અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 દેશની દખલ, ગુપ્તચર એજન્સીનો દાવો


 અમેરિકાના ગુપ્તચર વિભાગે ચોંકાવનારો દાવો કર્યો છે. ચીન આ ચૂંટણીમાં જ્યાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નીચા દેખાડવા ઈચ્છે છે અને હારતા જોવા માગે છે, તો રૂસ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી બિડેનને હારતા જોવા ઈચ્છે છે. 
 

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ 2 દેશની દખલ, ગુપ્તચર એજન્સીનો દાવો

ન્યૂયોર્કઃ અમેરિકાના ગુપ્તચર વિભાગે ચોંકાવનારો દાવો કર્યો છે. ચીન આ ચૂંટણીમાં જ્યાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નીચા દેખાડવા ઈચ્છે છે અને હારતા જોવા માગે છે, તો રૂસ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી બિડેનને હારતા જોવા ઈચ્છે છે. જોએ બિડેન અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે. 

અમેરિકી ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે રૂસ-ચીનની જેમ ઈરાન પણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રૂચિ લઈ રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પને બીજીવાર રાષ્ટ્રપતિ બનતા જોવા ઈચ્છતુ નથી. હકીકતમાં આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, જેમાં મુખ્ય રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડેન વચ્ચે મુકાબલાની આશા છે. 

અમેરિકાના નેશનલ કાઉન્ટર ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી સેન્ટર (National Counterintelligence and Security Centre) ના ડાયરેક્ટર વિલિયમ ઇવાનિના (William Evanina)એ શુક્રવારે નિવેદન જારી કરીને કહ્યું કે, આ દેશ અમેરિકી મતદાતાઓની પ્રાથમિકતાને બદલવા, અમેરિકાની નીતિઓને બદલવા, દેશમાં મતભેદ વધારવા અને લોકોના વિશ્વાસને ઓછો કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. 

તેમણે જણાવ્યું કે, ઘણા દેશોમાં ચૂંટણી જીતનાર માટે એક પ્રાથમિકતા છે. ઇવાનિનાએ કહ્યું કે, તે ચીન, રૂસ અને ઈરાન વિશે મુખ્યરૂપથી ચિંતિત છે. ચીન ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર ચૂંટણી ન જીતી, બેઇજિંગ તેને અવિશ્વસનીય જુએ છે. રૂસ બિડેનની ઉમેદવારીને પસંદ કરતું નથી. તેઓ તેને રૂસ વિરોધી માને છે. રૂસ તેને બદનામ કરવા ઈચ્છે છે. ઇવાનિનાએ કહ્યું કે, રૂસ સાથે જોડાયેલા કેટલાક અન્ય કલાકારો પણ સોશિયલ મીડિયા અને રૂસિ ટીવી પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉમેદવારીને પ્રોત્સાહિત કરે છે. 

તો ઈરાન અમેરિકાની લોકતાંત્રિક સંસ્થાઓ અને ડોનાલ્ડ ટ્રમ્પને નબળા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, સાથે તેમણે તે પણ કહ્યું કે, ઈરાન અમેરિકામાં ભાગલાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના માટે તે અમેરિકા વિરોધી સામગ્રીને ઓનલાઇન ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અમેરિકા અને ઈરાનમાં સૌથી વધુ તણાવ જોવા મળ્યો છે. ઈરાન નથી ઈચ્છતુ કે ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ પદ સંભાળે. તે તેની હારને લઈને મુહિમ ચલાવી રહ્યું છે. ઇવાનિનાનું આ નિવેદન તે રિપોર્ટના બે દિવસ બાદ આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રૂસ સમર્થિત વેબસાઇટ પર અમેરિકી લોકોને વિભાજીત કરનારી સામગ્રી પ્રકાશિત કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news