કિશોરોએ કરી દેખાડ્યું, રસીકરણ મામલે ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે, આ 5 રાજ્ય મોખરે
7મી જાન્યુઆરીને રવિવારે મેગા ડ્રાઈવ થતી જે કિશોરો શાળા કે કોલેજમાં જતા નથી અથવા તો વેક્સિન માટે ઉપલબ્ધ થયા નથી તેમને ઘરે જઈને પહેલો ડોઝ આપવાનું આયોજન છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં બાળકોનું વેક્સિનેશન કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગુજરાતમાં 15થી 18 વર્ષના વયના બાળકોએ વેક્સિનેશનના પહેલા જ દિવસે કુલ 5.34 લાખ વિદ્યાર્થીઓને કોવિડ 19 સામે રોગપ્રતિકારક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કિશોરવયના બાળકો માટે 9 જાન્યુઆરી સુધી રસીકરણની ડ્રાઈવ ચાલશે.
7મી જાન્યુઆરીને રવિવારે મેગા ડ્રાઈવ થતી જે કિશોરો શાળા કે કોલેજમાં જતા નથી અથવા તો વેક્સિન માટે ઉપલબ્ધ થયા નથી તેમને ઘરે જઈને પહેલો ડોઝ આપવાનું આયોજન છે. ત્યારબાદ 10 જાન્યુઆરીથી સિનિયર સિટિઝન સહિત કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ લાઈન વર્કરોને ત્રીજો ડોઝ આપવા અભિયાન શરૂ થશે. રસી મળવાના કારણે હવે બાળકો પણ સુરક્ષિત થશે તેના કારણે આગામી સમયમાં કોરોનાનો ભય ઘટશે.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, ગુજરાતમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને #COVID19 રસીકરણના પ્રથમ દિવસે જ 5.34 લાખ ડોઝ નિઃશુલ્ક આપી કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ માન. વડાપ્રધાન શ્રી @narendramodi જીનો હૃદયપૂર્વક આભાર. આ કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા બદલ તમામ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અભિનંદન.
ગુજરાતમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને #COVID19 રસીકરણના પ્રથમ દિવસે જ 5.34 લાખ ડોઝ નિઃશુલ્ક આપી કોરોના સામે કવચ પૂરું પાડવા બદલ માન. વડાપ્રધાન શ્રી @narendramodi જીનો હૃદયપૂર્વક આભાર.
આ કાર્યને સફળતા પૂર્વક પાર પાડવા બદલ તમામ આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અભિનંદન. pic.twitter.com/hYAdqSh8KC
— Rushikesh Patel (@Rushikeshmla) January 3, 2022
અત્રે નોંધનીય છે કે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર પાસેના કોબા પાસેની શાળામાંથી ગુજરાતમાં તેનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં કિશોરવયના 36 લાખ બાળકો છે. એ તમામને એક જ અઠવાડિયામાં વેક્સિનેટેડ કરવા રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ છે.
દેશભરમાં પહેલા દિવસે 42 લાખ કિશોરોને રસી
દેશભરમાં કિશોરોના રસીકરણના પહેલા દિવસે સોમવારે કુલ 42 લાખ કિશોરોને રસી આપવામાં આવી હતી. સૌથી વધુ 7.5 લાખ કિશોરોને મધ્ય પ્રદેશમાં રસી અપાઈ હતી. જ્યારે 5.50 લાખ સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. દેશમાં 7.4 કરોડ વસ્તી 15થી 18 વર્ષની વયના કિશોરોની છે. જો આ જ ગતિએ રસીકરણ જારી રહેશે તો માત્ર 18 દિવસમાં આ વયજૂથના તમામ લોકોને પ્રથમ ડોઝ મળી જશે.
18 વર્ષથી ઉપરના વયના 4.28 કરોડથી વધુ નાગરિકોને રસી
કોરોના સામેના રસીકરણને 16મી જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં વેક્સિનની પાત્રતા ધરાવતા 18 વર્ષથી ઉપરના વયના 4.28 કરોડથી વધુ નાગરિકોને રસી મળી ચૂકી છે. સોમવારે ગુજરાતમાં કુલ વેક્સિનેશનના ડોઝની સંખ્યા 9 કરોડને પાસ થઈ ચૂકી હતી. જેમાં માત્ર 4.94 લાખ તો 18 વર્ષથી નીચે 15 વર્ષ સુધીના કિશોરોની હતી. ગુજરાતમાં 18 વર્ષથી ઉપરના વયમાં કુલ 4.93 કરોડથી વધુ નાગરીકો વેક્સિનેશનની પાત્રતા ધરાવે છે. જેમાંથી અઢી કરોડ ઉપરાંત નાગરીકોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે