ભાનુશાળી કેસ: મનીષાની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા, આ કારણથી વિદેશ નહોતા ગયા !

ભાનુશાલી કેસમાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉં  ને અમદાવાદ લવાયા હતા.

ભાનુશાળી કેસ: મનીષાની પુછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા, આ કારણથી વિદેશ નહોતા ગયા !

અમદાવાદ : ભાનુશાલી કેસમાં મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉંને અમદાવાદ લવાયા હતા. પૂછપરછમાં અનેક ચોકાવનારા ખુલાસાઓ થયા હતા. જેમાં બંન્ને લોકો દિલ્હી અમૃતસર હરીદ્વાર બનારસ સહિત ૭ થી વધુ અલગ અલગ જગ્યાએ ફર્યા હતા. બધે જ ફર્યા બાદ પ્રયાગરાજમાં બંન્નેને વધારે સુરક્ષીત હોવાનો અનુભવ થતા ૨ મહિનાથી રોકાયા હતા. ૨ થી ૪ લાખ રૂપિયા જ બંન્ને પાસે હોવાથી ધીરે ધીરે નાણા ખુટી રહ્યા હતા. આ ઉપરાંત બંન્ને લોકો પાસેથી ઉધાર પૈસા લઇને નિકળ્યા હતા. જો કે તેને પૈસા કોણે ઉછીના આપ્યા અને અત્યાર સુધી કોણ પૈસા પહોંચાડતું હતું તેની પણ તપાસ ચાલી રહી છે. 

યુપીમાં એક ગુરુજીના સમ્પર્કમાં આવ્યા હતા અને ગુરુજીએ શુભમ નામના વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. શુભમ સાથે મળીને તેઓ વ્યવસાયનું આયોજન કરી રહ્યા હતા. લાંબી રેકી કર્યા બાદ મારબલનો ધંધો સારો હોવાના કારણે આ વ્યવસાય શરૂ કરવા માટેના પ્રયાસો ચાલુ કર્યા હતા. આ અંગે શુભમ સાથે વાતચીત પણ થઇ ગઇ હતી. ભાઉ અને મનીષા બંને ૧૫ હજારમાં પ્રયાગ્રરાજમા ઘર ભાડે રાખીને રહેતા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાનુશાલી કેસમાં રાહુલ નીતિન તેમજ છબીલના જામીન મંજુર નહી થતા તેમના પણ જામીન નહી થાય તેવા વિચાર સાથે બંન્ને ભાગતા ફરતા હતા. પોતે પકડાય નહિ તે માટે સતત ભાગ્યા અને મોબાઈલ તેમજ લોકેશન  પણ બદલાતા રહેતા હતા. ભાઉ તેમજ મનીષા પોલીસની હીલચાલ પર પણ બારીક નજર રાખયા હતા. કોણ કેસની તપાસ કરી રહ્યું છે, કોણ વોચમાં છે વગેરે બાબતો પર તે ઝીણી નજર રાખતા હતા. વાપીમાં પોલીસની વોચ સતત તેના ઘર પર હોવાનું જાણતા હોવાથી અહી આવવાનું પણ બંન્નેએ ટાળ્યું હતું. જો કે બંન્ને પાસે પાસપોર્ટ નહી હોવાનાં કારણે બંન્ને વિદેશ ભાગી શક્યા નહોતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news