જો આ બિલ પાસ થશે તો ગુજરાતના હોમિયોપથી, આયુર્વેદિક વિદ્યાર્થીઓને થશે નુકસાન?

રાજ્યની આયુર્વેદિક (Ayurvedic), હોમિયોપથી (Homeopathy) અને નેચરોપથીની (Naturopathy) સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં (Self Finance Colleges) હવે 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાંથી ભરવામાં આવશે

જો આ બિલ પાસ થશે તો ગુજરાતના હોમિયોપથી, આયુર્વેદિક વિદ્યાર્થીઓને થશે નુકસાન?

હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યની આયુર્વેદિક (Ayurvedic), હોમિયોપથી (Homeopathy) અને નેચરોપથીની (Naturopathy) સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં (Self Finance Colleges) હવે 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાંથી ભરવામાં આવશે. ભારત સરકારની (Government of India) સૂચનાના પગલે બેઠકોની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવનાર છે. આ માટે રાજ્ય સરકાર વિધાનસભામાં બિલ (Bill In Legislature) રજૂ કરશે. 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાં જવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને (Students) નુકસાન થશે તેવું શિક્ષણવિદોનું માનવું છે.

આયુર્વેદિક (Ayurvedic), હોમિયોપથી (Homeopathy) અને નેચરોપથીની (Naturopathy) સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ અને કોલેજોમાં (Self Finance Colleges) હાલ કુલ બેઠકોની 75 ટકા બેઠકો સરકાર હસ્તક છે અને 25 ટકા બેઠકો સંચાલક મંડળ હસ્તક છે. જેમાં 15 ટકા એનઆરઆઇ (NRI) ક્વોટાનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે આયુર્વેદ, નેચરોપથી, હોમિયોપથી વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમો નક્કી કરતો પત્ર ગુજરાત સરકારને મોકલ્યો છે.

આ સેલ્ફફાઇનાન્સ કોલેજમાં (Self Finance Colleges) 15 ટકા બેઠકો કેન્દ્ર સરકાર નક્કી કરે તેવા સત્તામંડળે તૈયાર કરેલી ગુણવત્તા યાદીના આધારે એટલે કે ઓલ ઇન્ડિયા ક્વોટામાંથી ભરવાની થશે. ગુજરાત સરકાર ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ અધિનિયમમાં નવી જોગવાઇ દાખલ કરવા સુધારા વિધેયક વિધાનસભામાં રજૂ કરશે

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news