જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયાને મળી ચૂંટણી પંચની નોટિસ

 રાજકોટનાં જસદણ પેટાચૂંટણીનો ધમધમાટ હજી યથાવત છે. ત્યારે જસદણ કોંગ્રેસનાં ઉમેદવારને નોટિસ અપાઇ છે. કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાને લોક ડાયરાના કાર્યક્રમમાં તેમને જીતાડવાની અપીલ કરાઈ હતી તે અંગે નોટિસ અપાઇ છે.  
જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયાને મળી ચૂંટણી પંચની નોટિસ

રક્ષિત દેસાઈ/જસદણ : રાજકોટનાં જસદણ પેટાચૂંટણીનો ધમધમાટ હજી યથાવત છે. ત્યારે જસદણ કોંગ્રેસનાં ઉમેદવારને નોટિસ અપાઇ છે. કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાને લોક ડાયરાના કાર્યક્રમમાં તેમને જીતાડવાની અપીલ કરાઈ હતી તે અંગે નોટિસ અપાઇ છે.  

ચૂંટણી પંચ તરફથી અવસર નાકિયા આચારસંહિતા ભંગની નોટિસ અપાઇ હતી. વિંછીયામાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ તરફથી આ ડાયરો યોજાયો હતો. આ લોકડાયરામાં કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા ડાયરામાં અપીલ કરાઇ હતી. જેના બાદ આ મામલો ચૂંટણી પંચના કાન સુધી પહોંચ્યો હતો. તેના બાદ આ અંગે વિવાદ પણ  ઉભો થયો હતો. હવે આ મામલે હવે જસદણ કોંગ્રેસનાં ઉમેદવાર અવસર નાકિયાને નોટિસ અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે, અવસર નાકિયા 20મી ડિસેમ્બરના યોજાનારી જસદણ પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમની સામે ભાજપ તરફથી કુંવરજી બાવળીયા લડી રહ્યા છે, જેઓએ આ વર્ષે જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપનું દામન પકડ્યું હતું. હાલ કુંવરજી બાવળીયા પણ પોતાના આ રાજકીય ગઢમાં રંગેચંગે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. 

ભાજપે સરકારી અધિકારીઓનો ઉપયોગ કરતા કોંગ્રેસમાંથી વિરોધ ઉઠ્યો છે. આથી ચૂંટણી પંચ સમક્ષ અમરાપરની આશ્રમ શાળામાં ચાલતા કાર્યાલય અંગે કોંગ્રેસે કરેલી ફરિયાદ ધ્યાને લીધી નહોતી.જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કરેલી સભાનો ખર્ચ વસૂલવા ચૂંટણી પંચે અવસર નાકીયાને નોટિસ પાઠવતા ચૂંટણી પંચ ઉપર બેવડા ધોરણના આરોપ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news