મોદીના મિશન સૌરાષ્ટ્રને સફળ બનાવવા પાટીલ રાજકોટમાં, પ્રધાનમંત્રીના આગમન પહેલાં તડામાર તૈયારીઓ શરૂ
પીએમ મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં અંદાજે 2 લાખથી વધુ લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
- ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની જિલ્લા પ્રમુખો સાથે બેઠક
- પીએમના આગમન પહેલાં પાટીલ રાજકોટની મુલાકાતે
- PM ના કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ
- વન ડિસ્ટ્રીક્ટ વન ડે થકી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ
Trending Photos
ઝી બ્યૂરો, રાજકોટઃ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીઓમાં ભાજપને જીત અપાવવા હવે ખુદ પ્રધાનમંત્રી મોદી સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં ઉતર્યાં છે. એ જ કારણ છેકે, પીએમ મોદી એક બાદ એક કાર્યક્રમો થકી પોતાના ગૃહરાજ્ય પર ભાજપની સત્તા યથાવત રાખવા માટે સતત ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યાં છે. તેથી જ પીએમ મોદીનો આગામી ગુજરાત પ્રવાસે સૌરાષ્ટ્રમાં હોવાથી ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે રાજકોટ ખાતે ભાજપના વિવિધ જિલ્લાઓના પ્રમુખો સાથે બેઠકો કરી રહ્યાં છે. પીએમના આગમન પહેલાં પાટીલ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે.
મોદીના આટકોટ કાર્યક્રમને સફળ કરવા આજે સી.આર. પાટીલે આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા પ્રમુખ સાથે બેઠક શરુ કરી દીધી છે. વન ડીસ્ટ્રીકટ વન ડે કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર ભાજપને સજજ કરવા પાટીલે શરૂ કરી છે ભાજપની પાઠશાળા. સૌરાષ્ટ્ર ખાતે વિવિધ મિટિંગો અને શિબિરો કરીને પાટીલ કાર્યકરોમાં જોશ ભરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે, પીએમ મોદી રૂ.40 કરોડના ખર્ચે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે બનાવેલી 200 બેડની કે.ડી.પરવાડિયા હોસ્પિટલના લોકાર્પણ માટે 28 મેના જસદણના આટકોટ ગામે આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં અંદાજે 2 લાખથી વધુ લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ આવ્યાં છે. જ્યાં પાટીલ પક્ષના કાર્યકરોની સાથો-સાથ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે બેઠકો કરીને સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.
વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ મારફત સી.આર. પાટીલે ફક્ત પક્ષના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહત્ત્વપૂર્ણ મેસેજ જાય તેવું આયોજન કર્યું છે. હાલમાં જ સુરતમાં વન ડિસ્ટ્રીક્ટ વન ડે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યભરના તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા. આ મોડેલથી દરેક જિલ્લામાં તેઓ કાર્યક્રમ યોજશે. જેમાં પાટીલના આગમન સાથે રોડ શો, કાર્યકર્તા સંમેલન, પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક અને એક જાહેરસભાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત જિલ્લામાં ભાજપના અસંતુષ્ટો અને નિષ્ક્રીય થયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ આગામી ચૂંટણીમાં પક્ષના કાર્યક્રમમાં જોડાઇ જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. અસંતુષ્ટ નેતાઓનો અસંતોષ દૂર કરીને ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ આ કાર્યક્રમ મારફત શરૂ થઈ ગયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હાલ ભાજપ પુરી રીતે એક્શન મોડમાં આવી ગયું છે. જેને પગલે પક્ષ દ્વારા ગુજરાતમાં એક બાદ એક કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. પીએમ મોદી પણ સતત ગુજરાત પ્રવાસ ખેડીને અહીં કમળની સ્થિતિ વધુ મજબુત કરવાના પ્રયાસમાં લાગેલા જોવા મળી રહ્યાં છે. બીજી તરફ હવે સરકારના મહત્વપૂર્ણ લોકાર્પણ ચોમાસા બાદ જ થાય તેવા સંકેત છે. આ વચ્ચે સૌથી મહત્ત્વનું છે કે, તેમાં પાટીલના વન ડિસ્ટ્રીક્ટ વન ડેનો જે કાર્યક્રમ છે તે હવે સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લામાં તેઓ આગામી સમયમાં યોજવા જઈ રહ્યા છે. આજની બેઠકમાં તે અંગે પણ પાટીલ તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ સાથે ચર્ચા કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે