Lalit Modi અને Sushmita Sen એકબીજા કરી રહ્યા છે ડેટ, નથી થયા લગ્ન, સામે આવી રોમેન્ટિક તસવીરો

Lalit Kumar Modi Sushmita Sen Dating : બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની લવ લાઇફને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. સુષ્મિતા સેન ગત થોડા ટાઇમથી રોહમન શૉલ સાથે બ્રેકઅપને લઇને ચર્ચામાં આવી હવી હતી. હવે રોમહન સથે બ્રેકઅપ બાદ સુષ્મિતા સેન લલિત કુમાર મોદીને ડેટ કરી રહી છે.

Lalit Modi અને Sushmita Sen એકબીજા કરી રહ્યા છે ડેટ, નથી થયા લગ્ન, સામે આવી રોમેન્ટિક તસવીરો

Lalit Kumar Modi Sushmita Sen Dating : બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની લવ લાઇફને લઇને ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. સુષ્મિતા સેન ગત થોડા ટાઇમથી રોહમન શૉલ સાથે બ્રેકઅપને લઇને ચર્ચામાં આવી હવી હતી. હવે રોમહન સથે બ્રેકઅપ બાદ સુષ્મિતા સેન લલિત કુમાર મોદીને ડેટ કરી રહી છે. લલિત મોદીએ પોતે આ વાતની જાણકારી આપી છે કે તે અને સુષ્મિતા સેન એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022

 

જોકે લલિત મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વિટ કર્યા છે. પહેલાં ટ્વીટમાં સુષ્મિતાને 'બેટર હાફ' ગણાવતાં એક સુંદર કેપ્શન લખી ત્યારબાદ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું કે બંને લગ્ન કરી લીધા છે. પહેલાં ટ્વીટમાં લલિત મોદીએ લખ્યું કે 'પરિવારની સાથે માલદીવ્સ, sardinia ની ટૂર પુરી કર્યા બાદ લંડન પરત આવી ગયા છે. મારી બેટર હાફ સુષ્મિતા સેન સાથે એક નવી શરૂઆત... આખરે એક નવી જીંદગી. આજ ચાંદ ઉપર છું. લલિત મોદીની આ ટ્વીટ આગની માફક વાયરલ થઇ ગઇ અને લોકોએ માની લીધું કે બંનેએ લગ્ન કરી લીધા છે.

— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022

જોકે આ ટ્વીટ બાદ લલિત મોદીએ પોતાના સત્તાવાર ટ્વિટર પર વધુ એક ટ્વીટ કરી સ્પષ્ટતા આપી કે તેમણે લગ્ન કર્યા નથી, પરંતુ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

કોણ છે લલિત મોદી
રાજસ્થાનના જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના સભ્યથી લઈને આઈપીએલના કમિશનર સુધીની સફર કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી. રાજાશાહી જીવન પસંદ કરનાર લલિત મોદીને જે આઈપીએલ સફળતાની ઉંચાઈ ઉપર પહોંચાડ્યા, તેણે જ જમીન પર પછાડ્યો પણ હતો. જાન્યુઆરી, 2009માં વસુંધરા રાજેની રાજસ્થાન સરકાર પડ્યા પછી લલિત મોદી જે વિવાદોમાં ફસાયા તેમાંથી આજ સુધી બહાર નિકળી શક્યા નથી. ભારત સરકારે લલિત મોદીનો પાસપોર્ટ રદ કરી દીધો હતો અને હાલ તે ઇંગ્લેન્ડમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news