યુક્રેનથી Live : ગુજરાતી વિદ્યાર્થીનીએ વીડિયોથી બતાવ્યા યુક્રેનની તબાહીના દ્રશ્યો, રશિયાએ ફૂંકેલુ બંકર બતાવ્યું

indians in ukraine : યુક્રેનમાં ફસાયેલી વડોદરાની વિદ્યાર્થીની કોમલ રાવલે બહાદુરીપૂર્વક બંકરમાંથી બહાર આવીને યુક્રેનની તબાહીનો નજારો વીડિયો દ્વારા બતાવ્યો 

યુક્રેનથી Live : ગુજરાતી વિદ્યાર્થીનીએ વીડિયોથી બતાવ્યા યુક્રેનની તબાહીના દ્રશ્યો, રશિયાએ ફૂંકેલુ બંકર બતાવ્યું

ઝી મીડિયા/બ્યૂરો :રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના ત્રીજા દિવસે પણ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના સતત હુમલાઓ થઈ રહ્યા છે. યુક્રેનના કીવમાં રશિયાએ ફરી બોમ્બ વરસાવ્યા છે. કીવમાં રશિયાએ ધડાધડા 50 જેટલા બ્લાસ્ટ કરીને ઈમારતો વેરવિખેર કરી દીધી છે. રશિયાએ ફાધર ઓફ ઓલ બોમ્બની ધમકી આપી છે. જેથી કીવના પૂર્વમાં પેરાશૂટ મારફતે રશિયન સૈનિકો ઉતર્યા અને રશિયાના ટ્રાન્સપોર્ટ મિલેટ્રી એરક્રાફ્ટને નષ્ટ કર્યું હોવાનો પણ રશિયાએ દાવો કર્યો છે. રશિયાના બોમ્બથી કીવમાં ફરી તબાહીના દ્રશ્યો સર્જાયા છે. કીવમાં રશિયાના હુમલાથી મોટું નુકસાન, ઈમારતો ધરાશાયી થયેલી જોવા મળે છે. ત્યારે ગુજરાતની એક વિદ્યાર્થીએ આ ભયાનક મંજર લાઈવ વીડિયોથી બતાવ્યો છે.

વડોદરાની વિદ્યાર્થીની કોમલ રાવલ ઝી 24 કલાક સાથે વીડિયો કોલથી જોડાઈ હતી. આ લાઈવ વીડિયોમાં કોમલના બેકગ્રાઉન્ડમાં જ ત્યાંની તહાબીના દ્રશ્યો દેખાયા હતા. કોમલે વીડિયોમાં રશિયાએ ફૂંકેલી ઈમારતો અને બંકર બતાવ્યા હતા. કોમલે બહાદુરીપૂર્વક બહાર આવીને બહારનો નજારો વીડિયો દ્વારા બતાવ્યો હતો. 

કોમલ રાવલે વીડિયો દ્વારા જણાવ્યુ કે, મારી આજુબાજુ એકદમ શાંતિ છે. બહાર બ્લાસ્ટનો અવાજ સંભળાઈ રહ્યો છે. અમે આખી રાતે શેલ્ટરમાં વિતાવી હતી. યુદ્ધ શરૂ થાય તો ઘર છોડીને શેલ્ટરમાં રહેવા જણાવાયુ છે. મને ખબર નથી કે હું મારી જગ્યાથી સ્ટેશન કે કે રેલવે સ્ટેશન સુધી ક્યારે પહોંચી શકીશ. હુ ક્યારેય પરત ભારત આવીશ તેનો મને કોઈ અંદાજ નથી. શેલ્ટર હાઉસમાંથી અમે માંડ બહાર નીકળીએ છીએ. 

ઉલ્લેખનીય છે કે, યુક્રેનના ખીરકાવમાં પણ રશિયાએ મોટો હુમલો કર્યો છે. આ ઉપરાંત યુક્રેને ભારત પાસે ફરી મદદ માંગી છે. યુક્રેને ભારતને ફોન કરીને મદદની માંગ કરી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાત કરી છે, આ પહેલા પણ ભારત પાસે મદદ માગી હતી. 

યુક્રેનમાં ફસાયેલ ભારતીયોને પરત લાવવા કેન્દ્ર સરકાર સજ્જ બની છે. આજે એર ઈન્ડિયાના 4 પ્લેનમાં ભારતીયો પરત ફરશે. દિલ્હીથી 2 વિમાન ભારતીયોને પરત લેવા જશે. એક પ્લેન રોમાનિયા અને એક પ્લેન હંગરીમાં જશે. એક વિમાન મુંબઈથી રોમાનિયા ભારતીયોને લેવા જશે. ત્યારે આજે એર ઈન્ડિયાના 4 પ્લેન ભારતથી રવાના કરાયા છે. આ પહેલાં ભારતીય રેસ્ક્યૂ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ, જ્યાંથી યુક્રેનની રાજધાની કીવનું અંતર ફક્ત 12 કલાક છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને વિમાન સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્યારે ફસાયેલા વિદ્યાર્થીઓ અને લોકોને પરત આવવાની આશા જાગી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news