રસોડામાં રહેલી આ વસ્તુઓથી બનાવો હોમમેડ વેક્સ, નહીં જવું પડે પાર્લર
How To Make Wax At Home: આજે તમને ઘરે સરળતાથી વેક્સ કેવી રીતે બનાવવું તેના વિશે જણાવીએ. આ રીતે તમે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી વેક્સ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી કોઈ આડ અસર પણ થશે નહીં. ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવામાં ખર્ચો પણ વધારે નહીં થાય.
Trending Photos
How To Make Wax At Home: માથા સિવાય શરીરના અન્ય અંગો પર વધતા વાળ કોઈ પણ વ્યક્તિને પસંદ નથી. વણજોઈતા વાળને દૂર કરવા માટે યુવતીઓને વારંવાર પાર્લર જવું પડે છે. અથવા તો બજારમાં મળતા તૈયાર વેક્સ નો ઉપયોગ કરવો પડે છે. પરંતુ ઘણી યુવતીઓની ત્વચા સેન્સિટીવ હોય છે જેના કારણે તેમને આ પ્રકારના વેક્સથી એલર્જી થઈ જતી હોય છે. આજે તમને ઘરે સરળતાથી વેક્સ કેવી રીતે બનાવવું તેના વિશે જણાવીએ. આ રીતે તમે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી વેક્સ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરવાથી કોઈ આડ અસર પણ થશે નહીં. ખાસ વાત એ છે કે તેને તૈયાર કરવામાં ખર્ચો પણ વધારે નહીં થાય.
વેક્સ બનાવવા માટે જરૂરી સામગ્રી
બે કપ ખાંડ
લીંબુનો રસ
બે ચમચી પાણી
એક ચમચી મીઠું
સૌથી પહેલા વેક્સ બનાવવા માટે એક પેનને ગરમ કરો અને તેમાં ઉપર દર્શાવેલી બધી જ વસ્તુઓ ઉમેરો અને ધીમા તાપે ઉકળવા દો. જ્યારે ખાંડ બરાબર ઓગળી જાય ત્યારે તેને બરાબર ચેક કરો. જો તેનો રંગ મધ જેવો અને પારદર્શક થઈ ગયો હોય તો ગેસને બંધ કરી દો. આ વેકસ ઠંડુ થાય પછી તેનો ઉપયોગ કરી શકાય છે.
હોમમેડ વેક્સ નો ઉપયોગ કરતા પહેલા હાથ અને પગને બરાબર રીતે સાફ કરી તેના ઉપર પાવડર લગાડો. ત્યાર પછી વેક્સનાઈફ ની મદદથી વેક્સને બરાબર પગ અને હાથ પર લગાડો. ત્યાર પછી વેક્સ ટ્રીપ તેના પર લગાવી વેક્સને વાળની વિરુદ્ધ દિશામાં ખેંચો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે