પાટીદારોના સંમેલનમાં હાર્દિક પટેલની કેમ કરાઈ બાદબાકી, લાલજી પટેલે આપ્યું આ નિવેદન

Hardik Patel : હાર્દિક પટેલની ગેરહાજરી વિશે એસપીજીના લાલજી પટેલે આ વિશે જણાવ્યું કે, મહેસાણા જિલ્લા પૂરતા સિમિત આગેવાનોને જ આમંત્રણ હતું. વિજાપુર, વિસનગર, ઊંઝા, પાટણના ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોને હાજરી આપી હતી

પાટીદારોના સંમેલનમાં હાર્દિક પટેલની કેમ કરાઈ બાદબાકી, લાલજી પટેલે આપ્યું આ નિવેદન

Mehsana Patidar Samaj : હાલ ચારેતરફ ગુજરાતની ચર્ચા થઈ રહી છે. મહેસાણામાં મળેલા પાટીદારોના કાર્યક્રમમાં મોટો મુદ્દો ઉઠ્યો. મહેસાણા ખાતે યોજાયેલ પાટીદાર સ્નેહ મિલન સમાહોરમાં ગુજરાતભરમાંથી પાટીદારો ઉમટ્યા હતા. જેમાં પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત કરવાનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે આ સ્નેહમિલનમાં એક નેતાની ગેરહાજરી આંખે ઉડીને વળગે તેવી છે. મહેસાણામાં પાટીદાર સમાજનો મોટો કાર્યક્રમ હતો. CMથી માંડીને મંત્રીઓ, નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ કાર્યક્રમનું આમંત્રણ કોંગ્રેસના MLA ને પણ હતું પણ હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળી હતી.. આંદોલનમાં સક્રિય રહેલા હાર્દિક પટેલ સામાજિક કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ચર્ચાનું બજાર ગરમ થયું છે. 

ગઈકાલે મહેસાણામાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન થયું હતું. આ શક્તિ પ્રદર્શન લોકસભાની ચૂંટણી પહેલા વધુ ફોકસમાં આવ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ શક્તિ પ્રદર્શનમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ હાજર રહ્યા હતા. રાજકીય અને ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજર રહી હતી. આ મહાસંમેલનમાં કડવા અને લેઉવા પાટીદારના મોટા નેતા પણ જોડાયા હતા. ત્યારે કાર્યક્રમમાં જો કોઈ ન દેખાયુ, તો તે હાર્દિક પટેલ હતા. પાટીદારોનું નામ પડે અને હાર્દિક પટેલ ન હોય તેવુ તો બને જ નહિ. ત્યારે સૌને એવો સવાલ હતો કે, હાર્દિક પટેલ કેમ હાજર રહ્યા ન હતા. કેમ હાર્દિક પટેલની કાર્યક્રમમાંથી બાદબાકી કરાઈ હતી. ત્યારે હાર્દિક પટેલની ગેરહાજરી વિશે એસપીજીના લાલજી પટેલે આ વિશે જણાવ્યું કે, મહેસાણા જિલ્લા પૂરતા સિમિત આગેવાનોને જ આમંત્રણ હતું. વિજાપુર, વિસનગર, ઊંઝા, પાટણના ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોને હાજરી આપી હતી.

અનામત આંદોલન બાદ SPG ફરીથી મોટી સંખ્યામાં પાટીદારો એક મંચ પર આ કાર્યક્રમ થકી આવ્યા હતા. અનામત આંદોલન બાદ પ્રથમવાર spg નું મોટું સંમેલન યોજાયું. જેમાં હજારો પાટીદારો સંમેલનમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે, એસપીજીમાંથી જ પાસનો ઉદભવ થયો હતો. આ કાર્યક્રમમાં પાસના કોઈ સદસ્યને આમંત્રણ અપાયુ ન હતું. માત્ર હાર્દિક પટેલ જ નહિ, પાસના સદસ્યો અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, મનોજ પનારા પણ કાર્યક્રમમાં દેખાયા ન હતા. આ કાર્યક્રમમાં માત્ર ધાર્મિક સંસ્થા અને રાજકીય આગેવાનોને જ આમંત્રણ અપાયુ હતું. આ રાજકીય આગેવાનો પણ ઉત્તર ગુજરાત સુધી સિમિત હતા. તેથી હાર્દિક પટેલ કાર્યક્રમથી ગાયબ હતા. 

પ્રેમલગ્ન કરી ભાગતી યુવતીઓ માટે મોટા સમાચાર
આ પ્રસંગે મહેસાણામાં એસપીજીના સભ્યોએ ફરીથી પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રેમલગન માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય કરાશે. તો નિતિન પટેલે સંમેલનને સામાજિક સંમેલન ગણાવ્યું હુતં. પ્રેમ લગ્ન માટે માતા પિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે નિતિન પટેલે જણાવ્યું કે, દિકરીઓને ભગાડી જવાના બે પ્રકારના કિસ્સા જોવા મળે છે. વિધર્મી દ્વારા ખોટા નામ રોજગાર અને ઓળખ છુપાવી હિન્દુ ધર્મની યુવતીઓને ફસાવવી. તેમની સાથે છેતરપીડી કરી તેમનુ ધર્મ પરિવર્તન કરાવવું. આ લવ જેહાદની સમસ્યા આખા દેશનું દુષણ બન્યું છે. આ સિવાય હિન્દુ દિકરીઓે દ્વારા પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી અંગે અનેક સમાજે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. બંધારણીય સમસ્યાઓ છે તેમાં સંશોધન કરી કોઇને ન નડે એવો રસ્તો નિકાળવો જોઇએ. આ માટે યોગ્ય કાયદાકીય જોગવાઇ કરવી જોઇએ. મુખ્યમંત્રીએ સામે ચાલીને આ મુદ્દે વિચારણા કરી છે. મહેસાણાનુ આ સંમેલન કોઇ પણ પ્રકારે રાજકીય નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news