગ્રીન બારડોલી” બની પર્યાવરણ સંરક્ષણ, સૌર ઊર્જા ક્ષેત્રે વિશ્વમાં ઉદાહરણ બને એવું કરવામાં આવે એવી સ્વાતંત્રય સેનાનીઓની લાગણી છે. આ રીતે તેઓ ખરા અર્થમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના વર્ષની ઉજવણી કરવા માંગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news