ધાનપુરમાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મોત, દીપડાએ 1 મહિનામાં 3 બાળકોને ફાડી ખાધા

જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ છેલ્લા એક મહિનામાં 3 બાળકોને શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં શુક્રવારે મોડી રાત્રે 7 વર્ષની બાળકીને જંગલમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જો કે જંગલમાંથી મળેલી બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી. 
ધાનપુરમાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મોત, દીપડાએ 1 મહિનામાં 3 બાળકોને ફાડી ખાધા

દાહોદ : જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ છેલ્લા એક મહિનામાં 3 બાળકોને શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં શુક્રવારે મોડી રાત્રે 7 વર્ષની બાળકીને જંગલમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. જો કે જંગલમાંથી મળેલી બાળકીને તબીબોએ મૃત જાહેર કરી હતી. 

26 જુલાઇના રોજ ધાનપુર તાલુકાનાં કજુરી ગામના પુઓ ચરાવતી 9 વર્ષીય બાળકી ડામોર કાજલ સુમલાભાઇને દીપડો ગળાના ભાગડે પકડીને જંગલમા અંદાજે 500 મીટર સુધી ઘસડીને લઇ ગયો હતો. ગોવાળિયાઓની બુમાબુમ સાંભળીને લોકો જંગલ તરફ દોડ્યા હતા. ઘટના અંગે વન વિભાગને વાસીયાડુગરી રેન્જના RFO અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગ અને ગામલોકોએ જંગલમાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. 

9 જુલાઇના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના 11 વર્ષીય કિશોર પર દીપડાના હુમલો કર્યો હતો. જેને સારવાર માટે અમદાવાદ અને ત્યાર બાદ વડોદરા લઇ જવાયો હતો. જો કે વડોદરા ખાતે સારવાર દરમિયાન કિશોરનું મોત નિપજ્યું હતું. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં માનવભક્ષી દીપડાના આતંકથી લોકો ત્રસ્ત છે. જુલાઇ મહિનામાં ધાનપુર તાલુકામાં દીપડાએ 17 સ્થળોએ હુમલો કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news