children

Valsad માં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, 4 બાળકોએ રમત રમવામાં ધતુરાનું શાક બનાવી ખાધું, તબીયત લથડી

બાળકોએ ધૂતરાનું શાક ખાઈને રમવાનું શરૂ કર્યું હતું, અને રમતા રમતા બેભાન થઈ જતા પરિવારના સભ્યોને જાણ થતાં પરિવાર તેમને આજુબાજુમાં તપાસ કરતા ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા.

Jan 18, 2022, 10:45 AM IST

Saurashtra University Survey: 4 વર્ષના બાળકની પિતાને ધમકી; 'ઓનલાઈન સીરીયલ જોવા દયો નહીંતર મરી જઈશ'

એક પિતાએ ફરિયાદ કરી કે મારો પુત્ર મિત્રો પાસે પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવા ટીવી પર આવતા શો વહેલા નિહાળવા માટે ઓટીટી જુએ છે. જ્યારે અન્ય વાલી કહે છે કે મારી દીકરીને ઓનલાઈન સીરિયલ અને વેબસીરીઝની લત લાગી છે.

Jan 18, 2022, 09:30 AM IST

ભયાનક ધરતીકંપથી 12 ના મોત સેંકડો લોકો ઘાયલ, ભારતના પાડોશી રાષ્ટ્રપર વધારે એક જોખમ

પશ્ચિમી અફઘાનિસ્તામાં સોમવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપમાં અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થયા છે. પશ્ચિમી પ્રાંત બડઘિસનાં કાદિસ જિલ્લામાં અનેક મકાનો તો કેટલાક મકાનોના ધાબા પડી જવાના કારણે મોટા ભાગનાં લોકોનાં મોત નિપજ્યાં છે. જિલ્લાના ગવર્નર મોહમ્મદ સાલેહ પુરડેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજના ધરતીકંપના કારણે 12 થી વધારે મોત અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ધરતીકંપની તિવ્રતા 5.3 રિક્ટર સ્કેલ હતી. 

Jan 18, 2022, 03:17 AM IST

પાણીપુરીના શોખીન લોકો માટે ચેતવણીરૂપ સમાચાર, લારી પર ખાતા પહેલા વાંચી લેજો, નહીં તો સિદ્ધપુરના બાળકો જેવી હાલત થશે

સિદ્ધપુરમાં 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. પાણીપુરી ખાધા બાદ બાળકોની એકાએક તબિયત લથડી હતી. સિદ્ધપુર શહેરમાં બાળકોએ લારી ખાતે પાણીપૂરી ખાધી હતી. જેમાં બાળકોની તબિયત લથડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jan 11, 2022, 03:21 PM IST

અમેરિકામાં 75 લાખ બાળકો કોરોના પોઝિટિવ, ઓમિક્રોનના ખતરાથી બાળકોને સુરક્ષિત રાખવા માટે કરો આ ઉપાય

કોરોના વાયરસ મહામારી દરમિયાન અમેરિકામાં 75 લાખથી વધુ બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (AAP) અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલ એસોસિએશનના નવા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. 

Dec 29, 2021, 05:13 PM IST

રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરનો પગપેસરો! 11 વિદ્યાર્થી અને બે શિક્ષકો સંક્રમિત થતાં ચિંતાના વાદળો ઘેરાયા

રાજકોટ જિલ્લાની અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જેના કારણે શાળાને બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત થયા છે.

Dec 27, 2021, 11:06 AM IST

બાળકો ગણિત ગોખશે નહી, સમજશે: નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળાઓમાં વૈદિક ગણિતનો સમાવેશ

નવી શિક્ષણનીતિ અંતર્ગત સ્કૂલના અભ્યાસક્રમમાં વૈદિક ગણિતનો સમાવેશ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ઇતિહાસ ઉપરાંત પોતાની વિરાસત મુદ્દે પણ આક્રમકતાથી કામ કરવામાં આવી રહ્યું છે. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્માવિષ્ય અંદાજીત 20,000 શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્રથી વિષય તરીકે વૈદિક ગણિતને અભ્યાસમાં જોડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને ગણીત માત્ર ભાર રૂપ વિષય ન લાગે પરંતુ તેનો આનંદ ઉઠાવી શકે અને ગણીતને ગોખવાના બદલે સમજી શકે તે હેતુથી આ યુનિક કોનસેપ્ટ સાથે નવા વર્ષથી પ્રારંભ કરાવવામાં આવશે. 

Dec 26, 2021, 11:01 PM IST

Corona in Kids: ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે ઘાતક સાબિત થશે? રાજકોટમાં ધડાધડ કેસ નોંધાયા!

ધોરાજીમા સ્કૂલનાં શિક્ષકનો કોરોના રિપોર્ટ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. ધોરાજીમા મુસ્લિમ મીડલ સ્કુલના એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

Dec 20, 2021, 01:12 PM IST

ધૂળમાં આળોટીને મોટા થયેલાં બાળકોથી દૂર રહે છે બીમારી! જાણો શું છે કારણ

પહેલાના સમયમાં મોકળા મેદાનમાં ધૂળમાં આળોટી બાળપણ સોળે કળાએ ખીલતું હતું. પણ આજે મેદાન ઘટી ગયા છે અને આઉટડોર રમતોનું મહત્વ પણ. પરંતુ આ  વલણ બાળકો માટે ખુબ જ નુકસાન કારક સાબિત થઈ રહ્યું છે. બાળકોના ઉછેર માટે જેટલું મહત્વ સારા સંસ્કાર આપવાનું છે એટલું મહત્વ બાળ રમતોનું પણ છે. કોંક્રિટના જંગલોમાં ઉંચી ઈમારતો વચ્ચે આજે બાળકો એ આઉટડોર રમતોથી દૂર થઈ રહ્યા છે. ના મેદાન મળે ના તો કોઈ રમવા  માટે સાથીદાર મળે.

Dec 15, 2021, 04:33 PM IST

જામનગરમાં 10 વર્ષના ચૈત્ય શાહે સંસારની મોહમાયા છોડી, એક જ પરિવારમાંથી ત્રણ બાળકોએ દીક્ષા અંગીકાર કર્યો

મૂળ સિહોર નિવાસી વ્યાપારાર્થે છેલ્લા કેટલાક વર્ષથી ચંદ્રકાંતભાઈ જયંતીલાલ શાહ જામનગરમાં સ્થાયી થયેલ પરિવાર અત્યંત ધર્મભાવના ધરાવે છે. આ પરિવારમાં બાળપણથી સંસ્કૃતિ સાત્વિક સંસ્કારોનું બીજારોપણ કરવામાં આવે છે.

Dec 12, 2021, 12:46 PM IST

AHMEDABD: ગુમ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાએ લવ મેરેજ કર્યા, પોલીસ ચોંપડામાં ચોંકાવનારા ખુલાસા

શહેર અને રાજ્યમાંથી ગુમ થતા લોકો ને શોધવા અને પરિવાર સાથે ફરિ મિલન કરાવવું. તે ખૂબ જ અઘરું કામ હોય છે. કારણ કે ગુમ થનાર વ્યક્તિ પોતાની ઓળખ સમાજ અને પોલીસથી છુપાવતો હોય છે. ઉપરાંત પરત આવી ગયા બાદ પણ પોલીસને પરિવાર જાણ નથી કરતો.તેવા જ અમદાવાદ શહેરમાંથી ગુમ થયેલા 151 લોકોને એક અઠવાડિયા ની ડ્રાઈવ દરમિયાન શોધી લેવામાં આવ્યા.

Oct 30, 2021, 05:40 PM IST

માત્ર 24 વર્ષની ઉંમરે 21 બાળકોની માતા બની ગઈ આ યુવતી, કિસ્સો જાણી માથું ભમી જશે

યુવતીએ તેના 21 બાળકોની સાર સંભાળ માટે 16 આયાને કામે લગાડી છે. 

Oct 26, 2021, 10:11 AM IST

ઓહો! હવે આ બ્લૂ કલરવાળું આધાર કાર્ડ ક્યાંથી આવ્યું? જાણી લેજો ક્યાંક તમારે ડખોના પડે!

આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે ઘણું જરૂરી ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડ વિશે બધા જાણે છે. પરંતુ શું તમે બ્લૂ કલરવાળા આધાર કાર્ડ વિશે જાણો છો. જો ન જાણતા હોય તો અમે તમને તેના વિશે જણાવીશું.

Oct 8, 2021, 08:47 AM IST

બાળકો સામે ક્યારેય ભૂલથી પણ ના કરો આવી કોઈ વાત! માતા-પિતાને પડી શકે છે ભારે

પેરેન્ટ્સ ઘણી વખત પોતાના બાળકો પર પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે. ક્યારેક ગુસ્સામાં આવીને કહેલી કેટલીક વાતો બાળકોના દિલમાં એવી લાગી જાય છે કે વગર વિચાર્યે બોલેલા શબ્દો બાળકોના મગજ પર ઉંડી અસર છોડે છે. એક્સપર્ટના અનુસાર બાળકોને આવી વાતો ક્યારેય ના કહેવી જોઈએ.

Oct 4, 2021, 09:15 AM IST

પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પુરી પાડવાનું સરકારનું આયોજન

પ્રાથમિક શિક્ષણથી જ બાળકોને શ્રેષ્ઠ કેળવણી પૂરી પાડીને ગુજરાતને આ ક્ષેત્રમાં પણ નંબર-૧ બનાવવા રાજ્ય સરકારનો સંકલ્પ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. વ્યક્તિ નિર્માણ થકી દેશના નિર્માણનું કાર્ય શિક્ષકો સુપેરે નિભાવી રહ્યા છે. સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ 'નિપુણ ભારત' મિશન અંતર્ગત રાજ્યના શિક્ષકોને તાલીમબદ્ધ કરવા 'નિષ્ઠા ૩.૦' તાલીમ શિબિરનો પ્રારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો. 'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦'માં કરવામાં આવેલા ફેરફારો અને ભલામણોને આવરી લઈને નિષ્ઠા ૩.૦ ના સમગ્ર અભ્યાસક્રમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. 

Oct 1, 2021, 09:24 PM IST

પ્રેક્ટિકલ શિક્ષણ: SURAT માં બાળકોને ચિત્ર દેખાડીને નહી ઉગાડીને શાકભાજી અંગે ભણાવાય છે

મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને શાકભાજી અંગે જ્ઞાન મળે અને તેઓ પણ ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષાય તે ઉદ્દેશથી સ્કૂલના મુખ્ય શિક્ષક દ્વારા સ્કૂલના ટેરેસ ઉપર ગાર્ડન ફાર્મિંગ કરવામાં આવ્યું છે. અહીં અલગ અલગ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે. જેનાથી એક તરફ તો વિદ્યાર્થીઓને શાકભાજીનું જ્ઞાન મળે છે તો બીજી તરફ તેઓ પણ પોતાના ઘરે આ પ્રકારે શાકભાજી ઉગાડતા શીખે છે. 

Sep 21, 2021, 10:35 PM IST

ગુજરાતની આ છે હરતીફરતી સરકારી શાળા, અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાનો બાળકોને કરાવે છે એહસાસ

હાર્દિક દીક્ષિત/ વડોદરા: વડોદરામાં એક એવી પણ સરકારી શાળા છે કે જે ગરીબ વિદ્યાર્થીઓના ઘરે જઈને બાળકોને પોતે અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા હોવાનો એહસાસ કરાવે છે. ક્યારે પણ કોમ્પ્યુટરને હાથ ન લગાડનાર ગરીબ બાળકો આજે એસી કલાસ રૂમમાં બેસી કોમ્પ્યુટરમાં અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે.

Sep 20, 2021, 02:34 PM IST

ત્રીજી લહેરની એન્ટ્રી? મુંબઈમાં બાળકો અને ટીનેજર્સમાં કોરોનાના કેસ જંગી વધારો

દેશમાં કોરોના વાયરસના (Coronavirus) બીજી લહેરની અસર લગભગ સમાપ્ત થઈ રહી છે. થાડો સમયની રાહત બાદ ત્રીજી લહેરનો (Corona Third Wave) ખતરો મંડરાઈ છે. નિષ્ણાતોએ કહ્યું છે કે, ત્રીજી લહેરની વધુ અસર બાળકો (Child) પર જોવા મળશે

Aug 31, 2021, 07:03 PM IST

અનોખો ભાઇ: પતિ કોમામાં જતા આર્થિક સંકડામણમાં આવેલા પરિવારના બાળકોની જવાબદારી સુરતી વેપારીએ ઉઠાવી

કોરોના કાળમાં અનેક પરિવારો આર્થિક રીતે તો ભાંગી જ પડ્યા છે, પણ પરિવારઓની લાગણીઓ પણ વેર-વિખેર થઈ ગઈ છે. અનેક પરિવારે પોતાના સ્વજનો કોરોનામાં ગુમાવ્યા છે. જેમને તેઓ આજે પણ યાદ કરીને આંસું સારી રહ્યા છે. આજે રક્ષાબંધન,ભાઈ-બહેનનનો તહેવાન છે, ત્યારે આજે અનેક ભાઈઓના કાંડા સુના પડશે તો ક્યાક બહેન પોતાની વીરાને રાખડી નહીં બાંધી.

Aug 22, 2021, 11:57 PM IST

શિક્ષણના નામે મિંડુ: શાળા હોવા છતાં આ ગામના બાળકો આજે પણ શિક્ષણથી વંચિત

છોટાઉદેપુર જિલ્લાના પીપળવાણી ગામની શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ગેરહાજરીને લઈ કંટાળેલા ગામ લોકોએ આખરે શાળા પર તાળાં બંધી કરી પોતાનો રોષ ઠાલવ્યો.

Aug 18, 2021, 10:21 PM IST