અમદાવાદમાં સાસુએ કહ્યું ઓછું જમજો તમારે પાતળા થવાનું છે, મારો દિકરો ખુશ નથી થતો

શહેરનાં મણિનગરમાં રહેતી એક યુવતીએ પોતાનાં સાસુ-સસરા, પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવકનો આક્ષેપ છે કે, તેની સાસુ તેને જમવાનું સમયસર આપતા નહોતા. જમવા બેસે ત્યારે ઓછું જમજો તમારે પાતળું થવાનું છે તેમ કહેને ત્રાસ આપતા હતા. એટલું જ નહી નણંદ પણ મ્હેણા મારી યુવતીનાં લગ્ન બાદ ત્રાસ આપતી હતી. જ્યારે પતિ પણ મારઝુડ કરીને ત્રાસ આપવાથી ત્રાસીને યુવતીએ આરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 
અમદાવાદમાં સાસુએ કહ્યું ઓછું જમજો તમારે પાતળા થવાનું છે, મારો દિકરો ખુશ નથી થતો

અમદાવાદ : શહેરનાં મણિનગરમાં રહેતી એક યુવતીએ પોતાનાં સાસુ-સસરા, પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવકનો આક્ષેપ છે કે, તેની સાસુ તેને જમવાનું સમયસર આપતા નહોતા. જમવા બેસે ત્યારે ઓછું જમજો તમારે પાતળું થવાનું છે તેમ કહેને ત્રાસ આપતા હતા. એટલું જ નહી નણંદ પણ મ્હેણા મારી યુવતીનાં લગ્ન બાદ ત્રાસ આપતી હતી. જ્યારે પતિ પણ મારઝુડ કરીને ત્રાસ આપવાથી ત્રાસીને યુવતીએ આરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

શહેરનાં મણિનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીનાં લગ્ન વર્ષ 2018માં બાપુનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. સાસરિયાઓએ થોડા દિવસો સુધી તેની સારી રીતે રાખી હતી. સાસરિયાઓએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીની સાસુએ તેને વધારે જાડી છે તેમ કહીને મ્હેણા મારી માનસિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સમયસર જમવાનું પણ આપતા નહોતા. જેથી યુવતી જ્યારે જમવા માટે બેસે ત્યારે વધારે જમતા નહી તેવું કહીને ત્રાસ આપતા રહેતા હતા.

યુવતીનાં સસરા પણ તેની સાથે મનફાવે તે પ્રકારે વર્તન કરીને મ્હેણા ટોણા મારતા હતા. આટલું જ નહી યુવતીનાં સસરા વારંવાર તમારા માં બાપે કરિયાવરમાં કંઇ આપ્યું નથી તેમ કહીને વસ્તુઓની માંગણી કરતા હતા. યુવતીને તેના સાસુ સસરા જ નહી પરંતુ નણંદ પણ મનફાવે તેવું વર્તન કરતા હતા. મારો ભાઇ આનંદ નથી કરી રહ્યો તમે જાડા છો તેવી અપીલ કરતા રહેતા હતા. તેના ભાઇ કહેતા કે તમે કેવા ભાભી લઇને આવ્યા છો. 2018 માં જ્યારે યુવતીને ગર્ભ રહ્યો હતો ત્યારે તેનાં પતિએ તેને ગોળીઓ ખવડાવીને ગર્ભપાત કરાવ્યો હતો. યુવતીનો પતિ પણ તેને એકાંતમાં ગાળો બોલીને માર મારતો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news