Jamnagar: પ્રથમ દિવસે જામનગરનાં મેયરે સંભાળ્યો કાર્યભાર ત્યારે કેવો રહ્યો તેમનો દિવસ?

મહાનગરપાલિકા (Corporation) ના મેયર (Mayor) પદે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસથી જ તેમને જામનગર (Jamnagar) શહેરના પ્રથમ નાગરિકની અને સાથે સાથે પરિવારની એક ગૃહિણી તરીકેની જવાબદારી સાથે મેયર (Mayor) પદ ના કાર્યભારની આજથી જ શરૂઆત કરી દીધી છે. જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) ના વોર્ડ નંબર 5 મા રહેતા બીનાબેન કોઠારી અગાઉ વોર્ડ નં.5 ના રહેવાસીઓ માટે સતત પાંચ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે અને હવે જ્યારે વોર્ડ નંબર પાંચ નહીં પરંતુ સમગ્ર જામનગર (Jamnagar) શહેરના જવાબદારી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નગરસેવિકા બીનાબેન કોઠારીના શિરે આવી છે.
Jamnagar: પ્રથમ દિવસે જામનગરનાં મેયરે સંભાળ્યો કાર્યભાર ત્યારે કેવો રહ્યો તેમનો દિવસ?

મુસ્તાક દલ/જામનગર: મહાનગરપાલિકા (Corporation) ના મેયર (Mayor) પદે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસથી જ તેમને જામનગર (Jamnagar) શહેરના પ્રથમ નાગરિકની અને સાથે સાથે પરિવારની એક ગૃહિણી તરીકેની જવાબદારી સાથે મેયર (Mayor) પદ ના કાર્યભારની આજથી જ શરૂઆત કરી દીધી છે. જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) ના વોર્ડ નંબર 5 મા રહેતા બીનાબેન કોઠારી અગાઉ વોર્ડ નં.5 ના રહેવાસીઓ માટે સતત પાંચ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે અને હવે જ્યારે વોર્ડ નંબર પાંચ નહીં પરંતુ સમગ્ર જામનગર (Jamnagar) શહેરના જવાબદારી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નગરસેવિકા બીનાબેન કોઠારીના શિરે આવી છે.

ત્યારે ગઈકાલે તેમની મેયર (Mayor) પદે સત્તાવાર નિમનુ કર્યા બાદ પ્રથમ દિવસથી જ બીનાબેન કોઠારી દ્વારા પોતાના પરિવારની જવાબદારી સાથે જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) ના શહેરીજનોની જવાબદારી પણ શરૂ કરી હોય તેમ પ્રથમ દિવસથી જ મેયર (Mayor) ના પદભારની દિનચર્યા આજથી શરૂ કરી ઘરમાં દરરોજના નિત્યક્રમ મુજબ માતા-પિતાના આશીર્વાદ મેળવી અને બાળકોના રોજિંદા તમામ કાર્યો પૂર્ણ કરાવી અને મેયર (Mayor) તરીકેની જવાબદારી નિભાવવા માટે ઓફિસ ખાતે બીનાબેન કોઠારી રવાના થયા હતા. ત્યારે ઝી 24 કલાક ની ટીમ જામનગર (Jamnagar) ના પ્રથમ નાગરિક અને મેયર (Mayor) બીનાબેન કોઠારીની મેયર (Mayor) તરીકેની પ્રથમ દિનચર્યા જાણવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી હતી.

જ્યારે મેયર (Mayor) ની જવાબદારી તરીકે ઘરેથી નીકળ્યા બાદ જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) માં મેયર (Mayor) કાર્યાલય ખાતે નવનિયુક્ત મેયર (Mayor) બીનાબેન કોઠારી સમયસર પહોંચી ચૂક્યા હતા અને પ્રથમ દિવસથી જ મેયર (Mayor) તરીકેના બીએમસી એકટની જાણકારીની સંપૂર્ણ વિગતો મેળવી તેમજ મહાનગરપાલિકા (Corporation) ના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સંકલન કરી જામનગર (Jamnagar) શહેરના વિકાસને વેગવંતો બનાવવાની નેમ સાથે પોતાની મેયર (Mayor) તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની શરૂઆત કરી. ખાસ કરીને જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) ના નગરજનોને મળતી પ્રાથમિક સુવિધાઓમાં કઈ રીતે વધુ વધારો થઈ શકે તેમ જ જામનગર (Jamnagar) શહેર સ્માર્ટ અને મેટ્રો સિટી તરફ વધુ આગળ બને તે માટે ના પ્રોજેક્ટો અંગેની ચર્ચા કરવામાં આવી અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તેમજ જામનગર (Jamnagar) ના નાગરિકોએ તેમને મેયર (Mayor) તરીકેની જવાબદારી સોંપી છે, તેના પર ખરા ઉતરે તે માટેના સુંદર પ્રયત્નો જામનગર (Jamnagar) ના મેયર (Mayor) પ્રથમ દિવસથી જ શરૂ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news