robbed

Ahmedabad માં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લઈ જવાતા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો હોવાની સનસનીખેજ ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

Oct 28, 2021, 05:09 PM IST

RAJKOT: કોરોના કાળમાં પણ ન શરમાયા આ તત્વો, અનેક રાજ્યનાં ગરીબ નાગરિકોને લુંટ્યા

કોરોના સમયમાં લેભાગુ તત્વોએ લોકોને લૂંટવાનું એવુ શરૂ કર્યું કે માનવતાને નેવે મૂકી દીધી. સોશિયલ મીડિયામાં લોકોને સહાય કરવાના મેસેજની જગ્યાએ લોકોને છેતરતા મેસેજ ફરતા થયા છે જેના સાવધાન રહેવાની જરૂર છે. કોરોનામાં ઉપયોગમાં આવતી વસ્તુઓને સોશિયલ મીડિયા થકી ઓનલાઈન વેચતી ગેંગને રાજકોટ એલસીબીએ ઝડપી પાડી છે. 

May 29, 2021, 11:55 PM IST

Corona ને નામે ખાનગી હોસ્પિટલોની લૂંટ, ઇન્જેક્શનનાં નામે દર્દીના સગાના ખીસ્સા ખંખેરી લેવાય છે

શહેરમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલોએ રેમડેસીવીર ઈન્જેક્શન નામે વેપાર શરૂ કર્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીઓને 5400 રૂપિયાના રેમડેસીવીર લેવા માટે મજબુર કરાઈ રહ્યા છે. દર્દીના સગા 900 રૂપિયામાં મળતા ઝાયડ્સના ઈન્જેકશનની માંગ કરે તો પણ 5400 રૂપિયાના ઈન્જેકશન જ છે, એ જ લેવા પડશે તેવું સ્પષ્ટ કહેવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિપત્ર કરી તમામ ખાનગી કોવિડ હોસ્પિટલને જરૂરી રેમડેસીવીર ઈન્જેકશનના ડોઝ હોસ્પિટલના લેટરપેડ પર પોતાના કર્મીના માધ્યમથી લેવા માટે જાણ કરાઈ રહી છે. જો કે ખાનગી હોસ્પિટલ દ્વારા 5400 રૂપિયાના ઇન્જેક્શન લેવા માટે દર્દીના સગાને ફરજ પડાઈ રહી છે. 

Apr 9, 2021, 11:27 PM IST

ગરીબ બ્રાહ્મણને લૂંટેરી દુલ્હને વધારે ગરીબ બનાવ્યો અને પછી જે થયું...

સાબરકાંઠાના વડાલીમાં ફરી એક વાર લુંટેરી દુલ્હન અને દલાલ થકી એક ગરીબ પરિવારને લગ્નની લાલચમાં પાયમાલ થતા સમગ્ર મામલો વડાલી પોલીસ મથકે પહોંચ્યો છે. જેને લઈને પોલીસે લુંટેરી દુલ્હન સહીત આઠની ગેંગ સામે ગુનોનોધી વધુ તપાસ હાથ ધરી છે. જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લગ્ન વાંચ્છુક યુવકો સહિત તેમના પરિવારોને સ્વરૂપવાન કન્યા બતાવી લાખો રૂપિયા ખંખેરવામાં કિસ્સા અવાર નવાર પ્રકાશમાં આવે છે, ત્યારે કેટલાક ચોક્કસ દલાલો નવી દુલ્હન બતાવી છેતરપિંડીના વ્યવસાય કરે છે.

Apr 6, 2021, 06:31 PM IST

RAJKOT: શહેરમાં ફરી એકવાર રિક્ષા ગેંગ સક્રિય, એન્જિનિયર યુવકને લૂંટી લીધો

શહેરમાં ફરી એક વખત રીક્ષામાં આવેલી ટોળકીએ એન્જીનીયર યુવકને છરી મારીને લૂંટને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ બે રીઢા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. હાલ આ ટોળકીએ કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે. સહિતની દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Mar 30, 2021, 11:07 PM IST

Vadodara: જ્વેલરી શોપના માલિક પર હુમલો કરી લૂંટની ઘટના, આરોપી ફરાર

વડોદરા શહેરમાં એક જવેલરી શોપમાં ધોળા દિવસે જીવલેણ હુમલા સાથે લૂંટની ઘટના પ્રકાશમાં આવતા પોલીસની કાયદો અને વ્યવસ્થા પર ફરી એક વાર સવાલો ઉઠયા છે. 

Feb 24, 2021, 05:07 PM IST

ગામના સરપંચે પ્લોટનાં નામે પોતાના જ ગામની મહિલાઓના લાખો રૂપિયા લુંટ્યા

પાણપુરના સરપંચે બે મહિલાઓ સાથે પ્લોટના મામલે રૂા.૫.૩૦ લાખની ઠગાઇ કરતા હિમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેન લઈને હવે છેતરપીંડી કરનાર સરપંચ સામે પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર નજીકના પાણપુર ગામના સરપંચે દોઢ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન હિંમતનગરની બે મહિલાઓને સવગઢ પંચાયતમાં સર્વે નં ૯/૧ માં પ્લોટો અપાવવાનું કહી ત્રણ પ્લોટો પેટે રૂા.૬ લાખ મેળવ્યા હતા. ત્યારબાદ બંને મહિલાઓએ સરપંચ પાસે પ્લોટ તેમજ પ્લોટ ન આપે તો પૈસા પરત કરવાની ઉઘરાણી કરતા રૂા.૭૦ હજાર ચૂકવ્યા બાદ સરપંચ બંને મહિલાઓને રૂા.૫.૩૦ લાખની રકમ ન ચૂકવતા કે પ્લોટ ન અપાવતા મામલો ગરમાયો હતો. 

Feb 12, 2021, 06:54 PM IST

ઠાસરાના ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રકચાલક લૂંટાયો, મિનિટોમાં 31 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર

જિલ્લાના ઠાસરા પંથકમાં ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રક ચાલક અને ક્લિનરને બંધક બનાવીને ટ્રકમાંથી 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસ દ્વારા લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ઠાસરા તાલુકાના ડાકોર-કપડવંજ હાઇવે પર ચંદાસર નજીક ટ્રક નંબર RJ 14 GK 6257 પસાર થઇ રહી હતી. તે સમયે બીજી એક ટ્રકે તેનો પીછો કરીને તેમને આંતર્યા હતા. જેમાંથી 3થી 4 અજાણ્યા વ્યક્તિઓ ઉતર્યા અને ટ્રક ચાલક સાવનખાન સાથે બોલાચાલી કરી હતી. 

Feb 5, 2021, 08:58 PM IST

AHMEDABAD ની શાળાએ વાલીઓને લૂંટી લૂંટી એકત્ર કરેલી લાખોની રકમ ક્લાર્ક લઇને રફૂચક્કર

: અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે મહિલા ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઇ છે. અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી  અને અન્ય નાણાં મળી 3.21 કરોડ રૂપિયા મનીષા નામની મહિલા ક્લાર્કએ ઉચાપત કરી છે. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા યુનિવર્સિટી દ્વારા પોલીસે મહિલા ક્લાર્ક તેના પતિ અને અન્ય એકની ધરપકડ કરી.

Feb 1, 2021, 07:23 PM IST

ઓઇલના વેપારીના લાખો રૂપિયા લૂંટી લેનારા બંન્ને આરોપીઓને ઝડપી લેવાયા

શહેરના રામપુરામાં ખાતે ઓઈલના વેપારીના બે કર્મચારીને આંતરી 20 લાખની લૂંટ ચલાવનાર અને ટીપ આપનાર એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 20 લાખ પૈકી પોલીસે 15 લાખ રિકવર કરી આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરતમાં રામપુરા ભરચક વિસ્તારમાં લૂંટારુ જંગી રોકડ લૂંટી ગયો હતો. આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જતા હતા ત્યારે એક કર્મચારીને ચપ્પુ મારતા બાઈક સાથે પટકાયો હતો. બીજા કર્મચારીને ચપ્પુ બતાવી રોકડનો થેલો ઝુંટવી આરોપી પલાયન થઈ ગયો હતો. 

Feb 1, 2021, 12:02 AM IST

અંકલેશ્વરની ફાયનાન્સ કંપનીમાં કરોડોની દિલધડક લૂંટ, લૂંટારીઓ પાસે હતી ચાવીથી માંડી પાસવર્ડ સુધીની માહિતી

જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સની ઓફીસમાં સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓએ બંદુક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. કંપની ઓફીસમાં લગાવાયેલા સીસીટીવીમાં 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે. ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં ધકેલે છે. બે લૂંટારાઓમાં હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું. 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારીઓ કારમાં થઇ ગયા છે. ઘટના અંગે જાણ થતા અંકલેશ્વર પોલીસ ઘટના સ્થલે દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 

Nov 9, 2020, 10:22 PM IST

મહામંદી! યુવકે કિન્નરને ન માત્ર લૂંટ્યો પરંતુ કર્યું એવું કામ કે પોલીસ પણ ચોંકી ઉઠી

રામોલ વિસ્તારમાં એક કિન્નરને યુવક સાથે મિત્રતા રાખવી મોંઘી પડી છે. યુવકે  મિત્રતાનો ફાયદો ઉઠાવી કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કિન્નરે કરેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે  સાગર પંચાલ નામનાં યુવકે કિન્નર સાથે નહી કરવાનું કરવા માટે ફરજ પાડી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. 

Aug 10, 2020, 07:27 PM IST

અમદાવાદમાં હત્યારાઓ બેખોફ: લૂંટના ઇરાદે આશાસ્પદ યુવાનને રહેંસી નાખ્યો

શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરૂજી બ્રિજ પર મોડી રાત્રે યુવકની લૂંટના ઇરાદે હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. પાકીટ અને મોબાઇલ જેવી સામાન્ય વસ્તુની લૂંટ માટે યુવકની હત્યા થઇ ગઇ છે. યુવક ઘરેથી એક કામ પતાવીને આવું છું તેમ કહીને નિકળેલા યુવકનો મૃતદેહ જ ઘરે પહોંચ્યો હતો. 

Jul 11, 2020, 10:23 PM IST

ગુજરાતના હાઇવે પર ડફેર ગેંગ સક્રિય: ભાવનગરનાં 7 ટ્રકોમાં મચાવી લૂંટફાટ

વટામણથી તારાપુર જવાનો રોડ પર ગઇકાલે મોડીરાત્રે ડફેર ગેંગનાં શખ્સો દ્વારા 7 ટ્રકનાં ડ્રાઇવર અને ક્લિનરને અવાવરૂ સ્થળ પર અટકાવીને તેમને ઢોર માર મારવાની સાથે લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. આ લૂંટ બાદ ભોગન બનેલા ડ્રાઇવર અને ક્લિનર દ્વારા વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાયરલ કર્યા હતા. તેમણે અન્ય વાહન ચાલકોને પણ ચેતવ્યા છે.

May 30, 2020, 05:15 PM IST

વલસાડમાં દંપત્તીને બંધક બનાવીને 50 તોલા સોનું અને લાખોનાં ડોલરની લૂંટ

જિલ્લો જાણે ચોરી અને લૂંટનું એપિસેન્ટર બની ગયું છે. પોલીસને ખુલ્લી ચેલેન્જ હોઈ એવી ઘટનાઓ બની રહી છે. વલસાડના બોદલાઈ ગામે એક ફાર્મ હાઉસમાં 10 થી 12 જેટલા ધાડપાડુંઓ દ્વારા વૃદ્ધ દંપત્તિ અને વોચમેનને બંદી બનાવી  50 તોલા સોનુ અને પાંચ લાખના ડોલરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

Feb 24, 2020, 06:38 PM IST
6.57 Lakh Robbed At BOB Branch In Morbi PT3M49S

મોરબીમાં BOBની બ્રાન્ચમાં 6.57 લાખની લૂંટ

મોરબી શેહરમાં કાયદોને વ્યવસ્થાની સ્થિતિ અતીસ્ધ્ય કથળી ગઈ હોય તેવો બનાવ આજે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેકંક ઓફ બોરડાની શાખામાં બન્યો છે અને બપોરના સમયે ધોળા દિવસે હાથમાં હથિયારો ધારણ કરીને છ શખ્સો બેંકમાં ઘુસી ગયા હતા અને બેંકમાં બેઠેલા કેશિયર પાસેથી 6 લાખથી વધુની રોકડનું લુટ કરવામાં આવી છે.

Feb 20, 2020, 07:25 PM IST

અમદાવાદ: ઓઢવમાં ફાયરિંગ કરી સોનાના વેપારી પાસેથી લાખોની લૂંટ

અમદાવાદ અને ખાસ કરીને ઓઢવમાં ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ લાગે છે. દર બે ત્રણ દિવસે ઓઢવ કોઇના કોઇ કારણથી ચર્ચામાં આવતું રહે છે. ઓઢવમાં આજે ફાયરિંગ કરીને લૂંટની ઘટના સામે આવી છે. સોનાના વેપારી પર ફાયરિંગ કરીને શખ્સો ફરાર થઇ ગયા છે. હાલ વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે તેની સાથે રહેલા સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની લૂંટ થઇ ચુકી છે. ઘટના અંગે માહિતી મળ્યા બાદ ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 

Jan 8, 2020, 10:55 PM IST

અમદાવાદમાં ટેક્ષીમાં આવેલા ચાર શખ્સોએ યુવકને બેભાન કરીને લૂંટી લીધો

શહેરના ઇન્દિરા બ્રિજ વિસ્તારમાં ટેક્ક્ષીમાં આવેલા ચાર લોકોએ એક યુવકને બેભા કરીને લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ શખ્સોએ પેરેન્જરને રૂમાલ સુંઘાડીને બેભાન કરી દીધો હતો. 

Oct 27, 2019, 07:18 PM IST

હોંગકોંગમાં લૂંટાયો સુરતનો હીરાનો વેપારી, 7લાખ 40 હજાર ડોલરની લૂંટ સીસીટીવીમાં થઇ કેદ

હોંગકોંગમાં સુરતના હીરાનાં કર્મચારીઓ લૂંટાયા છે. લૂંટારાઓ દ્વારા 7 લાખ 40 હજાર ડોલરના કોચા ચેકની લૂંટ ચલાવામાં આવી છે.

Sep 22, 2018, 09:49 AM IST

સુરતના કતારગામમાં વેપારી પાસેથી 4 કરોડના હીરાની સનસનીખેજ લૂંટ

પાંચથી 6 શખ્સો બાઈક પર આવ્યા અને તેમની પાસેથી હીરા ભરેલો થેલો આંચકીને ફરાર થઈ ગયા હતા.

Mar 14, 2018, 10:50 PM IST