Video : લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો લાખો રૂ.નો વરસાદ

તાજેતરમાં ઉપલેટા નજીક ગધેથડ આશ્રમમાં મહોત્સવ ઉજવાયો હતો

Video : લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો લાખો રૂ.નો વરસાદ

ઉપલેટા : તાજેતરમાં ઉપલેટા નજીક ગધેથડ આશ્રમમાં મહોત્સવ ઉજવાયો હતો. હકીકતમાં આશ્રમના મહંત લાલબાપુ 21 મહિનાની સાધના કરી બહાર આવતા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવતા લોકો પણ ઉત્સાહમાં આવી લાખો રૂપિયાનો વરસાદ તેમના પર કર્યો હતો. તેમના પર ઉડાવવામાં આવેલાઆ રૂપિયાથી સ્ટેજ પર જાણે રૂપિયાની ચાદર પથરાય ગઇ હોય તેવો દ્રશ્યો જોવા મળ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઉડેલા લાખો રૂપિયાનો ઉપયોગ ગરીબ દર્દીઓ અને ગાયોના ઘાસચારામાં કરવામાં આવશે. કિર્તીદાને લોકડાયરામાં પોતાના કંઠે ગવાયેલા પ્રખ્યાત લોકગીતો ગાયા હતા. જેમાં મોગલ માડી, સાયબો રે ગોવાળિયો, માડી રે જેવા ગીતો ગાતા ઉપસ્થિત લોકો સાંભળવામાં મશગુલ થઇ ગયા હતા. 

નોંધનીય છે કે આ પહેલાં પણ કિર્તીદાન ગઢવીના અનેક ડાયરાઓમાં રૂ.નો વરસાદ થયો છે અને આ મામલો ચર્ચાનો મુદ્દો બની ચૂક્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news