Hyderabad Rape Case: આરોપીઓએ પોલીસના હથિયાર છીનવી ફાયરિંગ કર્યું, પોલીસે આત્મરક્ષામાં ચલાવી ગોળી: DCP શમશાબાદ
Hyderabad Rape Case Encounter: હૈદરાબાદ (Hyderabad)માં એક મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા (Hyderabad gangrape)ના આરોપીઓને પોલીસે એક એન્કાઉન્ટર (encounter)માં ઠાર માર્યા છે. પોલીસ (police)નું કહેવું છે કે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું અને પોલીસે આત્મરક્ષામાં જવાબી ગોળીબારી કરી હતી.
Trending Photos
હૈદરાબાદ: હૈદરાબાદ (Hyderabad)માં એક મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા (Hyderabad gangrape)ના આરોપીઓને પોલીસે એક એન્કાઉન્ટર (encounter)માં ઠાર માર્યા છે. પોલીસ (police)નું કહેવું છે કે આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર છીનવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું અને પોલીસે આત્મરક્ષામાં જવાબી ગોળીબારી કરી હતી.
ડીસીપી શમશાબાદ પ્રકાશ રેડ્ડીએ કહ્યું, સાઇબરાબાદ પોલીસે આરોપીઓને ક્રાઇમ સ્પોટ પર ઘટનાઓના રિકંસ્ટ્રક્શન માટે લઇને ગઇ હતી. આરોપીઓએ પોલીસ પાસે હથિયાર છીનવી લીધા અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.રેડ્ડીએ કહ્યું કે પોલીસે આત્મરક્ષામાં જવાબી ફાયરિંગ કર્યું જેમાં આરોપીને મોતને ભેટ્યા હતા.
DCP Shamshabad Prakash Reddy: Cyberabad Police had brought the accused persons to the crime spot for re-construction of the sequence of events. The accused snatched weapon and fired on Police. In self defence the police fired back, in which the accused were killed. #Telangana https://t.co/4wAH9W8g3O
— ANI (@ANI) December 6, 2019
તમને જણાવી દઇએ કે સવારે શાદનગર પાસે મુઠભેડમાં એક યુવા મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને મર્ડરના તમામ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આરોપીઓને ત્યારે ઠાર મારવામાં આવ્યા, જ્યારે તેમણે હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર શાદનગરની પાસે ચટનપલ્લીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
ચારેય આરોપીને તે સ્થળે મુઠભેડમાં ઠાર મારવામાં આવ્યા જ્યાં તેમણે 27 નવેમ્બરની રાત્રે પીડિતા સાથે હૈદરાબાદના બહારી વિસ્તાર શમશાબાદ પાસે સામૂહિક બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવીને ફેંકી દીધી હતી.
તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા હતા. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસાની લહેર જોવા મળી હતી અને અપરાધીઓને તાત્કાલિક મોતની સજા આપવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે