Unseasonal rain: ખેડૂતોની દશા બેઠી! આ તારીખે મેઘો ગુજરાતને ધમરોળશે, વધુ એક રાઉન્ડની આગાહી
હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8 જાન્યુઆરી પછી તાપમાન સામાન્ય થશે તથા મહિનાના મોટાભાગનો સમય સૂકું હવામાન રહેશે. કમોસમી વરસાદને કારણે રાત્રિ દરમિયાન તાપમાનમાં 4થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં હવાનન વિભાગ દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થઈ હતી જેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટ્યું હતું. આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થશે. જ્યારે હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8 જાન્યુઆરી પછી તાપમાન સામાન્ય થશે તથા મહિનાના મોટાભાગનો સમય સૂકું હવામાન રહેશે. કમોસમી વરસાદને કારણે રાત્રિ દરમિયાન તાપમાનમાં 4થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે.
5થી 8 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પગલે ગુજરાતમાં કમોમસી વરસાદ પડશે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ રહેશે. જેના કારણે ખેડૂતોએ સાવચેત રહેવા સૂચન આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર સહિત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડશે. જ્યારે 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. એટલું જ નહીં 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી નીચું જવાની શક્યતા સેવવામાં આવી છે.
નોંધનીય છે કે સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો હતો. જોકે અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ, ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ફરીથી રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે