ગુજરાતીઓને ઝટકો! વીજબિલમાં થશે ધરખમ વધારો, સરકાર આપી રહી છે દાઝ્યા પર ડામ
GUVNLના વધારાને કારણે ગુજરાતમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળનો યુનિટદીઠ બોજો વધીને રૂ. ૩.૬૫ થઈ ગયો છે. આ રીતે ૯ કરોડ યુનિટ વીજળીની ખરીદી કરી છે. આમ મોંઘા ભાવે વીજળી ખરીદાઈ રહી છે અને ગ્રાહકોને ઉંચા ભાવે અપાઈ રહી છે.
Trending Photos
Gujarat Electricity Bill Hike: ગુજરાતના કરોડો ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે ફરી વીજબિલમાં વધારો થઈ શકે છે. ગુજરાતમાં (Gujarat) વિજબિલમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલની જેમ GUVNL ગુજરાતીઓને હળવો ડોઝ આપી રહી છે. આ વખતે યુનિટ દીઠ 36 પૈસાનો વધારો કરાયો છે. આ રકમ એ કરોડોમાં છે. ધીરેધીરે સરકાર ગુજરાતીઓને વીજબિલ ( Elctricity Bill) નો ડામ આપી રહી છે. સરકારે પોતાની કંપનીમાંથી ૧૧૦ ટકા મોંઘા ભાવે વીજળી ખરીદી કરી રહી છે. અને વીજ ગ્રાહકો પર ફરીવાર યુનિટ દીઠ ૩6 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલએ (Guvnl) લિગ્નાઈટનો ઈંધણ તરીકે ઉપયોગ કરીને વીજળી પેદા કરતી પોતાની કંપની પાસેથી જ 110 ટકાના વધારા સાથે વીજળી ખરીદીને ગ્રાહકોને વેચી રહી છે.
અત્રે નોંધવું એ ઘટે કે કેએલટીપીએસ-૩માં લિગ્નાઈટનો ઈધણ તરીકે ઉપયોગ કરીને વીજળી પેદા કરતી ઇંધણ તરીકે વપરાશ થતો હોવાથી યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ યુનિટદીઠ માત્ર રૂ. ૨.૮૦નો આવે છે. તેને બદલે યુનિટદીઠ રૂ. ૫.૮0ના ભાવે વીજળી (Electricity)ખરીદાઈ રહી છે. જેના કારણે ગ્રાહકો પર સતત બોજ વધી રહ્યો છે. હવે દરેક ગ્રાહકે યુનિટ દીઠ 36 પૈસાના વધારા માટે તૈયાર રહેવું પડશે. વીજળીનું બિલ એ સ્લો પોઈઝન છે. જે ધીરે ધીરે ગ્રાહકોને ઝટકો આપી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તો બુમરાણ પાડતા ગુજરાતીઓ માટે વીજબીલ વધી રહ્યું છે.
GUVNLના વધારાને કારણે ગુજરાતમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળનો યુનિટદીઠ બોજો વધીને રૂ. ૩.૬૫ થઈ ગયો છે. આ રીતે ૯ કરોડ યુનિટ વીજળીની ખરીદી કરી છે. આમ મોંઘા ભાવે વીજળી ખરીદાઈ રહી છે અને ગ્રાહકોને ઉંચા ભાવે અપાઈ રહી છે. આ મામલે સરકાર પણ આંખ આડા કાન કરી રહી છે. જેથી તેનો મરો ગ્રાહકોનો થઈ રહ્યો છે. કેએલટીપીએસનો (KLTPS) પ્લાન્ટ ગુજરાત સરકાર (Gujarat goverment)ની જ બીજી કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની દેખરેખ કેઠળ ઓપરેટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલે છેલ્લા પાંચ વર્ષથી વીજળીના દરમાં વધારો ન કરવાનો દાવો કરતી પણ સરકારની પોલ ખૂલી ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ સક્રિય વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતના ૧.૪૦ ગ્રાહ્કોને માથે ૨૨ ટકાનો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતના ગ્રાહકોને માથે ફ્યુઅલ પ્રાઈસ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફો હેઠળ યુનિટદીઠ ચાર્જ ઉપરાંત લેવલ યુનિટદીઠ ચાર્જ રૂા. ૩.૨૯થી વધીને રૂા. ૩.૬૫ થઈ ગયો છે.
સરકારી કંપનીઓ ખાનગી હોય તેમ ચાર્જ વધારી રહી છે. ગુજરાતીઓને કેમ સસ્તા દરે વીજળી અપાય તે પ્રાધાન્ય આપવાને બદલે ઉંચા ભાવે કેમ વીજળી ખરીદાઈ રહી છે એ અહીં સૌથી મોટો સવાલ છે. ગુજરાત વીજ નિયમન પંચે પ્રજાના હિતમાં આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ નિવૃત્ત અધિકારીઓ સરકારની ફેવર લઈ હોદ્દા પર આવેલા હોવાથી પ્રજાના હિતને નેવે મૂકીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ કંપનીઓની ગેરરીતિઓને નજર અંદાજ કરી રહ્યાં છે. વીજ વિતરણ કંપનીઓ માટે મેરિટ ઓર્ડર પ્રમાણે વીજળી ખરીદાય છે કે નહિ તેના પર નજર રાખવાની છે. મેરિટ ઓર્ડરમાં સસ્તી વીજળી પહેલા ખરીદવાનો નિયમ છે. જેનું પાલન કરાતું નથી. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જમાં તેનાથી સસ્તો પાવર મળતો હોવા છતાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ખાનગી ઉત્પાદકો પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદતું આવ્યું હોવાનું જગજાહેર છે. આ વખતે ગુજરાત સરકારની જ વીજ કંપની પાસે ૧૧૦ ટકા ઊંચા ભાવે વીજળી ખરીદી છે. કેએલટીપીએસ-૩ની જેમ જીયુવીએનએલએ જામનગરના સિક્કા ખાતેના પાવર પ્લાન્ટ પાસેથી યુનિટદીઠ રૂા. ૮.૬૮ના યુનિટદીઠ ભાવે વીજળી ખરીદી હતી. કારણો કોઈ પણ હોય પણ ગુજરાતીઓને વીજબીલમાં ઝટકો લાગશે એ નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે