હાર્દિક પટેલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર, કરી દીધી 'આ' ડિમાન્ડ

હાર્દિકે પોતાના કાગળમાં જણાવ્યું છે કે  જપ્ત થયેલ વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધે છે. 

હાર્દિક પટેલે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને લખ્યો પત્ર, કરી દીધી 'આ' ડિમાન્ડ

ગૌરવ પટેલ, અમદાવાદ : પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા નેતા હાર્દિક પટેલે હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને લોકડાઉન દરમિયાન લોકોના વાહન જપ્ત નહી કરવા તેમજ દંડ લીધા વગર વાહનો છોડવા રજુઆત કરી છે. હાર્દિકે આ માગણી કરતી વખતે ઓડિસા હાઈકોર્ટનો તાજેતરનો આદેશનો સંદર્ભ પત્રમાં ટાંક્યો છે.

હાલમાં ઘણીવાર લોકડાઉન દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે બહાર નીકળતા લોકોના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. હાર્દિકે દલીલ કરી છે કે જરૂરી ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે વાહનો જપ્ત કરવા અયોગ્ય છે. બિનજરૂરી રીતે વાહનો જપ્ત થવાથી લોકોની મુશ્કેલી વધી શકે છે તેમજ લોકો અને પોલીસ વચ્ચે ખોટું ઘર્ષણ વધવાની શક્યતા છે. 

હાર્દિકે પોતાના કાગળમાં જણાવ્યું છે કે જપ્ત થયેલ વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધે છે. હાર્દિકે કોઈ વ્યક્તિ વાજબી કારણોસર વાહન લઈને ઘરની બહાર નીકળ્યો છે કે નહિ તેની વ્યવસ્થા કરવા માટે સોસાયટી/એપાર્ટમેન્ટના પ્રમુખને લેખિત ચિઠ્ઠી કરી આપવાની માર્ગદર્શિકા જાહેર કરી શકાય તેવું સુચન કર્યુ છે.  તેણે કલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લોકોના વાહનો જપ્ત કરવામાં ન આવે તેમજ જે વાહનો જપ્ત કર્યા છે તેમાં દંડ વસુલ કરવાના બદલે ફક્ત લેખિત બાંહેધરી લઈને છોડી મુકવામાં આવે તેવી માગ પણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news