આયુષ્માન કાર્ડધારકો માટે સૌથી મોટા સમાચાર; ગુજરાતની 300 હોસ્પિટલોમાં આ 4 દિવસ નહીં થાય સારવાર!

Ayushman Card: ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલો 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY અંતર્ગત થતી સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ છે પેમેન્ટ...જી હાં પેન્ડિંગ પેમેન્ટની ચુકવણી ત્વરિત નહિ થાય તો તારીખ 26થી 29 સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આયુષ્માન કાર્ડધારકો માટે સૌથી મોટા સમાચાર; ગુજરાતની 300 હોસ્પિટલોમાં આ 4 દિવસ નહીં થાય સારવાર!

Ayushman Card, ઝી બ્યુરો/ગાંધીનગર: PMJAY કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલો 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY અંતર્ગત થતી સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ છે પેમેન્ટ...જી હાં પેન્ડિંગ પેમેન્ટની ચુકવણી ત્વરિત નહિ થાય તો તારીખ 26થી 29 સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખાનગી હોસ્પિટલને કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવવાનું બાકી હોવાના લીધે હોસ્પિટલ સંચાલકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વખત રજૂઆત કર્યા છતાં પણ હજુ સુધી પૂરતું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી. આ નિર્ણયના લીધે હૃદય રોગ, કિડની અને ઓર્થો. સહિતના દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડશે. સરકારની લોકપ્રિય યોજનામાં સેવા આપતી હોસ્પિટલો બાકી પેમેન્ટના લીધે વેન્ટિલેટર પર આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. એસોસિયેશને જાહેરમાં માગણી કર્યા પછી સરકારે માત્ર 5થી 10 ટકા જેટલું પેમેન્ટ રિલીઝ કર્યુ છે. પરંતુ આટલું પેમેન્ટ હોસ્પિટલ ચલાવવા માટે પૂરતું નથી.

શું મળે છે ફાયદો
તેના દવારા આર્થિક રીતે નબળા લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવારની સુવિધા મળે છે. જો કે ગુજરાતમાં આ રકમમાં વધારો કરીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે તમને 10 લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ મળી શકે છે. તે હેઠળ કોરોના, કેન્સર, કિડની, હાર્ટ, ડેંગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, ડાયાલિસિસ, ઘૂંટણ ટ્રાન્સ્પ્લાન્ટ, વંધવ્ય, મોતિયા જેવી અનેક ગંભીર બીમારીઓનો વિનામૂલ્યે સારવાર થાય છે. આ યોજનાનો ફાયદો ગરીબી રેખાની નીચે જીવતા, અનુસૂચિત જાતિ, ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો અને ટ્રાન્સજેન્ડરોને મળે છે. આયુષ્માન કાર્ડનો ફાયદો સરકારી અને પ્રાઈવેટ બંને હોસ્પિટલોમાં મળે છે. 

નોંધનીય છે કે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી યોજનામાં આશરે 4.5 કરોડ લોકો જોડાઈ ચુક્યા છે. જેના દ્વારા સરકાર 5 લાખ સુધીની સારવાર ફ્રી ઉપલબ્ધ કરાવે છે. યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય છે. યોજના દ્વારા પાત્ર લોકોને આયુષ્માન ગોલ્ડન કાર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા તે પસંદગીની હોસ્પિટલમાં જઈને ફ્રી સારવાર કરાવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news