બાળકો

અઢી મહિનામાં બાળકનુ બે વાર થયું અપહરણ, હવે પોલીસ રોજ બાળકને મળવા આવે છે

અઢી મહિનાના સમયગાળા દરમિયાન શ્રમજીવી પરિવારનાં બાળકનું બે વખત અપહરણ થઇ જતા અડાલજ પોલીસ દ્વારા બાળક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે દિવસમાં એકવાર વિઝિટ કરીને તેના ભરણપોષણની પણ જવાબદારી નિભાવવાની કામગીરી ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારનાં ભોળપણનો ફાયદો ઉઠાવી નવજાત શિશુનુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી નર્સની ઓળખ આપીને અપહરણ કરાયું હતું. 

Jun 15, 2021, 07:27 PM IST

સુરત : ઘરેથી રમવા માટે નિકળેલા 4 બાળકો નદીમાં ડુબ્યાં, 40 કલાકે મૃતદેહ મળ્યાં

શહેરમાં ઉમરગામ નજીક તાપી નદીમાં ગત્ત 9 ડિસેમ્બરે નાહ્વા માટે ગયેલા 4 બાળકો પૈકી 3નાં ડુબી જવાના કારણે મોત નિપજ્યાં હતા. જ્યારે 1 બાળક બચી ગયું હતું. ચાર બાળકો પૈકી ડુબી ગયેલી 1 બાળકીનો મૃતદેહ 40 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો છે. એક જ પરિવારના ભાઇ-બહેનોનાં ડૂબી જવાનાં કારણે મોત નિપજ્યાં હતા જેના કારણે પરિવાર પર આભ ફાટ્યું હતું. પાર્લેપોઇન્ટના સુન્દરમ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે નોકરી કરતા પ્રેમસિંહ થાપાની પુત્રી સુનિતા થાપા (10) પુત્ર પ્રતિપ થાપા (8) પોતાના મિત્રો રાહુલ અને નીરુ સાથે  ઉમરાગામ નજીકનાં તાપીના કિનારે રમી રહ્યા હતા. 

Dec 11, 2020, 11:34 PM IST

જે શાળામાં બાળકોને દાખલ કરવા થાય છે પડાપડી, ત્યાં હવે યુવતીઓ પણ કરી શકશે અભ્યાસ

  સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી છોકરીઓને પણ સૈનિક શાળામાં જોડાવા માટેના દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ આગામી શૈક્ષણિક સત્રથી પ્રારંભિક સ્તરે ધોરણ VI થી છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. કુલ જગ્યાઓમાંથી દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ બંનેમાંથી જે પણ વધુ હોય એટલી જગ્યાઓ છોકરીઓ માટે અનામત રાખવામાં આવશે.

Oct 20, 2020, 08:47 PM IST

ચાઈના સાથે ભારતના વણસેલા સંબંધે બાળકોના ચહેરાનું સ્મિત છીનવ્યું

કોરોના લોકડાઉન અને ચાઈના સાથે ભારતના વણસેલા સંબંધે બાળકોના ચહેરાનું સ્મિત વધારે મોંધુ બનાવ્યું છે. રમકડાના વ્યવસાયમાં 30થી 40 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. બીઆઇએસ (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) લાગુ પડતાં રમકડાં કંપનીથી લઈ દુકાન સુધીની ચેઇન તુટી પડી છે. 

Oct 5, 2020, 03:58 PM IST

લોકડાઉનના નિયમ તોડી ખોલી દીધી સ્કૂલ, રિઝલ્ટ લેવા પહોંચી ગયા બાળકો

કોરોના વાયરસસ (Covid-19)થી બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ ખતરો છે. કોરોના (Coronavirus) વિરૂદ્ધ જ્યારે દેશમાં કાર્યવાહી શરૂ થઇ તો સૌથી પહેલાં સ્કૂલ બંધ કરવામાં આવી હતી. રાજકોટમાં એક સ્કૂલે લોકડાઉનના નિયમના ધજાગરા ઉડાવતાં સ્કૂલ ખોલી દીધી હતી. સ્કૂલમાં હજારો બાળકો પણ એકઠા થઇ ગયા અને આખુ ગુજરાત કોરોનાને સામે લડાઇ લડી રહ્યું છે ત્યારે આ લડાઇમાં ગુજરાત ફરી પાછળ ધકેલાઇ ગયું.  

May 4, 2020, 12:00 AM IST

બાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય

ઘરેલુ ઉપચાર બાળકોની શરદી-ખાંસીમાં રાહત પહોંચાડી શરદી ખાંસીમાં રાહત આપી તેમની રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવે છે. 

Apr 20, 2020, 03:56 PM IST
Prevalence Of Serious Diseases In Children Increased In Rajkot And Mehsana PT4M8S

રાજકોટ, મહેસાણામાં બાળકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું

મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટ અને આરોગ્ય મંત્રીના વિસ્તાર મહેસાણામાં જ બાળકોમાં ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાજકોટ જિલ્લામાં 302 બાળકો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં હૃદય રોગના 202 બાળકો, કિડનીની બીમારીના 47 અને કેન્સરથી 53 બાળકો પીડાઈ રહ્યા છે. જ્યારે મહેસાણામાં 140 બાળકો ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. જેમાં હૃદય રોગથી 110 બાળકો, કિડનીની બીમારીથી 21 અને કેન્સરથી 9 બાળકો પીડાઈ રહ્યા છે.

Mar 3, 2020, 05:05 PM IST
Jamnagar Unique planning for children PT1M28S

જામનગર : બાળકોમાં દેશી રમતો બાબતે જાગૃતી કેળવવા અનોખુ આયોજન...

જામનગર : બાળકોમાં દેશી રમતો બાબતે જાગૃતી કેળવવા અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મોટા પ્રમાણમાં બાળકો હાજર રહ્યા હતા.

Mar 1, 2020, 11:25 PM IST
Two months ago the bodies of buried children were taken out PT2M19S

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા...

ભાવનગર: મહિનાઓ અગાઉ દાટી દેવાયેલા બાળકોનાં મૃતદેહ બહાર કઢાયા હતા. મામલતદાર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લે્ખનીય છે કે, હત્યાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Mar 1, 2020, 10:10 PM IST

ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા

જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા. 

Feb 14, 2020, 09:46 PM IST
Children Celebrate Unique Valentine's Day In Ahmedabad PT4M25S

Valentine's Day: અમદાવાદમાં બાળકોએ કરી વેલેન્ટાઇન્સ ડેની અનોખી ઉજવણી

અમદાવાદના નારણપુરમાં આવેલા ઘરડા ઘરમાં વેલેન્ટાઈન ડેની વિશેષ ઉજવણી કરાઈ હતી. જીવન સંધ્યામાં રહેતા વૃદ્ધો સાથે નાના ભૂલકાઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડે મનાવ્યો હતો. જીવન સંધ્યામાં રહેતા 185 જેટલા વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. નાના ભૂલકાઓ અને વૃદ્ધોએ એકબીજાને પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.

Feb 14, 2020, 06:10 PM IST
Side Effects Of Medicine To 100 Children In Palasana Of Surat PT3M6S

સુરતના પલસાણામાં 100 બાળકોને દવાની આડઅસર

પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીના બાળકોને પ્રાઇવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલ દવાને કારણે બાળકોને આડઅસર થઇ છે. આશરે 250થી વધુ બાળકોને દવા આપવામાં આવી હતી. હાલ ફેલાઈ રહેલા વાઇરસને રોકવાનું કહી દવા આપવામાં આવી હતી. 250માંથી 100 જેટલા બાળકોને દવાની આડઅસર થઈ છે.

Feb 6, 2020, 06:25 PM IST
chhota udepur Milk pouches of sanjivani scheme found on the road video on zee 24 kalak PT36S

છોટાઉદેપુર: બાળકોના આપવાના દૂધના પાઉચ કોતરમાં ફેંકાયેલા મળ્યાં

છોટાઉદેપુરના નસવાડીમાં સંજીવની યોજનાનું દૂધ કોતરમાંથી મળ્યું. 30 તારીખનું તાજુ દૂધ કોણે ફેંક્યું રસ્તામાં? કોણ છે સુપોષણ અભિયાનના દુશ્મન?

Jan 31, 2020, 09:00 AM IST
Students of valsad work instead of Studying PT3M6S

આદિવાસી બાળકો પાસે કરાવાતી હતી મજૂરી, વીડિયો થયો વાયરલ

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ સંચાલિત પ્રાથમિક શાળા જીરવલ ખાતે આદિવાસી બાળકો પાસે મજૂરી કામ કરાવાતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ચાલુ શાળાએ ધોરણ છથી આઠના આદિવાસી બાળકો નદીમાં કપડાં ધોવાનું કાર્ય કરી રહ્યા હતા અને આ વીડિયો વાયરલ બન્યો છે.

Jan 28, 2020, 04:35 PM IST
Death rate of Newborn babies at Jamanar PT3M44S

જામનગરમાં છેલ્લા 2 મહિનામાં 139 નવજાત શિશુના મોત

જામનગરમાં છેલ્લા 2 મહિનામાં 139 નવજાત શિશુના મોત થયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંકડા પ્રમાણે નવેમ્બર મહિનામાં 71 અને ડિસેમ્બર મહિનામાં 68 મોત નોંધાયા છે. આમ, છેલ્લા 1 વર્ષ માં કુલ 639 નવજાત શિશુના મોત થયા છે.

Jan 5, 2020, 12:45 PM IST
Two Children Killed In Leopards Attack In Surat District PT12M28S

સુરતમાં દીપડાનો હાહાકાર: જિલ્લામાં બે દિવસમાં બે બાળકોના મોત

સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડા, મહુવા અને બારડોલીમાં ખૂંખાર દીપડાઓ દેખાવવા સામાન્ય બાબત છે. પરંતુ માંડવી તાલુકામાં દીપડો માનવભક્ષી બની ગયો છે. પહેલા અરેઠ ગામની સીમમાં 7 વરસના બાળક પર હુમલો કરી ઇજા પોહચડી હતી. ત્યારબાદ પાતલ ગામની સીમમાં ડાંગ આહવાથી શેરડી કાપવા આવેલા મજૂર પરિવારની 3 વરસની બાળકીનું મારણ કર્યું હતું. જોકે આ ઘટના બાદ માંડવી તાલુકામાં દહેશત જોવા મળી રહી છે.

Jan 4, 2020, 04:05 PM IST

ગુજરાત: 18 વર્ષ સુધીનાં બાળકોનાં ચકાસણીનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઝીરો થી ૧૮ વર્ષના બાળકોની ચકાસણી દરમ્યાન ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. ૭૦૦ બાળકો કેન્સર જેવી ભયંકર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું. જ્યારે ગુટકા તમાકુ ને કારણે ૧૨ લાખથી વધુ બાળકો દાંતની બીમારીનો ભોગ બન્યા હોવાની વાત પણ સામે આવી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી તપાસ ના અત્યાર સુધીના આંકડા આપતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

Jan 3, 2020, 10:24 PM IST

કોટા: જેકે લોન હોસ્પિટલમાં મચ્યો હાહાકાર, માસૂમોની સંખ્યા 102ને પાર

જિલ્લાની જેકે હોસ્પિટલમાં માસૂમોના મોત અટકવાનું નામ લઇ રહી નથી. ડિસેમ્બરથી માંડીને અત્યાર સુધી 102 બાળકોના મોત થયા છે. હોસ્પિટલમાં સંશોધનોમાં અભાવ છે તો ચારેય તરફ ગંદકી પણ ફેલાયેલી છે. સંભાગની સૌથી મોટી હોસ્પિટલ વેન્ટીલેટર પર છે તો આ બાળકોના મોત આખા દેશમાં રાજકારણ પણ થઇ રહ્યું છે.

Jan 2, 2020, 02:08 PM IST

કોટા: જેકે લોન હોસ્પિટલમાં 48 કલાકમાં 10 બાળકોના મોત, કારણ જાણી શકાયું નથી

જેકે લોન હોસ્પિટલમાં ગત 2 દિવસમાં 10 બાળકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ બધા પીઆઇસીયૂ (Pediatric intensive care unit) અને એનઆઇસીયૂ (Neonatal intensive care unit)માં ભરતી હતા. તેમાંથી 4 બાળકો એકથી ચાર દિવસના હતા, તો બીજા 3 બાળકો દોઢથી પાંચ, એક બાળક નવ મહિના અને એક બાળક 1 વર્ષનું હતું. 

Dec 25, 2019, 11:53 AM IST