દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડીંગ ધરાશાયી, કાટમાળમાં 5 લોકો ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
રાજધાની દિલ્હીમાં એક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાના સમાચાર છે. દિલ્હીના સત્ય નિકેતન બિલ્ડીંગ પાસે એક બિલ્ડીંગ તે સમયે ધરાશાયી થઇ ગઇ, જ્યારે તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ ઇમરાત ત્રણ માળની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ બિલ્ડીંગ ધરાશાયી થઇ.
Trending Photos
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં એક ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાના સમાચાર છે. દિલ્હીના સત્ય નિકેતન બિલ્ડીંગ પાસે એક બિલ્ડીંગ તે સમયે ધરાશાયી થઇ ગઇ, જ્યારે તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ ઇમરાત ત્રણ માળની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ બિલ્ડીંગ ધરાશાયી થઇ, તે સમયે પાંચ મજૂરો ઘટનાસ્થળે કામ કરી રહ્યા હતા. એવામાં તે તમામ દબાયા હોવાની આશંકા છે.
ફાયરબ્રિગેડ વિભાગે જણાવ્યું કે જે બિલ્ડીંગ ધરાશાયી થઇ છે અને તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશન માટે ટીમો ઘટનાસ્થળે હાજર છે અને કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવાનો પ્રયાસ ચાલુ છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે ફાયર ટેન્ડરની 6 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. તેને લગભગ દોધ વાગે આ ઘટનાની સૂચના મળી, જેમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ મજૂરો કાટમાળમાં ફસાયેલા છે.
Delhi | A call about the collapse of an under-construction building in the Satya Niketan area has been received. 6 fire tenders rushed to the spot. 5 labours feared to be trapped; rescue operation underway: Delhi Fire Service pic.twitter.com/lZ3XgFTl7G
— ANI (@ANI) April 25, 2022
સમાચાર એજન્સીએ કેટલીક તસવીરોને શેર કરી છે, જેમાં જોઇ શકાય છે કે આ અકસ્માત કેટલો ભયાવહ છે. હાલ ઘટનાસ્થળ પર બુલડોઝરથી કાટમાળને હટાવવાનું કામ ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું, ત્રણ મજૂર તે સમયે કામ કરી રહ્યા હતા, ત્યારે આ ત્રણ માળની બિલ્ડીંગ જોત જોતા કાટમાળમાં દબાઇ ગઇ. આ ઘટના બાદ બૂમો સંભળાઇ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે