લૂંટારા બેફામ: ઔદ્યોગિક નગરીમાં ફરી એકવાર ATMમાં લૂંટારો ત્રાટક્યા! જાણો ગેંગની મોડસ ઓપરેન્ડી

જોકે વલસાડ જિલ્લા પોલીસે આ એટીએમ ચોર ગેંગ લાખોની લૂંટ કરવામાં સફળ થાય તે પહેલા જ દબોચી લીધા છે. ત્યારે કોણ છે આ એટીએમ લૂંટ ગેંગ અને કેવી છે તેમની મોડસ ઓપરેન્ડી?

લૂંટારા બેફામ: ઔદ્યોગિક નગરીમાં ફરી એકવાર ATMમાં લૂંટારો ત્રાટક્યા! જાણો ગેંગની મોડસ ઓપરેન્ડી

નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લામાં એટીએમમાં લૂંટ થવાની ઘટના અનેકવાર બની ચૂકી છે, ત્યારે આ વખતે પણ ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર એટીએમમાં ત્રણ લૂંટારો ત્રાટક્યા હતા. જોકે વલસાડ જિલ્લા પોલીસે આ એટીએમ ચોર ગેંગ લાખોની લૂંટ કરવામાં સફળ થાય તે પહેલા જ દબોચી લીધા છે. ત્યારે કોણ છે આ એટીએમ લૂંટ ગેંગ અને કેવી છે તેમની મોડસ ઓપરેન્ડી?

વલસાડ જિલ્લાના વાપી નેશનલ હાઈવે પાસે સલવાવ વિસ્તાર માં આવેલ આ છે bank of baroda નું atm ..આ bank of baroda ના એટીએમ માં રાતના અંધકારમાં એક લૂંટારું ગેંગ ત્રાટકી હતી. આપ પણ સીસીટીવી માં સ્પષ્ટ જોઈ શકો છો કે કઈ રીતે એટીએમ ને નિશાન બનાવ વામાં આવી રહ્યું છે. 

જોકે એટીએમમાં રહેલા લાખો રૂપિયા ને લૂંટવામાં સફળ થાય તે પહેલા જ વલસાડ જિલ્લા પોલીસની એક પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. જેમની નજર આ એટીએમમાં પડી હતી. નાઈટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ શંકા જતા એટીએમમાં તપાસ કરતા પોલીસ પર ચોકી ગઈ હતી. રાતના અંધકારમાં એટીએમ ને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. જો કે પોલીસે એટીએમ તોડતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.

વાપીમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે એક મોટી લૂંટ થતા અટકાવી છે. બેન્ક ઓફ બરોડાના એટીએમ ને નિશાન બનાવતી આ ગેંગ મૂળ અમદાવાદની છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિજય મુવર્સ એન્ડ પેકર્સ કંપનીમાં કામ કરતા ત્રણ ઇસમો નવસારી ખાતે સામાનની ડીલીવરી કરવા આવ્યા હતા અને અન્ય એક ઓર્ડર વાપીમાં મળતા વાપી આવ્યા હતા. વાપીમાં કેમિકલ ડ્રમ્સની ડીલેવરી કર્યા બાદ આ ઈસમોએ સલવાવ ખાતે bank of baroda માં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ એવા એટીએમ ની પસંદગી કરી હતી કે જેમાં કોઈ ગાર્ડ ન હોય. ઝડપાયેલા આરોપીઓની ઓળખ કરીએ તો...

  • 1)મનોજકુમાર હરિરામ જાટ
  • 2) રામ વીર સુરજ ભાન શર્મા
  • 3) મનદીપ મહેન્દ્ર જાટ

આ ત્રણેય ઈસમો મૂળ અમદાવાદના છે અને વાપીમાં એટીએમ ચોરી કરતા ઝડપાઈ ગયા છે.

વલસાડ જિલ્લામાં એટીએમ તોડવાની ભૂતકાળમાં અનેક ઘટનાઓ બની ચુકી છે. પોલીસ દ્વારા પણ તમામ બેન્કોને સુચના આપવામાં આવી છે કે એ ટી એમ ની સુરક્ષા માટે હથિયારધારી ગાર્ડ રાખવામાં આવે .પરંતુ બેંકોની બેદરકારીના કારણે એટીએમ તોડતી ગેંગને લૂંટ કરવાની તક મળી જાય છે. આ ઘટનામાં પણ સલવાવના એટીએમ સેન્ટરમાં કોઈ જ ગાર્ડ ન હતો. તેથી જ આ ગેંગે આ એટીએમને નિશાન બનાવ્યું હતું. 

જોકે પોલીસની નાઈટ પેટ્રોલિંગની ટીમની સલાહનીય કામગીરીના કારણે આ ગેંગના મનસૂબા સફળ થયા નહોતા. ડુંગરા પોલીસે આ મામલે ઝડપાયેલા તમામ આરોપીના રિમાન્ડ લઈ તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસવાની શરૂઆત કરી છે. ભૂતકાળમાં રાજ્યમાં કોઈ એટીએમ ની નિશાન બનાવ્યું છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news