દેશી WWF: કચ્છ ફરવા જાવ તો આ પરંપરાગત રમત જોવાનું ભૂલતા નહીં, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે

માનવતાના મેળાના ભાગ રૂપે રમાતી બખમલાખડાની રમત કચ્છના કોમી એકતાના રંગો દર્શાવે છે. જેમાં યુવાનો પોતાના બળ જ નહી પણ બુદ્ધિનું કૌશલ્ય પણ દર્શાવે છે.

દેશી WWF: કચ્છ ફરવા જાવ તો આ પરંપરાગત રમત જોવાનું ભૂલતા નહીં, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે 450 વર્ષ પ્રાચીન આશાપુરા મંદિર મધ્યે 29માં પાટોત્સવમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારો એટલે કે માનવતાના મેળાના ભાગ રૂપે રમાતી બખમલાખડાની રમત કચ્છના કોમી એકતાના રંગો દર્શાવે છે. જેમાં યુવાનો પોતાના બળ જ નહી પણ બુદ્ધિનું કૌશલ્ય પણ દર્શાવે છે.

સરહદી જિલ્લો કચ્છ વિવિધ પ્રકારની સંસ્કૃત ધરાવતો પ્રદેશ છે. અહીંની કોમી એકતા દેશભર માટે નમૂનારૂપ છે. અબડાસા તાલુકાના રાતા તળાવ ગામે આવેલા આશાપુરા માતાજીના મંદિરના 29માં પાટોત્સવ પ્રસંગે દર વર્ષે લોકમેળો યોજાય છે.ભાઈચારાની ભાવના કાયમ રાખતા લોકમેળામાં બખમલાખડા જેવી કચ્છી રમત સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને જોડતી આવી છે.બખમલાખડા(મલ્લ કુસ્તી)ના ખેલ કચ્છી WWF વચ્ચે કોમી એકતાના સુંદર દ્રશ્યો લોકોને જોવા મળે છે.

વીર અબડાએ અન્ય ધર્મની યુવતીઓના રક્ષણ માટે પોતાના જીવનો બલિદાન આપ્યો હતો તેવી ભૂમિ એટલે કે અબડાસા તાલુકો. કોમી એકતાના પ્રતીક રૂપી અબડાસાના રાતા તળાવ ખાતે હિન્દુ મુસ્લિમ ભાઈચારાનો પ્રતીક એવો આશાપુરા માતાજીના મંદિરનો આજે પાટોત્સવ ઉજવાયો હતો. શ્રી કચ્છી ભાનુશાળી ઓધવરામ સત્સંગ મંડળ તેમજ સંતશ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ દ્વારા રાતા તળાવ ખાતે અનેક વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો તેમજ આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે.

બખમલાખડા અંગે Zee media સાથે વાતચીત કરતાં અગ્રણી હરિભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે,આશાપુરા માતાજીના મંદિર ખાતે વહેલી સવારે પૂજા-આરતી, હોમ-હવન અને ધ્વજારોહણ જેવા ધાર્મિક ક્રિયાકાંડ બાદ સર્વે ધર્મના લોકો અહીં માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે છે. તો બપોર બાદ માનવતાના આ મેળામાં સર્વે ધર્મના લોકો કચ્છી કુશ્તી એટલી બખમલાખડામાં ભાગ લે છે તો કચ્છના વિવિધ ગામડાઓમાંથી અનેક લોકો તેને નિહાળવા એકઠાં થાય છે. કચ્છી WWF તરીકે ઓળખાતી બખમલાખડા કુશ્તીમાં બે પહેલવાનો ધૂળિયા મેદાનમાં કુશ્તી કરે છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે અને કોમી એકતાનું દર્શન થાય છે.

આ કચ્છી રમતમાં ફક્ત બળ જ નહીં પણ બુદ્ધિ કૌશલ્ય પણ એટલું જ જરૂરી છે. આ કુશ્તીમાં સામેવાળાને કઈ રીતે મ્હાત આપી શકાય તેની વ્યૂહરચના ઘડીને રમાતી આ રમતમાં કુસ્તીબાજોને હજારો રૂપિયાના ઈનામ પણ મળે છે.પ્રથમ આવનાર વિજેતાને 11,000 નું ઈનામ પણ આપવામાં આવે છે. તેમજ લોકો તરફથી ખાસ અભિવાદન કરાય છે.તો અન્ય 7500, 5100, 4100,3100,2500 જેવા ઇનામ પણ અપાય છે. 

આ રમત જોવા લોકો મુંબઈથી પણ અહીં આવે છે.આ રમત માત્ર રમત સુધી સીમિત નથી પરંતુ ભાઇચારાનું એક પ્રતીક પણ છે. કચ્છ બહાર વસતા કચ્છીઓની નવી પેઢી પણ આ ખેલથી રોમાંચિત થાય છે. તો સમગ્ર મેળાનું સંચાલન કરતા કનુભાઈ બાવાજી એ બખ મળાખડો ની રમત એટલે આપની સંસ્કૃતિ અને શા માટે એ અંગે Zee media સાથે વાત કરી હતી.

મુંબઈથી બખમલાખડો માણવા આવ્યા લોકો
મુંબઈથી આવેલા કનૈયાલાલ ભાનુશાલી એ જણાવ્યું હતું કે,અને દર વર્ષે માતાજીના પાટોત્સવ નિમિત્તે કચ્છ આવીએ છીએ અને ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ અને કોમી એકતાના આ માનવમેળામાં દર્શન થાય છે અને ખાસ મુંબઈ થી આ કચ્છી WWF બખમલાખડો જોવા માટે અમે આવીએ છીએ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news