ગુજરાતી ન્યૂઝSpiritual2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે, સુખ-સમૃદ્ધિ વધશે

2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે, સુખ-સમૃદ્ધિ વધશે

મે મહિનામાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે. આ યુતિ વૃષભ રાશિમાં બનશે. જેના કારણે કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

2 શક્તિશાળી ગ્રહો વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ 3 રાશિવાળાના ત્યાં ધનના ઢગલા થશે, સુખ-સમૃદ્ધિ વધશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયાંતરે ગ્રહો ગોચર કરીને યુતિ બનાવે છે. જેનો પ્રભાવ તમામ 22 રાશિના જાતકો પર પડે છે. મે મહિનામાં બુધ અને શુક્રની યુતિ બની રહી છે. આ યુતિ વૃષભ રાશિમાં બનશે. જેના કારણે કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે બુધ અને શુક્રની યુતિ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન  ભાવ પર બની રહી છે. આથી આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સાથે જ વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે અને તમને સારા પ્રમાણમાં ધન કમાવવાની તક મળશે. પરીણિતોનું લગ્નજીવન શાનદાર રહેશે. આ સાથે જ જે લોકો અપરિણીત છે તેમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે જ કેટલીક નવી યોજનાઓ પર કામ કરવાનું વિચારી શકો છો. તમારા ખભા પર ઘણી જવાબદારીઓ રહેશે. જેને તમે સારી રીતે પૂરી કરી શકશો. આ સમય દરમિયાન તમને ભાગીદારીથી લાભ થશે. 

Add Zee News as a Preferred Source

કર્ક રાશિ
બુધ અને શુક્ર ગ્રહનો સંયોગ કર્ક રાશિવાળા માટે ખુબ શુભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાને બની રહ્યો છે. આથી આ સમય દરમિાયન તમારી આવકમાં ખુબ વધારો થઈ શકે છે. આ સાથે જ લાભના નવા સ્ત્રોત બનશે. તમને નોકરીમાં પ્રમોશન કે પછી ઈન્ક્રીમેન્ટ મળવાના યોગ બની રહ્યા છે. જેના પગલે તમે કરિયરમાં શાનદાર પ્રગતિ કરશો. આ સમય દરમિયાન તમને જૂના રોકાણથી લાભ થશે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

સિંહ રાશિ
તમારા માટે શુક્ર અને બુધની યુતિ અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન તમને કરિયર અને વેપારમાં શાનદાર સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા માટે આવકના નવા સ્ત્રોત વધશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની નવી તકો મળશે. તમને નોકરી અને વેપારમાં અનેક શાનદાર અવસર મળશે. પિતા સાથે સંબંધ મજબૂત થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news