લોકડાઉને લોકોને ઘણું શીખવાડ્યું, આખા વર્ષનું અનાજ ભરવાની પ્રથાનુ મહત્વ હવે સમજાણું

લોકડાઉને લોકોને ઘણું શીખવાડ્યું, આખા વર્ષનું અનાજ ભરવાની પ્રથાનુ મહત્વ હવે સમજાણું
  • સિનિયર સિટીઝને કહ્યું કે, કોરોનામાં લોકો પરિવાર શું છે એ સમજ્યા
  • જરાતના અનુભવી વૃદ્ધોએ આજના સમયમાં વિસરાયેલી કેટલીક જૂની પદ્ધતિઓને ઉપયોગી ગણાવી

અતુલ તિવારી/અમદાવાદ :ગયા વર્ષે એટલે કે 2020માં આજના દિવસે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છતાં કોરોનાની સ્થિતિ જે હતી ત્યાં જ છે. લોકડાઉન દરમિયાન લોકોએ સ્વજનો ગુમાવ્યા અને રોજગારી ગુમાવી. 2020માં જ્યારે કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે લાગતુ ન હતું કે કોરોના આવી રીતે માણસોની જિંદગી પર હાવિ થઈ જશે. છતા આવી કપરી સ્થિતિમાં પણ માણસ જીવતા શીખી ગયો. ત્યારે આજે ઝી 24 કલાકે મહામારીના લીધે લાગેલા લોકડાઉનના એક વર્ષ પર એવા લોકો સાથે વાત કરી અને તેમના અનુભવો જાણ્યા, જેમણે પોતાની જિંદગીમાં આવી અનેક કપરી પરિસ્થિતિઓ જોઈ છે. મહામારીમાંથી બહાર આવ્યા છે. ગુજરાતના અનુભવી વૃદ્ધોએ આજના સમયમાં વિસરાયેલી કેટલીક જૂની પદ્ધતિઓને ઉપયોગી ગણાવી હતી. 

કોરોનાને કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશભરમાંથી 1 લાખ 61 હજાર જેટલા લોકોના મોત થયા છે. દેશભરમાં 1 કરોડ 18 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો 2 લાખ 93 હજાર જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે કે 4466 લોકોના કોરોનાને કારણે છેલ્લા એક વર્ષમાં મોત થયા છે. કોરોનાએ લોકોને ઘણું બધું શીખવાડ્યું, આ વિશે ઝી 24 કલાકે કેટલાક સિનિયર સિટીઝન સાથે વાત કરી. સિનિયર સિટીઝને કહ્યું કે, કોરોનામાં લોકો પરિવાર શું છે એ સમજ્યા. 

વૃદ્ધોએ કહ્યું કે, કોરોનામાં પરિવાર એકબીજાની સાથે રહ્યો. એટલે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખતા થયા, લગાવ રાખતા શીખ્યા. અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા. અનેક લોકોના અકાળે મોત થયા છે. ત્યારે એક વાત શીખવા જેવી છે કે, ભૂતકાળમાં લોકો એક વર્ષનું અનાજ ભરી લેતા હતા, જે પદ્ધતિ લોકો ભૂલ્યા હતા. લોકડાઉને ફરી લોકોને જૂની પદ્ધતિઓ યાદ અપાવી. કેમ આપણા જુના લોકો એક વર્ષનું અનાજ ભરી રાખતા હતા તેનું કારણ હવે લોકોને સમજાયું. 

જોકે, તેમણે એમ પણ કહ્યું કે, ફરી એક વર્ષ બાદ લોકો સારી વાતો ભૂલવા લાગ્યા છે, બેદરકારી દાખવવા લાગ્યા છે. આફતના સમયમાં જ લોકો સુધરે છે એવું કહીએ તો નવાઈ નહિ. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે, હજુ અગાઉની જેમ બધુ પૂર્વરત થતા સમય લાગશે, લોકોએ સંયમ જાળવી રાખવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news