Rajkot News:ગોંડલમાં યુવાને પુત્ર-પુત્રીને મોતને ઘાટ ઉતારી પોતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી હતી. કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે રહેતા યુવાને ધંધો બરોબર ચાલતો ન હોય, પોતે માનસીક રીતે પડી ભાંગ્યો હોય જીવનથી કંટાળી બન્ને સંતાનોને ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
Solapur News:ઇન્સ્ટાગ્રામ પર "રક્તચરિત્ર" ફિલ્મનું સ્ટેટસ મૂકી યુવકની ઘાતકી હત્યા. સોલાપુરમાં યુવકની સિનેમેટિક સ્ટાઇલમાં નિર્મમ હત્યા. હત્યા કરતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર "રક્તચરિત્ર" ફિલ્મનું સ્ટેટસ મૂક્યું હતું. હૃદય હચમચાવી દેનારી આ ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ. ઘટનાના માત્ર બે કલાકમાં જ પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી.
Vapi News: સંઘપ્રદેશ દમણમાં વાપીના એક યુવાન ચાહકે મહેન્દ્રસિંહ ધોની માટે અનોખી કલાકૃતિ બનાવી છે. 'ક્રિએટિવ કરણ' તરીકે ઓળખાતા આ યુવાને માહી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા બનાવ્યું 25 ફૂટનું વિશાળ પોર્ટ્રેટ બનાવ્યું છે.
Ahmedabad News:ચાલીમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો સુનીલ ઉર્ફે આશિષ નામનો યુવક મધરાતે નશો કરીને કે ઘેલછામાં આવી બુમાબૂમ કરતો હતો. ઉશ્કેરાયેલા પ્રેમીએ રહીશ સાથે ઝપાઝપી કરી, તેમનો મોબાઈલ તોડી નાખ્યો અને રિક્ષાના કાચ ફોડી આતંક મચાવ્યો હતો.
Dahod News: આજના આધુનિક યુગમાં અને તેમાંય ખાસ કરીને આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના રવાડે ચઢી ગુન્હાહિત સકંજામાં આવી જઈ પોતાનું જીવન બરબાદ કરી નાખતા હોય છે.અને તેની સાથે સાથે પોતાના માતા પિતાના સપનાઓના અરમાનોને પણ ચકનાચુર કરી દેતા હોય છે.
Vapi Crime News: આજના સોશિયલ મીડિયા ના જામના માં હવે માં બાપે પણ ખુબજ સાવચેતી રાખ વી ખુબજ જરૂરી બની ગઈ છે અને માં બાપે પોતાના સંતાન ના મોબાઈલ પર વોચ રાખવા ની જરૂર છે કે પોતાના સંતાન શું કરી રહ્યું છે જેથી કરી કોઈ આવી બીજી કોઈ સગીરા આ વા નરાધમ નો શિકાર બની ને ક્યાં નાની ઉમરે ગર્ભવતી બની ને પોતાની જિંદગી બરબાદ ના કરે તે દરેક માં બાપે જોવું જોઈએ
Surendranagar News: ઉતરાયણ પર્વની આગલી સાંજે લીંબડી શહેરમાં પતંગ દોરાની ખરીદી કરતા યુવક પર 6 લોકોએ ધોકા છરીથી હુમલો કરી લાઇવ મર્ડર કરી નાખતા લીબડીની બજારમાં નાસભાગ મચી જવા પામી હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોહોચી તપાસ હાથ ધરી હતી.
Morbi News:વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક કહી શકાય તેવા બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકામાં આવેલ સિરામિક કારખાનામાંથી સામે આવેલ છે જેમાં લિવ ઇનમાં યુવાન સાથે રહેતી યુવતીને લાકડાના ધોકા અને પટ્ટા વડે માર માર્યો હતો. આટલું જ નહીં યુવતીને મોઢા, ગાલ સહિત શરીર ઉપર બચકામાં ભર્યા હતા જેથી યુવતીનું મોત નીપજયું હતું અને યુવાનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈને આવ્યા ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
Ahmdabad News: સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે 27મીની રાત્રે સરખેજ ના ફતેવાડી વિસ્તારમાં આવેલ આલનૂર હોસ્પિટલમાં રિસેપ્નિસ્ટ તરીકે કામ કરતી સાલેહા અબ્દુલકાદાર શેખ જેની ઉમર 28 જે 11 આફરીન duplex Sama સ્કૂલ પાસે ફતેવાડી સરખેજ રહે છે.
Jamnagar News: જ્યાં માર્ગ નથી ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ”. જામનગરના યુવકે પોતાની ટીમ સાથે લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો. સતત હિમવર્ષા વચ્ચે ૧૩ દિવસના કઠોર પરિશ્રમ બાદ યુવકોએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
Gandhinagar News: વડોદરાના અંકોડિયા કેનાલ પર ત્રીજા નોરતે યુવક યુવતી લૂંટાયા. બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ યુવક યુવતીને લૂંટ્યા. રાત્રે 1 વાગ્યાની આસપાસ બની ઘટના બંનેને ચાકુની અણીએ લૂંટી ત્રિપુટી ફરાર થઈ. અંકોડિયા કેનાલ પર એક્ટિવ પર જતી CA ની 24 વર્ષની વિધાર્થીની અને 30 વર્ષનો મિત્ર એકાંત માણવા ગયા હતા. લૂંટારુઓએ દાગીના, બે આઇફોન અને રોકડા મળી 1 લાખની લૂંટ કરી.
Mount Abu Major tragedy: ખાસ કરીને પર્યટન સ્થળો પર જોખમી રીતે સેલ્ફી લેવાના કિસ્સાઓમાં વધારો થયો છે. આવા કિસ્સાઓ ઘણી વાર જીવલેણ સાબિત થાય છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક યુવક સાથે આવો જ એક બનાવ બન્યો છે. ત્યાં સેલ્ફી લેવા જતાં મહેસાણાનો યુવક અકસ્માતે ઊંડી ખીણમાં પડ્યો હતો.
Vadodara News: વિદેશમાં નોકરી માટે ગયેલો વડોદરાનો યુવાન લાપતા. પહેલા દુબઈ અને બાદમાં હોંગકોંગ ગયેલા યુવાનનો પતો નથી. એકનો એક દીકરો વિદેશમાં ફસાતા માતા-પિતા કરી રહ્યા છે આક્રંદ. પેટીયું રડવાની લ્હાયમાં વિદેશ જનારા યુવાનો સાવધાન. વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. 2024માં દુબઇ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પત્તો નથી. પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો.
Surat News:સુરતમાં યુવાનની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા. બે દિવસ પહેલા જ જેલમાંથી છુટેલા આરોપીએ કરી હત્યા. અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. સંદીપ રાજપૂતની તેના જ મિત્ર અવધેશ સહાનીએ કરી હત્યા. ગાંજાના ધંધાની અંગત અદાવતમાં હત્યા કર્યાની આશંકા. સાત લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ.
ગ્વાલિયરના રસ્તા પર સૌનું ધ્યાન ખેંચાઈ તેવું હેલ્મેટ પહેરીને એક યુવાન સ્કૂટી સવારીમાં દેખાયો હતો...સૌ તેનો વીડિયો બનાવતાં રહ્યાં અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયો.
AAP meeting in Morbi: મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલા લાફાકાંડ મામલે રાજકારણ ગરમાયું છે. ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓએ તેમના મળતિયાઓને મોકલીને આમ આદમી પાર્ટીની સભામાં ખલેલ પાડવાનો પ્રયાસ કર્યો. સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે, વિસાવદરવાળી થવાના ડરથી ભાજપે આવું કર્યું. જેનો જવાબ આપતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો એ આમ આદમી પાર્ટીની માનસિકતા છે. કોઈ સવાલ કરે તો લાફા મારી દેવા તે યોગ્ય નથી.સરકાર આવી લાફા લાફી કરનાર ને નહિ છોડે.
Isudan Gadhvi: હિંમાશું ભટ્ટ/મોરબી: આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હોય તે રીતે મોરબીમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભા યોજાઇ હતી. જેમાં તેણે ભાજપ સરકાર ઉપર ઈશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં ઝઘડાની અદાવતમાં પાડોશીએ યુવકનું અપહરણ કરીને હત્યા કરી.. યુવકે સ્પીડમાં એક્ટિવા ચલાવતા પાડોશી ઉશ્કેરાયા.. અને યુવક પર હથિયારોથી હુમલો કરીને હત્યા કરી.. ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં 3 આરોપીની ધરપકડ કરી... કોણ છે આરોપીઓ અને શું હતી અદાવત?
Arvalli News: ધોલવણી ત્રણ રસ્તા પાસે ક્રેટા કારમાંથી હત્યા કરેલ મૃયદેહ મળ્યો. મૃતક યુવક ભિલોડા અન્નપૂર્ણા સોસાયટીનો રહીશ. ભિલોડા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો. મૃતકના પિતાએ ટાકા ટૂંકા ગામના નિસર્ગ પટેલ સામે ફરિયાદ નોંધાવી. ભિલોડા પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી.
Air India plane crash: 12 જૂન 2025ના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી લંડન જતું એર ઇન્ડિયાનું ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી જ સેકન્ડોમાં બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલની મેસ બિલ્ડિંગમાં ખડી ભાંગી.
Surat News: સુરતના પાલ વિસ્તારમાં રહેતા યુવકે પ્રેમલગ્ન તો કર્યા હતા, પરંતુ તેની સજા યુવકની માતાને મળી હતી. જી હા...પુત્રના પ્રેમની માતાને તાલીબાની સજા અપાઈ હતી, જેના કારણે મામલો ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. આ ઘટના બાદ યુવતીના પિતા સહિત 11 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ કેસમાં મહિલાઓએ હદ વટાવી હતી.
રાજકોટના જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ઝંપલાવી અનેક લોકોની પુછપરછ કરી મૃતકના મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.