આજે સોનું ભલે ગગડ્યું, પણ ભાવ જશે 1 લાખ પાર? 72,000ના ભાવે પણ થઈ ધૂમ ખરીદી, 3 મહિનામાં અધધધ...વેચાયું

સોનાના ભાવમાં તાજેતરમાં બંપર તેજી જોવા મળી અને ભાવ ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયા. જો કે ભારતીય બજારોમાં આજે સોનું ગગડી ગયું. ચાંદી પણ સસ્તી થઈ. 500 રૂપિયાથી વધુનો કડાકો સોનામાં જોવા મળ્યો. પરંતુ આમ છતાં આવનારા દિવસોમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી જઈ શકે? આ દાવો કરવો આમ તો મુશ્કેલ છે પરંતુ સોનામાં જે રીતે ખરીદી જોવા મળી છે તે તો એ જ તરફ ઈશારો કરી રહી છે.

આજે સોનું ભલે ગગડ્યું, પણ ભાવ જશે 1 લાખ પાર? 72,000ના ભાવે પણ થઈ ધૂમ ખરીદી, 3 મહિનામાં અધધધ...વેચાયું

સોનાના ભાવમાં તાજેતરમાં બંપર તેજી જોવા મળી અને ભાવ ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયા. જો કે ભારતીય બજારોમાં આજે સોનું ગગડી ગયું. ચાંદી પણ સસ્તી થઈ. 500 રૂપિયાથી વધુનો કડાકો સોનામાં જોવા મળ્યો. પરંતુ આમ છતાં આવનારા દિવસોમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી જઈ શકે? આ દાવો કરવો આમ તો મુશ્કેલ છે પરંતુ સોનામાં જે રીતે ખરીદી જોવા મળી છે તે તો એ જ તરફ ઈશારો કરી રહી છે. ભારતમાં સોનાની માંગ કિંમતોના ઐતિહાસિક ઊંચાઈએ પહોંચવા છતાં વધી ગઈ છે. આ મજબૂત આર્થિક માહોલના દમ પર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર આઠ ટકા વધીને 136.6 ટન થઈ ગઈ છે. વર્લ્ડ ગોલ્ડ  કાઉન્સિલે આ જાણકારી આપી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા સોનાની ખરીદીના કારણે પણ માંગમાં વધારો થયો. આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં મૂલ્યના સંદર્ભમાં ભારતની સોનાની ડિમાન્ડ વાર્ષિક આધાર પર 20 ટકા વધીને 75,470 કરોડ રૂપિયા થઈ ગઈ. તેનું કારણ માત્રામાં વધારાની સાથે સાથે ત્રિમાસિક સરેરાશ ભાવમાં 11 ટકાનો વધારો પણ છે. 

વર્લ્ડ ગોલ્ડ  કાઉન્સિલે મંગળવારે પોતાના ગ્લોબલ રિપોર્ટ 'ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ ક્યુ1 2024' બહાર પાડ્યો. જે મુજબ ભારતની કુલ સોનાની ડિમાન્ડ જેમાં દાગીના અને રોકાણ બંને સામેલ છે...આ વર્ષે જાન્યુઆરી માર્ચમાં વધીને 136.6 ટન થઈ ગયો જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં 126.3 ટન હતી. 

સિક્કોની સૌથી વધુ માંગણી
ભારતમાં સોનાની કુલ માંગણીમાંથી દાગીનાની માંગણી ચાર ટકા વધીને 95.5 ટન થઈ ગઈ. કુલ રોકાણ માંગણી (બાર, સિક્કા વગેરે સ્વરૂપમાં) 19 ટકા વધીને 41.1 ટકા થઈ ગઈ. ડબલ્યુજીસીના ભારતમાં ક્ષેત્રીય મુખ્ય કાર્યકારી અધિકારી સચિન જૈને કહ્યું કે સોનાની માંગણીમાં વધારો ભારતીયોના સોનાની સાથે સ્થાયી સંબંધોની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું કે ભારતનો સતત મજબૂત બૃહદ આર્થિક પરિવેશ સોનાના દાગીનાના વપરાશ માટે સહાયક રહ્યો, જોકે માર્ચમાં કિંમતો ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચી ગઈ. તેનાથી ત્રિમાસિક પૂરું થતા વેચાણ ઓછું થયું. જૈનને એવી આશા છે કે આ વર્ષે ભારતમાં સોનાની માંગણી 700-800 ટનની આજુબાજુ રહેશે. તેમણે કહ્યું કે જો ભાવમાં તેજી ચાલુ રહેશે તો માંગણી આ મર્યાદાના નિચલા સ્તર પર હોઈ શકે છે. 

2023માં દેશમાં સોનાની માંગણી 747.5 ટન હતી. માંગણી વૃદ્ધિને પ્રોત્સાહન આપનારા કારણો વિશે પૂછવામાં આવતા જૈને પીટીઆઈ-ભાષા સાથે વાતચીતમાં કહ્યું કે, ઐતિહાસિક રીતે ભારત અને ચીન સહિત દુનિયાના પૂર્વી બજારોમાં ફેરફાર ત્યારે આવે જ્યારે કિંમતો નીચે જઈ રહી હોય અને ઉતાર ચડાવ હોય. જ્યારે પશ્ચિમ બજારમાં ફેરફાર ત્યારે આવે જ્યારે કિંમતો ઉપર જતી હોય. તેમણે કહ્યું કે પહેલીવાર અમે પૂર્ણ ઉલટફેર જોયો છે, જ્યાં ભારતીય અને ચીની બજારોમાં સોનાની કિમતોમાં વધારા પર ફેરફાર આવ્યો છે. 

1 લાખ પાર જશે ગોલ્ડ?
એક મીડિયા રિપોર્ટમાં કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ કેટલાક દિવસ અનુમાન લગાવ્યું હતું કે આ વર્ષે ધનતેરસ કે નવેમ્બર મહિના સુધી સોનાનો ભાવ 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જો કે એપ્રિલમાં જ સોનાએ આ આંકડો પાર કરી લીધો હતો. જ્યારે મીડલ ઈસ્ટ તરફથી નવી  ગ્લોબલ ક્રાઈસિસ પણ રોકાણકારો સામે આવી રહી છે. એવામાં અનુમાન છે કે 2024ના અંત સુધીમાં સોનું એક લાખ રૂપિયાની આજુબાજુ પહોંચી શકે છે. 

(ભાષા ઈનપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news