mayor

BJP કોર્પોરેટર કામ નથી કરતા, વાત નથી સાંભળતાની ફરિયાદો બાદ વડોદરાના મેયરની અનોખી પહેલ

ભાજપના (BJP) નવા ચૂંટાયેલા કોર્પોરેટર (Corporators) અધિકારીઓ કામ નથી કરતા, વાત નથી સાંભળતા તેવી ફરિયાદો કરે છે, જેને ધ્યાનમાં રાખી મેયર કેયુર રોકડીયાએ (Keyur Narayandas Rokadia) હવે અધિકારીઓ અને કોર્પોરેટર વચ્ચે સંકલન સધાય તે માટે બેઠક શરૂ કરી છે

Jul 7, 2021, 04:20 PM IST

AMTS-BRTS બસમાં મુસાફરી માટે વેક્સીન જરૂરી, અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ

અમદાવાદના મેયર કિરીટ પરમાર (Mayor Kirit Parmar) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે વેક્સીન (Vaccine) લેવા જણાવ્યું હતું. અમદાવાદના મેયરે તમામ લોકોને વેક્સીન લેવા અપીલ કરી છે

Jun 23, 2021, 05:03 PM IST

માસ્ક વગર ફોટા પડાવનાર મેયર અને PI દંડ ભરશે? નિયમો માત્ર નાગરિકો માટે જ છે?

શહેરનાં નરોડા વિસ્તારમાં ગઇકાલે મેડિકલ સ્ટોરનાં ઉદ્ધાટનમાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર અને રખિયાલ પોલીસ સ્ટેશનનાં પી.આઇ વી.જે રાઠો માસ્ક વગર ફોટો પડાવતા જોવા મળ્યા હતા. એક તરફ જ્યારે સામાન્ય નાગરિકને પોલીસ અને કોર્પોરેશન જો સ્હેજ પણ માસ્ક નીચે હોય તો 1000 રૂપિયાનો મેમો આપે છે. ત્યારે શું પોલીસ અધિકારી અને નેતા દંડ ભરશે? હાલ આ મુદ્દે ભારે અવઢવ જોવા મળી રહી છે. 

May 15, 2021, 04:40 PM IST

કોરોનાનું વધતું સંક્રમણ: મેયર ઉતર્યા મેદાનમાં, સિટીબસમાં માસ્કનું કર્યું વિતરણ

રાજકોટમાં (Rajkot) કોરોનાનું સંક્રમણ વધતા હવે રાજકોટના મેયર (Rajkot Mayor) ખુદ મેદાને આવ્યા છે. આજે કે. કે. વી. હોલ ખાતે મેયર ડો. પ્રદીપ ડવ સીટીબસમાં મુસાફરીને માસ્ક (Mask) પહેરવા અપીલ કરી હતી

Mar 20, 2021, 12:08 PM IST

જામનગર મેયરે પદ સંભાળતાં જ પ્રથમ દિવસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ, કર્મચારીઓમાં ફફડાટ

જામનગર મહાનગરપાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીનું (BJP) શાસન આવ્યું છે અને જામનગર મહાનગરપાલિકાના નવા મેયર (Mayer) તરીકે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળતાની સાથે જ એકશન મોડમાં આવી ચૂક્યા છે.

Mar 15, 2021, 05:17 PM IST

Jamnagar: પ્રથમ દિવસે જામનગરનાં મેયરે સંભાળ્યો કાર્યભાર ત્યારે કેવો રહ્યો તેમનો દિવસ?

મહાનગરપાલિકા (Corporation) ના મેયર (Mayor) પદે બીનાબેન કોઠારીએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસથી જ તેમને જામનગર (Jamnagar) શહેરના પ્રથમ નાગરિકની અને સાથે સાથે પરિવારની એક ગૃહિણી તરીકેની જવાબદારી સાથે મેયર (Mayor) પદ ના કાર્યભારની આજથી જ શરૂઆત કરી દીધી છે. જામનગર (Jamnagar) મહાનગરપાલિકા (Corporation) ના વોર્ડ નંબર 5 મા રહેતા બીનાબેન કોઠારી અગાઉ વોર્ડ નં.5 ના રહેવાસીઓ માટે સતત પાંચ વર્ષ સુધી સેવા આપી ચૂકયા છે અને હવે જ્યારે વોર્ડ નંબર પાંચ નહીં પરંતુ સમગ્ર જામનગર (Jamnagar) શહેરના જવાબદારી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નગરસેવિકા બીનાબેન કોઠારીના શિરે આવી છે.

Mar 13, 2021, 07:39 PM IST

Rajkot અને Jamnagar ના નવા મેયર- ડે.મેયરના નામની જાહેરાત, જાણો કોની કરવામાં આવી પસંદગી

રાજકોટ (Rajkot) અને જામનગરમાં (Jamnagar) મનપા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મેયર (Mayor) અને ડેપ્યુટી મેયરની (Deputy Mayor) વરણી માટે પ્રથમ સંકલનની બેઠક મળી હતી

Mar 12, 2021, 10:48 AM IST

Surat: હેમાલી બોઘાવાલા સુરતના નવા મેયર, દિનેશ જોધાણી ડે.મેયર

સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે. 

Mar 12, 2021, 09:46 AM IST

મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા, કહ્યું-જીતુ વાઘાણીના ઈશારે મારું નામ કપાયું

 • ભાવનગર મેયર પદ માટે જેમનું નામ ચર્ચામાં ચાલતું હતું, તે વર્ષાબા પરમારને મેયર ના બનાવાતા વર્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડયા
 • તેમણે કહ્યું કે, આ બેઠક સામાન્ય મહિલા માટે હતી પરંતુ બક્ષીપંચને મેયર બનાવી મારી સાથે અન્યાય થયો છે

Mar 10, 2021, 11:36 AM IST

મહાનગરોના મેયરની પસંદગીમાં મિથુન રાશિનો પ્રભાવ, ‘ક’ અક્ષરનો રહ્યો દબદબો

 • કિરીટ પરમાર, કિર્તીબેન દાણીધારિયા અને કેયુર રોકડિયા... ત્રણેય નવા મેયરના નામ ‘ક’ પરથી
 • સુરત, જામનગર અને રાજકોટના મેયરના નામની જાહેરાત બાકી છે

Mar 10, 2021, 11:01 AM IST

કેયુર રોકડિયા બન્યા વડોદરાના નવા મેયર, નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવાયા

 • વડોદરાના નવા હોદ્દેદારોનું લાલ જાજમ બિછાવીને કોર્પોરેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
 • વડોદરામાં ભાજપે ફરી એકવાર વોર્ડ 8 માંથી ચૂંટેલા ભાજપ ઉમેદવારને મેયર બનાવ્યા
 • કેયુર રોકડિયા વડોદરાના 25 માં મેયર બન્યા છે. તો ડો.હિતેન્દ્ર પટેલ બીજીવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા

Mar 10, 2021, 10:20 AM IST

કિર્તીબેન દાણીધારિયા સંભાળશે ભાવનગરની સત્તાનું સુકાન, બન્યા નવા મેયર

અમદાવાદની સાથે હવે ભાવનગરના સત્તાધીશોની પણ જાહેરાત થઈ છે. કિર્તીબેન દાણીધારિયા ભાવનગરના નવા મેયર જાહેર કરાયા છે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. ત્યારે કિર્તીબેન દાણીધારિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 

Mar 10, 2021, 10:11 AM IST

અમદાવાદને નવા શાસકો મળ્યા, કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર 

 • નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા
 • અમદાવાદના મેયર અને અન્ય 4 હોદ્દેદારો પણ આજે પોતાના ટેકેદારોની ઉપસ્થિતિમાં પદ ગ્રહણ કર્યું

Mar 10, 2021, 09:49 AM IST

આજે 3 મહાનગરોને મળશે નવા મેયર, તે પહેલા યોજાશે ભાજપની એજન્ડા બેઠક

 • ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા મેયર, નવા ડેપ્યૂટી મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થશે

Mar 10, 2021, 08:03 AM IST

બંધ કવરમાંથી ખૂલશે 6 મેયરના નામ, ભાજપ આશ્ચર્યનો આંચકો આપશે કે ધારેલા નામ પર કળશ ઢોળશે?

 • દર વખતની જેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઇ સરપ્રાઇઝ પણ આપવામાં આવી શકે છે
 • CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી

Mar 9, 2021, 12:02 PM IST

મલાઈદાર મેયરના પદ માટે આ નામો છે ચર્ચામાં, જાણો કોને લાગશે લોટરી?

 • મેયર, ડેપ્યુટી મેયર બનવા માટે રીતસરની રેસ ચાલી રહી છે. ત્યારે આગામી સપ્તાહના અંતમાં મહાનગરોને નવા મેયર મળશે
 • ભાવનગર મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર રહી ચૂક્યા છે, હવે 21 માં મેયરની પસંદગી કરાશે

Mar 5, 2021, 09:28 AM IST

Gujarat: 6 મહાનગર પાલિકાના Mayor પદ માટે રિઝર્વેશન જાહેર, જાણો ક્યાં કોણ બનશે મેયર

રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્રારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતગર્ત રાજ્યની છ મહાનગર પાલિકામાં હાલમાં જે ચૂંટણી યોજાવવાની છે. તે અંતગર્ત પ્રથમ અઢી વર્ષ અને બાકીના અઢી વર્ષ માટે એમ અલગ અલગ રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે.

Feb 10, 2021, 07:28 PM IST

મેયર બાયોડાયવર્સિટી પાર્કનાં ઉદ્ધાટનમાં ભુલ્યા નિયમો, સોશિયલ ડિસ્ટન્સિંગ નેતાઓ માટે મજાક?

ગુજરાત ભાજપના અનેક નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે પરંતુ જાણે તેમને કોઇ ફરક જ ન પડતો હોય તે પ્રકારે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. આ સ્થીતી હોવા છતા ભાજપનાં દરેકે દરેક નેતાઓ માત્ર કડક નિવેદનો આપે છે પરંતુ પોતાના કાર્યક્રમમાં તો તમામ નિયમોને કોરાણે જ મુકી દે છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત તેવા અમદાવાદ શહેરનાં મેયર પણ માસ્ક પહેરવા જેટલી પણ પરવા નથી કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બાયોડાયવર્સીટી પાર્કનાં લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા. 

Oct 5, 2020, 04:51 PM IST

જૂનાગઢના મેયરનો અનોખો અભિગમ: તમે પણ કહેશો કે વાહ મેયર હોય તો આવા નહી તો ન હોય !

* શહેરમાં નવા રોડ બનતાની સાથે લોકોને મળશે તેની જાણકારી
* મેયર ધીરૂભાઈ ગોહેલનું પગલું ગુજરાતની પ્રથમ ઘટના
* નવા રસ્તા બનતાની સાથે રોડ પર લગાવાશે વિગતોના બેનર
* રોડના કામમાં ભ્રષ્ટાચાર કરનાર સામે થશે કાર્યવાહી
* પ્રજાનો ટેક્ષ અને સરકારની ગ્રાન્ટનો સદુપયોગ થાય તેવો કર્યો સંકલ્પ

Oct 4, 2020, 05:49 PM IST

મેયરે મુખ્યમંત્રીના મોકુફ કાર્યક્રમો અંગે જણાવ્યું પણ મૃતકના પરિવાર અંગે ન બોલ્યા

નવરંગપુરા શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોનાં મોતની દુ:ખદ ઘટનાને પગલે મુખ્યમંત્રીએ શુક્રવારે યોજાનારા 834 કરોડનાં વિકાસનાં કાર્યોનાં ઇ લોકાર્પણ અને ભૂમિપુજન કાર્યક્રમને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે હોસ્પિટલ મુલાકાત દરમિયાન મીડિયાના જવાબ ન આપ્યા અને સોશિયલ  મીડિયામાં વિકાસના કાર્યો બંધ રાખ્યા છે તેની જાહેરાત કરી હતી. જો કે મેયરે મૃત્યુ પામનારા દર્દી કે તેમના પરિવારજનો કે જવાબદાર વિરુદ્ધની કાર્યવાહી અંગે કાંઇ પણ બોલવાનું ટાળ્યું હતું.

Aug 6, 2020, 11:17 PM IST