Gujarat Rain Live Updates : પાણી ઓસર્યા બાદ ભયંકર નજારો, વીડિયો અને તસવીરો તમને રડાવી મૂકશે

Gujarat Floods : ગુજરાતમાં જળસંકટને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ.. પ્રધાનમંત્રી મોદીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત.. ફોન પર વાત કરીને મેળવી રાજ્યની સ્થિતિ અંગેની માહિતી.. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 251 તાલુકામાં વરસ્યો વરસાદ...4 દિવસના અનરાધાર વરસાદથી 28 લોકોએ ગુમાવ્યા જીવ... હજુ બે દિવસ ભારે વરસાદની છે આગાહી....
 

Gujarat Rain Live Updates : પાણી ઓસર્યા બાદ ભયંકર નજારો, વીડિયો અને તસવીરો તમને રડાવી મૂકશે
LIVE Blog

Gujarat rescue operations : ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદથી અનેક શહેરોની હાલત ખરાબ છે તો કુલ 28 લોકોનાં મોત અને 42 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.  સરકારે 3641 લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. રાજ્યમાં એનડીઆરએફની 15, એસડીઆરએફની 25 અને આર્મીની 9 ટુકડીઓ તૈનાત કરાઈ છે. રાજ્યમાં 939 રસ્તાઓ છે બંધ.... બસ વ્યવહારની વાત કરીએ તો 1037 રૂટ અને 4058 ટ્રીપ કેન્સલ કરાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીની તસવીરો હવે સામે આવી રહી છે.  રાજ્યમાં 124 ડેમ હાઈ એલર્ટ પર તો 17 ડેમ એલર્ટ પર છે. ભારતીય હવામાન વિભાહે 1 સપ્ટેમ્બર સુધી માચીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

29 August 2024
13:22 PM

Gujarat Floods : ગુજરાતમાં હજુ 'તાંડવ' કરશે વરસાદ

ગુજરાતમાં વડોદરા, સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજી સુધી ઓસર્યા નથી. અનેક જિલ્લામાં પુરની સ્થિતિમાં એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. 2 તારીખ સુધી વરસાદની આગાહી કરાઈ છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડએલર્ટ છે. 

 

12:53 PM

Gujarat Floods : વડોદરા, જામનગર, પાદરા અને આણંદના તમે વીડિયો નહીં જોઈ શકો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 237 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો. છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં વરસાદના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા. હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે. રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. મોન્સૂન ટ્રફ અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે.  સૌથી ખરાબ હાલત વડોદરા, જામનગર, પાદરા અને આણંદની છે. જોઈ લો આ વીડિયો...

 

12:50 PM

Gujarat Rains : ગુજરાતના ભાણવડમાં વરસાદનો હાહાકાર

છેલ્લા 24 કલાકમાં રાજયના 238 તાલુકામાં વરસાદ પડ્યો છે. દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ પોણા 12 ઈંચ વરસાદ છે. સૌથી ખરાબ હાલત દ્રારકા, જામનગર અને વડોદરાની છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ રેડએલર્ટ હોવાથી ભારે વરસાદની આગાહી છે. 

 

12:46 PM

Gujarat Rains : વડોદરામાં મગરોનું સામ્રાજ્ય, લોકો ફફડ્યા 

ગુજરાતમાં સૌથી ખરાબ હાલત વડોદારની છે. વિશ્વામિત્રીને ઘર બનાવીને રહેતા મગરો હવે વડોદરામાં રોડ રસ્તા અને બગીચામાં ફરી રહ્યાં છે. સૌથી વધારે ખતરો લોકોને મગરોનો છે. તંત્ર દ્વારા મગરો પકડવાની પ્રક્રિયા ચાલી રહી છે પણ શહેરના રસ્તાઓ પર મગરો જોઈને લોકો રીતસરના ફફડી રહ્યાં છે કે ઘરમાં ના આવી જાય...

 

12:44 PM

Gujarat Rescue operation : જામનગરમાં મેઘ તારાજી, અનેક ઘરો ધરાશાયી

સૌરાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત હાલમાં દ્રારકા અને જામનગરની છે. અનેક ઘરોમાં પાણી છે અને લોકો ટળવળી રહ્યાં છે. ઘરો પણ ઘરાશાયી થતાં ભારે વરસાદમાં જવું ક્યાં એ સૌથી મોટી સમસ્યા છે. અહીં 10થી લઈને 20 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. 

 

 

12:41 PM

Gujarat Rains : ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ આવા તકલાદી કામો

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે બોર્ડર પાસેની 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ છે. આ અગાઉ એરપોર્ટની કેનોપી તૂટી હતી. ગુજરાતમાં રોડ રસ્તા સાથે બ્રિજો પણ તૂટવા લાગ્યા છે. એરપોર્ટની દિવાલ ભારે વરસાદમાં ધડામ થઈ ગઈ હતી. 

 

 

12:34 PM

Gujarat Floods : આપ ઘરમાં જ રહો, બહાર નીકળવાનું ટાળો

ગુજરાતમાં વરસાદથી ખરાબ હાલત છે ત્યારે રાજકોટ કલેક્ટરે ખાસ અપીલ કરી છે કે આગામી બે દિવસ ભારે છે. આપ ઘરમાં જ રહો, બહાર નીકળવાનું ટાળો

 

12:30 PM

Gujarat Rescue operation : ચો તરફ પાણી વચ્ચે પીવાનું પાણી નથી, ભોજન નથી, રડતાં વાલીઓ

ગુજરાતમાં જળબંબાકાર વચ્ચે સરકાર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે પણ ઘણી જગ્યાએ હજુ 4થી 5 ફૂટ પાણી વચ્ચે વિસ્તારો છે. ચો તરફ પાણી છે પણ પીવાનું પાણી નથી. લોકો ભોજન માટે ટળવળી રહ્યાં છે. રાજ્યમાં રાહત કાર્યો ચાલુ થઈ ગયા છે. ફૂડ પેકેટ પહોંચી રહ્યાં છે. હજારો સેવા સંસ્થાઓ આગળ આવી છે. જયાં જુઓ ત્યાં ભોજન તૈયાર થઈ રહ્યાં છે આમ છતાં ખાવાનું ન મળતું હોવાની બુમરાણ છે. 

 

12:24 PM

Gujarat Floods : સેનાને સલામ, હેલિકોપ્ટર બચાવી રહ્યાં છે જીવ

ગુજરાતીઓ માટે હાલમાં આર્મી દેવદૂત બનીને આવી છે. 4000થી વધારે લોકોને રેસ્ક્યું કરાયા છે. હેલિકોપ્ટર સતત ઉડાઉડ કરી રહ્યાં છે. ગઈકાલે 9 દિવસની બાળકી ભૂખથી રડત હોવાથી વડોદરામાં હેલિકોપ્ટરથી દૂધ પહોંચાડાયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધૂમથર ગામે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા 4 વ્યક્તિઓને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા..

 

 

12:19 PM

Gujarat Rescue operation : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ભારે નારાજ, હજુ થશે ખરાબ હાલત

વડોદરામાં આવેલા પુર પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓ પાસે રિપોર્ટ માગ્યો 

વડોદરાથી પરત ભરેલા સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ ને મુખ્યમંત્રીએ નિવાસ્થાને બોલાવ્યા 

વડોદરાની સ્થિતિ ઉપર બંને મંત્રીઓ મુખ્યમંત્રીને રિપોર્ટ સોપશે 

આ બેઠક બાદ રાજ્ય સરકાર વડોદરા માટે વિશેષ ટીમ અને સહાય કરી શકે છે જાહેર 

વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ આજે લેશે વડોદરાની મુલાકાત

 

12:16 PM

Gujarat Rains : ગુજરાતમાં ન આવતા, 916 રસ્તાઓ છે બંધ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 51 ટ્રેનો રદ કરાઈ છે. રોડ અને રસ્તાની વાત કરીએ તો ફાફાડાની જેમ ઉબડ ખાબડ રસ્તાઓ તમારા વાહનના ટાયરોના ચિંથરા ઉડાવી દેશે. રાજ્યના 916 માર્ગો બંધ છે. ગુજરાતમાં તમે ગમે તે જગ્યાએ જશો ત્યાં અટવાઈ પડશો. 4200 ટ્રીપો બસની કેન્સલ છે. ભયંકર ખરાબ હાલતમાં સરકારે પણ અપીલ કરી છે કે જે શહેરમાં હો ત્યાં સેફ રહો..

 

12:07 PM

Gujarat Floods : વિકટ સામે ઝઝૂમતું વડોદરા

વડોદરા શહેરમાં આજવા ડેમમાંથી છોડાયેલા પાણીથી હાલત ખરાબ છે. પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે. રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટે આવી ગઈ છે. સ્થિતિ ખરાબ છે. આર્મી, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ફ્લડ સામે ઝઝૂમી રહી છે હજુ પણ ઘણા વિસ્તારમાં 5 ફૂટ પાણી ભરાયેલા છે. એવું પણ કહી શકાય કે વડોદરા રામભરોસે છે. તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે પણ સ્થિતિ આકરી છે. 
 

12:01 PM

Gujarat Rescue operation : ભારતની ક્રિકેટર રાધા યાદવ વડોદરામાં ફસાઈ, જબરદસ્ત છે રેસ્ક્યુનો આ વીડિયો

 

11:59 AM

Gujarat Weather : પોરબંદરમાં કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસ્ક્યૂના દ્રશ્યો : પાણીમાં ફસાયેલા વ્યક્તિને એરલિફ્ટ કરાયો.

 

11:58 AM

Gujarat Floods : પાવાગઢના પગથિયાં પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહનો વીડિયો જોઈને તમે ફફડી જશો
યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર ધોધમાર વરસાદના કારણે ભક્તો રેલિંગ પકડીને ઉભા રહ્યા...

 

11:56 AM

Gujarat Floods : કોઝવે પર પાણીનો પ્રવાહ જોઈને સિંહ થંભી ગયો, જોઈ લો ગીરના જંગલનો આ વીડિયો

 

11:54 AM

Gujarat Rains : 30 કલાકથી ફસાયેલા 4 સભ્યોનું રેસ્ક્યુ દ્વારકાઃ ધૂમથળ ગામે વરસાદી પાણીમાં 30 કલાકથી વધુ સમયથી છત પર ફસાયેલા મજૂર પરિવારના 4 સભ્યોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

11:51 AM

Gujarat Rains : છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારોમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા, જાણી લો ક્યાં પડ્યો કેટલો વરસાદ

 

11:48 AM

Gujarat Weather : 12 ઈંચ વરસાદે દ્વારકાને ધમરોળ્યું, ગુજરાતના 235 તાલુકામાં મેઘમહેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

 

 

રાજ્યના ઘણા ભાગોમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ યથાવત્, વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી

11:44 AM

VIDEO : સ્ટાર ગુજ્જુ ક્રિકેટર પણ પૂરમાં ફસાઈ, NDRF મદદ માટે દોડ્યું, દિલધડક રેસ્ક્યૂ કરાયું

ભારતની સ્ટાર સ્પિનર રાધા યાદવ વડોદરાના પુરમાં ફસાઈ ગઈ હતી, તેને એનડીઆરએફની ટીમે બચાવી છે. રાધાએ આ અંગે વીડિયો જારી કરી એનડીઆરએફ ટીમનો આભાર માન્યો છે. રાધાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વીડિયોમાં જણાવ્યું છે કે, ‘અમે ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અમને બચાવવા બદલ એનડીઆરએફ ટીમનો ખૂબ ખૂબ આભાર.’વરસાદ અને પુરના કારણે ગુજરાતના 18 જિલ્લા પ્રભાવિત છે. અનેક જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. 

 

11:42 AM

Gujarat Rescue operation : ગુજરાત સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદ મુશ્કેલી વધારશે, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ

 

 

Trending news