સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જતા પ્રવાસીઓ સાવધાન! આ નહી વાંચો તો જરૂર પસ્તાશો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં  પ્રવાસીઓ નો ધસારો વધ્યો છે. વ્યૂ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારાવાનાં પ્રયાસો કરી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિદેશો નાતાલના પર્વ ધૂમધામથી ઉજવાય છે. તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે. જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જતા પ્રવાસીઓ સાવધાન! આ નહી વાંચો તો જરૂર પસ્તાશો

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રાજાઓમાં  પ્રવાસીઓ નો ધસારો વધ્યો છે. વ્યૂ ગેલેરીની ટિકિટો 31 ડિસેમ્બર સુધીની હાઉસ ફૂલ થઇ જતા તંત્ર દ્વારા સુરક્ષા સાથે વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બસોની સુવિધાઓ પણ વધારાઈ આ રજાના દિવસોમાં તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓની સવલત વધારાવાનાં પ્રયાસો કરી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સૌથી વધુ પ્રવાસીઓ હાલ આવી રહ્યા છે. ગુજરાત સહીત સમગ્ર ભારત અને વિદેશો નાતાલના પર્વ ધૂમધામથી ઉજવાય છે. તહેવારનો માહોલ નવા વર્ષના વધામણાં એટલે 31 ડિસેમ્બર સુધી ચાલશે. જેથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ગાળવાનું પસંદ કરે છે.

અત્યારે રોજના  25 હજાર પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે. 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટોનું 100 ટકા બુકિંગ થઇ ગયું છે. હાલ પ્રવાસીઓને માત્ર 150 રૂપિયાની ટિકિટ મળી રહી છે, ત્યારે પ્રવાસીઓમાં વ્યૂઇંગ ગેલેરી નહિ જોઈ શકવાનો રોષ છે. પરંતુ તંત્ર પણ આ બાબતે લાચાર છે અને કહી રહ્યા છે કે વ્યૂહ ગેલેરીની ટિકિટ 100 ટકા બુકિંગ થઇ છે પરંતુ 150 વળી ટિકિટ (કે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નીચેથી જોઇ શકાય છે પરંતુ વ્યુઇંગ ગેલેરી જોઇ શકાતી નથી.) તો પ્રવાસીઓને ઓનલાઇન અને ઓફ લાઈન પણ મળશે. આ સિવાય ઘણું બધું જોવાનું છે ની વાત સાથે 100 બસો પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા કરી છે.

જો કે આ તમામ વચ્ચે એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રવાસીઓ અથવા તો તેમનાં એજન્ડ વ્યુઇંગ ગેલેરી જોવા માટે અવનવા કિમીયાઓ અપનાવી રહ્યા છે. તેઓ અન્ય પ્રવાસીઓની ટીકિટની ઝેરોક્ષ કરીને વ્યુઇંગ ગેલેરી જોવા માટેની લાઇનમાં લાગી જાય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યુઇંગ ગેલેરી જોઇ પણ આવે છે. જો કે આજે મોટા પ્રમાણમાં ટીકિટનાં બારકોડ સ્કેન નહી થતા આ મુદ્દો તંત્રના ધ્યાને આવ્યો હતો. જો કે બારકોડ સ્કેન નહી થતા સંબંધિત અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. 

અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવતા સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમગ્ર મુદ્દે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. જો કે હાલ આ સમગ્ર કૌભાંડ પ્રવાસીઓ દ્વારા આચરવામાં આવ્યું કે, સ્થાનિક એજન્ટો દ્વારા તે અંગે સ્પષ્ટતા થઇ શકી નથી. ઉપરાંત પોલીસ ફરિયાદ દાખલ કરવી કે કેમ તે અંગે પણ અધિકારીઓમાં મતમતાંતર છે. તેવી સ્થિતીમાં હાલ પ્રવાસીઓ માટે તો પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતી પેદા થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news