accused

દીપિકા પાદુકોણના કો સ્ટાર અને ખ્યાતનામ હોલિવુડ સ્ટાર પર 24 યુવતીઓએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

ચાઇનીઝ - કેનેડિયન પોપ સ્ટાર ક્રિસ વુ પર 24 થી વધારે મહિલાઓ દ્વારા દુષ્કર્મનો રેપનો આરોપ લગાવ્યો છે. વૂની ધરપકડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ચીનના કાયદા અનુસાર ક્રિસને 10 વર્ષ સુધીની સજા થઇ શકે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. ક્રિસ વૂએ હોલિવુડ ફિલ્મ XXX રિટર્ન ઓફ ઝેન્ડર કેજ માં દીપિકા પાદુકોણ સાથે કામ કર્યું હતું. કિસની વિરુદ્ધ ઓનલાઇન ફરિયાદો થઇ હતી. જેના કારણે પોલીસે પગલા લીધા છે. વૂ વિરુદ્ધ 24 થી વધારે યુવતીઓઓએ ઓનલાઇન પ્લેટફોર્મ પર રેપનો આરોપ મુક્યો છે. હાલમાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. 

Aug 2, 2021, 04:25 PM IST

રાજકોટમાં માતાના પ્રેમી પર સગીર પુત્રએ કર્યો હુમલો, આરોપીની પોલીસે કરી ધરપકડ

રાજકોટમાં માતાના પ્રેમી પર પુત્ર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પ્રેમીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે હુમલો કરનાર પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Jul 21, 2021, 10:48 PM IST

અમદાવાદ સેન્ટ્રલ જેલમાં કેદી કર્યો આપઘાત, સ્યુસાઈટ નોંટમાં લખ્યું- પરિવારની માફી માંગુ છું

અમદાવાદની સાબરમતી જેલમાં કેદીએ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ધમાચકડી મચી ગઈ હતી. ગેંગરેપ કેસમાં ધરપકડ કરવામાં આવેલા 4 આરોપીઓમાંથી જૈમિન પટેલ નામના કાચા કામના કેદીએ આજે વહેલી સવારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો

Jul 21, 2021, 09:19 PM IST

રાજકોટ પોલીસ પર આરોપીઓનો છરી વડે હુમલો, જાહેર રસ્તા પર દિલધડક દ્રશ્યો

શહેરમાં બે દિવસમાં ચીલઝડપની ત્રણ ઘટના સામે આવી છે, ત્રણેય ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જેના કારણે ચીલઝડપ કરનારા આરોપીઓને દિલધડક રીતે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ચીલઝડપના આરોપીએ નાસવા જતા ક્રાઇમબ્રાંચના અધિકારીઅશોક ડાંગર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ વધારે ઉગ્ર બને તે પહેલા ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને નીચે પછાડી દીધો હતો. પોલીસનો કાફલો પણ આવી પહોંચતા આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 

Jul 17, 2021, 05:45 PM IST

વિદ્યાના મંદિરમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, સેટેલાઇટ પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

ગત માર્ચ 2021માં એલિસબ્રિજ શાળા નંબર 29 માંથી LED ટીવી, લેપટોપ, સ્પીકર, પ્રિન્ટર સહિતની ચીજવસ્તુઓની ચોરી થઈ હતી. 

Jul 14, 2021, 11:40 PM IST

અમદાવાદમાં 15 વર્ષની સગીરાને 2 નરાધમોએ પીંખી નાખી, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદ કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા

Jul 13, 2021, 06:37 PM IST

VIP નંબર આપવાના બહાને આરોપીએ દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી

મોબાઈલના વીઆઈપી નંબર આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમેં ધરપકડ કરી છે. જે છેલ્લા બે વર્ષથી વીઆઈપી નંબર આપવાના બહાને અલગ-અલગ એકાઉન્ટમાં પૈસા ભરાવી વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ચીટીંગ કરી ચૂકયો છે. 

Jun 29, 2021, 09:11 PM IST

વડોદરા લવ જેહાદ કેસ: આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં ધકેલાયા, પીડિતાનું નોંધાશે નિવેદન

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં વિધર્મી યુવક દ્વારા બળજબરીપૂર્વક યુવતીનું ધર્મ પરિવર્તન અને અત્યાચાર ગુજારવાના મામલે વિધર્મી યુવક સહિત તેના પિતા અને ભાઈના રિમાન્ડ પુરા થતા ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે

Jun 28, 2021, 08:35 AM IST

SURAT: રોંગસાઇડ આવતી પોલીસ વાનની ટક્કરે યુવકનું મોત, પોલીસે મૃતકને જ આરોપી બનાવ્યો

અકસ્માતની ઘટનામાં પોલીસની શંકાસ્પદ કામગીરી જોવા મળી છે. પોલીસ વાન સાથે બનેલી અકસ્માતની ઘટનામાં પોલીસે મૃતક આરોપી બનાવી તેની સામે ગુનો દાખલ કર્યો છે. સુરતના વેસુ વિસ્તારમાં પોલીસવાન અડફેટે બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટના બની હતી ત્યારે રવિવારે સાંજે વેસુ ચાર રસ્તા નજીક ઉમરા પોલીસની વાત સાથે અથડાયેલ બાઇક ચાલક સગીરનું કરૂણ મોત નિપજ્યું છે. જો કે ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને બચાવી શકાયો નહોતો. 

Jun 22, 2021, 05:21 PM IST

પોતાની જાતને સુલ્તાન ગણાવતા કુખ્યાત વોન્ટેડ આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગ જેવા ગંભીર ગુનામાં નાસતા ફરતા એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. આરોપી  સુલતાન ગેંગનો સાગરીત  બક સૈયદ ઉર્ફે બકુખાન પઠાણ વિરુદ્ધ વેજલપુર અને સરખેજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો. પકડાયેલ આરોપી સુલતાન ગેંગ માટે કામ કરતો અને  અનેક સરકારી જમીનો પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલ છે.

Jun 15, 2021, 04:59 PM IST

પોલીસનો ડર નથી? અમદાવાદનાં ભરચક ટ્રાફિકવાળા વિસ્તારમાં આરોપીએ પોલીસને દોડાવ

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો જાણે સામાન્ય બની ગયા છે. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના ૩ બનાવો સામે આવ્યા. વોન્ટેડ આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચ ગઈ તો જાહેર રોડ પર ભરચક ટ્રાફિકમાં દોડાદોડ થઈ ગઈ. આરોપીએ પોલીસ પર હત્યાનો પ્રયાસ કર્યોને સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.

Jun 12, 2021, 05:03 PM IST

SURAT: ભાજપનાં કાર્યકર વિશાલ પાટીલ પર સગીરાએ દુષ્કર્મ-છેડતીનાં આરોપ લગાવ્યા

ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતુત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઇલ પર સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે. 

Jun 10, 2021, 11:56 PM IST

પોલીસ પૂછપરછમાં નિખિલ દોંગાએ કર્યો ઘટસ્ફોટ, ગોંડલના પૂર્વ MLA ની હત્યા માટે ઘડાયો હતો પ્લાન

નિખિલ દોંગા (Nikhil Donga) ની પૂછપરછ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.  આ કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત છ જેટલા આરોપીઓની સતત બીજી વાર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

Jun 10, 2021, 01:02 PM IST

અમદાવાદ: સંબંધીએ જ ઘરફોડ ચોરીને આપ્યો અંજામ, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના એસ.જી હાઇવે પર તાજેતરમાં જ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજો કર્યો છે.

Jun 8, 2021, 11:43 PM IST

મેહુલ ચોકસીને ડોમિનિકાથી લાવવા માટે ભારતે મોકલ્યું ખાસ જેટ વિમાન, જાણો કેટલો થશે ખર્ચ

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત પરત લાવવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. ત્યારે કોર્ટ પાસેથી ભારત લાવવાની મંજૂરી મળતા જ ચોકસીને તરત અહીં લાવવામાં આવશે

Jun 3, 2021, 11:26 PM IST

AHMEDABAD: ગરીબોનું લોહી ચુસનારા આરોપીઓની ધરપકડ, આ પ્રકારનો કાળો કારોબાર

કોરોનાના કપરા સમયમાં સાયબર ગઠીયાઓનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઓકસીજન હોય કે પછી ઇન્જેક્શન કોરોનાની સારવારની સામગ્રી સસ્તા ભાવે આપવાની ઓનલાઈન જાહેરાત આપીને છેતરપિંડીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે વેપારીઓએ કઈ કઈ બાબતો ધ્યાન માં રાખવી જોઈએ તે જોઈએ. 

May 22, 2021, 11:49 PM IST

SURAT: મહિલા PSI ને આરોપીએ કહ્યું હું તને બરબાદ કરી દઇશ અને પછી...

ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયા વિરુદ્ધ દહેજ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આગોતરા જામીને મળવ્યા બાદ સાસુ અને સસરા હાજર નહી થતા પોલીસ દ્વારા યુપીથી તેમને ઝડપી લેવાયા હતા. પરિણીતાના પતિએ તપાસ કરી રહેલા મહિલા PSI ને ફોન પર ધમકી આપીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેના પગલે મહિલા પીએસાઇએ આજે કંટાળીને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાવી હતી. 

May 17, 2021, 05:17 PM IST

RAJKOT: પેરોલ જંપ કરી ફરતા આરોપીનું ત્રીજા માળેથી પટકાતા મોત, ઓળખ છુપાવી કરતો મજુરી

શહેરમાં બુધવારના રોજ પાંચમાં માળેથી પટકાતા ત્રણ વર્ષનાં માસુમ કુબેરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા હિતેશ સોલંકી નામના વ્યક્તિનું કણકોટ પાસે ત્રીજા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. સુરેન્દ્રનગરનો રહેવાસી હિતેશ સોલંકી ગુનામાં સજાના કામે રાજકોટ જિલ્લા જેલમાં હતો. આ દરમિયાન તેને પેરોલ મળતા બહાર આવ્યો હતો. પેરોલ મળ્યા બાદ તે સમયસર જેલમાં પરત નહી ફરતા નાસતો ફરતો હતો. 

May 13, 2021, 10:26 PM IST

EX બોયફ્રેન્ડે ન્યૂડ ફોટા મોકલી યુવતીને કરી બદનામ, સાયબર ક્રાઇમે આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે અને તેની તપાસ શરૂ કરી છે. આરોપી મૂળ સરસપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તેની ઉપર ગંભીર આરોપ લાગ્યો છે

May 12, 2021, 06:15 PM IST

Ahmedabad: બે અલગ અલગ ફર્મ ખોલી સંખ્યાબંધ વકીલોને બનાવ્યા શિકાર, કૌભાંડીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ હતી

May 4, 2021, 11:06 PM IST