LD આર્ટ્સ કોલેજમાં દબંગ વિદ્યાર્થીઓની દાદાગીરી, પ્રિન્સિપાલને મારવા ખુરશી ફેંકી, ક્લાસમાં છાત્રોને ધમકાવતા
અમદાવાદની જાણીતી એલડી આર્ટ્સ કોલેજમાં ત્રણ વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. આ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. તો ક્લાસમાં છરી બતાવી અભ્યાસ કરતા છાત્રોને ડાવ્યા હતા.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં એક વિદ્યાર્થીની દાદાગીરી જોવા મળી છે. વિદ્યાર્થીઓ કોલેજમાં ધમાલ કરતા હોવાથી પ્રિન્સિપાલે તેમને મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન એક વિદ્યાર્થી ઉશ્કેરાયો અને તેણે કેબિનેટમાં રહેલો પોટ ફેંક્યો અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેબિનની બહાર જઈને ખુરશીના ઘા કરી કાચ તોડી નાખ્યા હતા. આ મામલે કોલેજના પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ વિદ્યાર્થી એનએસયુઆઈ સાથે જોડાયેલો છે. નોંધનીય છે કે એલડી કોલેજમાં રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ સાથે ઘણી ફરિયાદ થઈ હતી.
એલડી કોલેજનો ઉપપ્રમુખ છે અર્જુન રબારી
કોલેજમાં પ્રોફેસરોને વિદ્યાર્થિનીઓને હેરાન કરવા સહિતની ફરિયાદો તેની સામે થઈ હી, જેથી તેને જુલાઈમાં મળવા બોલાવ્યો હતો. તેણે માફી પત્ર ભરી ફરી આવી ભૂલ ન કરવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં તે ચાલુ ક્લાસમાં છરી કાઢી વિદ્યાર્થીઓને ડરાવતો હતો. તો ક્લાસમાં લેક્ચર ચાલુ હોય તો દરવાજા બંધ કરી દેતો હતો. બે દિવસ પહેલા એક મહિલા અધ્યાપક ભણાવવા આવ્યા તો વિદ્યાર્થીઓ સહિત બધાને રૂમમાં બંધ કરી દીધા હતા. અર્જુન રબારી તો કોલેજનો ઉપપ્રમુખ છે.
પ્રિન્સિપાલે મળવા બોલાવ્યા
કોલેજમાં આ વિદ્યાર્થીઓની દાદાગીરી જોઈ પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ આજે ત્રણેયને મળવા બોલાવ્યા હતા. આ ત્રણેય દબંગ વિદ્યાર્થઈઓ પ્રિન્સિપાલને મળવા પહોંચ્યા હતા. ત્યારે એક ઉશ્કેરાયો અને વિદ્યાર્થિની ઉભી હતી તેના માથા પર પોટ ફેંક્યો હતો. ત્યારબાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયાસ કર્યો હતો. કેબિનની બહારથી તેણે ખુરશી પણ ફેંકી હતી. આ ખુરશી કેબિનમાં પડી અને કાચ તૂટી ગયા હતા. ત્યારબાદ ત્રણેય ભાગી ગયા હતા.
શરૂઆતથી કરે છે દાદાગીરી
આ અંગે એલડી કોલેજના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ કહ્યુ કે આ વિદ્યાર્થીઓ શરૂઆતથી કોલેજમાં ધમાલ કરે છે. તેની સામે અનેક ફરિયાદો થઈ છે. આ પહેલા પણ તેણે માફી પત્રો ભર્યા હતા. પ્રિન્સિપાલે કહ્યુ કે, હું યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યો છું. સાથે આ વિદ્યાર્થીઓને રેસ્ટીકેટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે