ડાયરો News

અલ્પેશ કથીરિયા જન્મદિન મામલો : 15થી વધુ સામે ગુનો નોંધાયો, 7ની અટકાયત
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે અલ્પેશ કથીરિયા સહિત 7 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. 15 થી વધુ લોકો સામે ગુનો નોંધાયો છે. સહજાનંદ ફાર્મ હાઉસના મલિક બુટાણીની પણ અટકાયત કરાઈ છે. સાથે જ 1 ASI અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર ઘટના મામલે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.  
Dec 25,2020, 14:05 PM IST
કોરોનાની ગાઈડલાઈનનું સત્યાનાશ વાળતા પાસ નેતા અલ્પેશ કથીરિયા, ફાર્મહાઉસમાં ડાયરો કરીન
ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે તેવા પુરાવા સામે આવી રહ્યાં છે. રસ્તા પરથી પસાર થતા નાગરિકો પાસેથી નિયમોના નામે દંડ ઉઘરાણી કરાવાય છે, પરંતુ અનેક મહાનુભાવો એવા છે જેઓ મોટા કાર્યક્રમો યોજીને છટકી જાય છે. ગઈકાલે બનાસકાંઠામાં યોજાયેલ ડાયરામાં લોકોનો જમાવડો થયાના 24 કલાકમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના બની છે. સુરતના પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) એ કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડ્યા છે. અલ્પેશ કથીરિયાના જન્મદિવસનો એક વીડિયો વાયરલ થયો છે. ફાર્મહાઈસમાં ડાયરા અને ગરબાના આયોજન સાથે અલ્પેશ કથીરિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગર લોકોના ટોળે વળેલા જોવા મળ્યા હતા. 
Dec 25,2020, 12:11 PM IST
કોરોનાનો ડાયરો : ભીડ ભેગી કરી અને 10 કલાકારોને બોલાવી ડાયરો કરાયો
કોરોના કાળમાં બનાસકાંઠાના થરાદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે. થરાદમાં યોજાયેલ ડાયરામાં 10 કલાકારોને બોલાવી ભીડ એકઠી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમમાં કલાકારો અને લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. ડાયરામાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી. વડગામડા ગામે ધનજી પટેલે આ ડાયરો યોજ્યો હતો. ડાયરાની પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે થરાદના ASP પૂજા યાદવ, સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, થરાદના ધારાસભ્ય ગુલબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોના નામ સામેલ હતા. ત્યારે સવાલ એ છે કે, પોલીસ સહિતના અનેક મોટા નેતાઓના નામ પત્રિકામાં છપાવી મોટો ડાયરો કરતા પહેલા કેમ કોઈએ ધ્યાન ન આપ્યું. તો સાથે જ ડાયરાને લઈને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. 
Dec 24,2020, 10:09 AM IST
‘મેં હુ ખલનાયક...’ ગીત પર આરોપીઓએ લોકઅપમાં બનાવ્યો વીડિયો
Mar 11,2020, 10:10 AM IST
શહીદ મિત્રની યાદમાં મિત્રએ ડાયરામાં કર્યો 20 લાખ રૂપિયાનો વરસાદ
દેશ માટે શહીદ થયેલા ગંભીરસિંહ ભુપતસિંહ કાસેલા અને જિલ્લાનાં તમામ જ્ઞાતિનાં શહીદની યાદમાં અને શહિદોને વિરાંજલી અર્પણ કરવા સમસ્ત ટીકર ગામ દ્વારા શહિદી વંદના કાર્યક્રમ યોજાયો હતો. શહીદના માનમાં યોજાયેલા કાર્યક્રમમાં એક યુવક તરફ સૌનું ધ્યાન ગયું હતું. તેણે થેલો ભરીને નોટોનો વરસાદ કર્યો હતો. રાજભા ગઢવી સહિતના લોક કલાકારો પર એક યુવાને ખોબલેને ખોબલે રૂપિયાનો વરસાદ કર્યો હતો. રાણા મહાવીરસિંહ સિંધવ નામના આ યુવકે પોતાના શહીદ મિત્રની યાદમાં 20 લાખનો વરસાદ કર્યો હતો. યુવકે કોથળામાંથી એક પછી એક એમ 20 લાખ રૂપિયા ઉડાવ્યા હતા. આમ, એક શહીદ મિત્ર માટે આનાથી વધુ સારી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે....
Mar 8,2020, 23:45 PM IST
નવસારીના ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ, સાબરમતી નદીમાં પડી ગયેલા યુવકને રેસ્ક્યૂ કરાયો
નવસારીના કછોલી ગામે ખોડિયાર માતાના મંદિરના જીણોદ્ધાર નિમિતે ડાયરો યોજાયો હતો. લોકગાયિકા અલ્પા પટેલ પર લાખો રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ, સાબરમતી ડી-કેબિન વિસ્તારથી કાલુપુર રેલવે સ્ટેશન જવા નીકળેલો યુવક મોડી રાતે સાબરમતી કેશવનગર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રેનની વ્હિસલ સાંભળી ડરીને નદીમાં પડ્યો હતો. પડી ગયેલા યુવકે એક કલાક સુધી મદદ માટે બુમો પાડી હતી, પરંતુ કોઈ મદદે ન આવ્યું નહોતું. છેવટે તેણે પલળેલી હાલત અને કડકડતી ઠંડી અને પવનના સુસવાટા વચ્ચે નદીની વચ્ચે આવેલા પિલ્લર પર આખી રાત વિતાવી પડી હતી. વહેલી સવારે રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડે નદીમાં વચ્ચે યુવકને જોતા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટે તાત્કાલિક નદીમાં વચ્ચે પહોંચી યુવકને બચાવ્યો હતો.
Jan 21,2020, 12:15 PM IST
ડાયરામાં નાયક ભોજક સમાજ સામે ટિપ્પણી કરવી ભારે પડી લોકગાયક કીર્તિદાન ગઢવીને, જુઓ શું થયું
Jan 3,2020, 11:25 AM IST

Trending news