ગુજરાતના પ્રથમ કોરોના દર્દી નદીમની કોરોનામાં સેવા, દર્દી અને સ્વજનોને આપી હિંમત

સમગ્ર રાજ્યમાં રાજકોટના નદીમ નામના યુવકને પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. તે સાઉદી અરેબિયાના પ્રવાસથી રાજકોટ ખાતે આવ્યો હતો.

ગુજરાતના પ્રથમ કોરોના દર્દી નદીમની કોરોનામાં સેવા, દર્દી અને સ્વજનોને આપી હિંમત

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસ વધી રહ્યા છે. ગુજરાત (Gujarat) નો પ્રથમ કેસ જે યુવાનને આવ્યો હતો તે યુવાન આજે રાજકોટના ચૌધરી હાઇસ્કુલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગે છે ત્યાં દર્દીઓ અને તેમના સ્વજનોને પાણી પીવડાવે છે અને સ્વજનો અને દર્દીને હિંમત આપે છે કે ડરશો નહીં. લોકોની સેવા કરે છે, નદીમ સેવિંગીયાએ જણાવ્યું હતું કે મારા માતા-પિતાએ કહ્યું કે દર્દીઓને પાણી પીવડાવો પુણ્ય મળે.

19 માર્ચ 2020 ના રોજ નદીના કોરોના પોઝિટિવ (Coronavirus) આવ્યો હતો એ ગુજરાત (Gujarat) નો પ્રથમ કેસ હતો.આ યુવાન નદીમ સેવિંગીયા (Nadeem Sevingiya) કોરોના દર્દીઓના સ્વજનો માટે નિશુલ્ક પાણીની સેવા શરૂ કરી છે. નદીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સારવાર લેવા આવેલા દર્દીઓને તેમજ તેમના સગાઓને નિઃશુલ્ક પાણી આપે છે.

કોરોનાની બીજી લહેર ખૂબ ભયંકર
નદીમ સેવિંગીયા (Nadeem Sevingiya) એ જણાવ્યું કે, કોરોનાની પ્રથમ લહેરમાં જે પ્રકારના કેસ સામે આવ્યા હતા તેના કરતાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હું દર્દીઓના સગાઓને માત્ર એક જ અપીલ કરું છું કે, સાવચેતી રાખે અને પોતાના ઘરમાં જ રહે. પોઝિટિવ દર્દી રસ્તા ઉપર ફરે નહીં અને પોતાને હોમ ક્વોરોટાઇન રાખે. તેમજ, ડૉક્ટરની સલાહ મુજબ સારવાર લે. 

કોણ છે નદીમ સેવિંગીયા?
સમગ્ર રાજ્યમાં રાજકોટના નદીમ નામના યુવકને પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. તે સાઉદી અરેબિયાના પ્રવાસથી રાજકોટ ખાતે આવ્યો હતો. ત્યારબાદ, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ 17 દિવસ સુધી તેની સારવાર આપવામાં આવી હતી. જ્યારે, તેના પરિવારને રાજકોટના પથિકાશ્રમમાં ક્વોરોટાઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, નદીમ તેમજ તેના પરિવારના સભ્યો પણ ખૂબ જ ચિંતિત હતા. તેમજ તેમની માનસિક સ્થિતિ પણ બગડી ગઈ હતી. 

હાલ નદીમ પોતાના મિત્રો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓ તેમજ દર્દીઓના સગાને નિઃશુલ્ક પાણીની સેવા આપી રહ્યો છે. તેમજ, દર્દીઓને પણ અપીલ કરી રહ્યો છે કે, કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news